Teacher’s Day: શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શું ખૂટે છે? શું હોવું જોઈએ?

2
827
Photo Courtesy: beats.eckovation.com

ઉમાશંકર જોશી એ શિક્ષક ની સવિશેષ જવાબદારી વિષે સમજાવતા કહ્યું છે કે વિદ્યાર્થી તો ખેડેલા ખેતર જેવા છે તેમાં તમે જે વાવશો તે ઉગી નીકળવાનું છે, એટલે શિક્ષક પોતે શું વાવે છે તેની સભાનતા સાથે ની ખાતરી હોવી જરૂરી છે.

પરિવર્તન અને વિકાસ — આ બે સંસાર ચક્ર ના નિયમિત ફરતા રેહતા પાસાઓ છે. કુદરત ના આ બંને ક્રમ નો નિયમિત સ્વીકાર કરવો જ રહ્યો ! અને શિક્ષણ ક્ષેત્રમા કામ કરતા પ્રબુધ્ધજનો એ તો ખાસ ! એટલે કે શિક્ષણવિદો, શાળા કોલેજ ના આચાર્યો, શિક્ષકો અને માતા પિતા. પરંતુ આ સઘળાં માંથી વિશેષ અપેક્ષાઓ તો આચાર્યો તથા શિક્ષકો પાસેથી જ રેહવાની ! શિક્ષકો એ આપવાની સાથે સતત મેળવતા પણ રહેવું જ પડે!

મનુષ્યના ઉત્કર્ષનો પાયો એ શિક્ષણ છે અને આથી જ સૌનું ધ્યાન પહેલા શિક્ષક ઉપર જ જાય છે. શિક્ષણ એ બહુ પરિણામી પ્રકિયા છે. ચારે દિશાએથી આવતા નિતનવા પ્રવાહોથી શિક્ષકે વાકેફ તો રહેવું જ પડે છે. પરંતુ તેથી એ વિશેષ જોખમી પ્રવાહો સામે ખુદ ટક્કર ઝીલી વિદ્યાર્થીઓને જાળવતા આગળ વધતા રહેવું પડે છે. શિક્ષણ અનેક પ્રકારે મળે છે અને આથી જ શિક્ષકે સતત જાગ્રત રહી વિકાસતા રહેવું જરૂરી છે, ઉપરાંત વિદ્યાર્થી – શિક્ષક વચ્ચે એક સુમેળ ભર્યો વ્યવહાર – સંબંધ વિકસે તે પણ અત્યંત અગત્યનું છે . વિદ્યાર્થીની વયની જરૂરિયાતો તથા રૂચીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને મનથી- અંતરથી અભ્યાસ પ્રેરણા થાય તે પ્રકારની શિક્ષણ યાત્રા આપવી અત્યંત જરૂરી છે.

લાગતું વળગતું: વિદ્યાર્થીઓ : વાલી, શાળા અને સરકારની સંયુક્ત જવાબદારી

મનુભાઈ પંચોલીના શબ્દોમાં કહીએ તો શાચો શિક્ષક જગત જીવનનું દર્શન વિદ્યાર્થીને વર્ગખંડમાં કરાવે છે. આ વર્ગખંડ એટલે ફક્ત ચાર દીવાલો ની વચ્ચે આવેલી જગ્યા નહીં, પરંતુ ચાર દીવાલોની બહાર વિસ્તરેલું જ્ઞાન – જ્ઞાનનો અફાટ સાગર.

ફક્ત ગુગલ જ્ઞાન નહીં – આ વાત સમજવી પણ એટલી જ જરૂરી છે. ગાંધીજી કહેતા હતા કે, “ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોઈ તેવું કદી  બન્યું નથી“ એમ જ શિક્ષકે આપેલી સાચી કેળવણી – સાચા શિક્ષણનો પડઘો વિદ્યાર્થીએ સાચા અને જવાબદાર નાગરિક તરીકે ન આપ્યો હોઈ તેવું કદી બનતું નથી.

આજની શિક્ષણ દુનિયા મા ‘સફળતા’ એટલે ‘ભરપુર ગુણોથી સજાવેલું ગુણપત્રક’! આજનો શિક્ષક, વિદ્યાર્થી અને મા-બાપ આને જ  સફળતા સમજે છે અને તે મેળવવાના માટેના પ્રયાસમાં સાચી કેળવણીનો ક્ષય થાય છે. આજના સમાજે અને ખાસ કરી ને શિક્ષકે આ બાબતે સમજવાની અને તે માટે સજ્જ થવાની જરૂર છે.

સમજવાની અને સજ્જ થવાની પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઈએ. તે અમુક વર્ષો ચાલે અને પછી બંધ થઈ જાય તો વિકાસ રૂંધાય જાય. શિક્ષણ વ્યક્તિને સમષ્ટિ સાથે જોડતું હોવું જોઈએ. આ સૃષ્ટિ ફક્ત મનુષ્યો માટે જ નથી. આ સૃષ્ટી અન્ય કરોડો જીવો સાથે આપણું સહઅસ્તિત્વ છે તેવી જાગૃતિ શિક્ષણ દ્વારા મળવી જોઈએ.

ઘર, નિશાળ, ટ્યુશન,પરીક્ષાની ઘટમાળના બારમાંથી સમયાંતરે મુક્ત થાય અને સાચા શિક્ષણનો, સાચા જીવનનો ભાગ બને તે ખુબ જરૂરી છે. જેના થકી તે સ્વસ્થ, સંવેદનશીલ અને જાગૃત નાગરિક બનશે. જે આજના સમયની મુખ્ય માંગ છે. બજારીકરણના આ યુગમાં માણસ મટી ફક્ત ગ્રાહક બનતા જતા નાગરિકો ને સંવેદનશીલ માણસો બનાવવાની પડકારરૂપ ભૂમિકા માતા-પિતા, શિક્ષક, શાળા, સંચાલક, સમાજે સાથે મળીને નિભાવવાની છે.

eછાપું

તમને ગમશે: ઘરની બહાર કેરીનાં ગોટલા ફેંકશો તો ઇન્કમ ટેક્સની નોટીસ આવશે

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here