કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મનોરંજક લોકપ્રિયતા જળવાઈ રહે એવી પ્રાર્થના

0
356
Photo Courtesy: amarujala.com

ભારત દેશમાં, આઝાદી પછી સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનાર પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને 2019માં આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ તરફથી બિનહરીફ (?) રીતે નિમાયેલા, Prime Minister પદના ઉમેદવાર, ગાંધી પરિવારના લાડકા એવા રાહુલ ગાંધી અત્યારે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે બહુચર્ચિત કૈલાસ – માનસરોવરની યાત્રા પર ગયા છે ત્યારે દેશની હાલત અને શિવને પામીને રાહુલને જેવી પણ થઈ હશે, તેવી લાગણીનું વર્ણન કરતો એક લેખ લખવો જ રહ્યો.

એક જમાનો હતો જ્યારે “ખુદને ખુદ” બિરદાવી શકે તેવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં નહેરુ – ગાંધી કુટુંબનો ફાળો મોટો હતો. આ હિંમત ત્યાર પછીના કોઈ જ નેતાઓમાં જોવા મળી નથી. અને કદાચ એટલે જ, કોંગ્રેસ પક્ષને તેમનાં આ યૂથ આઇકોન પર દબાવ લાવવામાં વાંધો નથી. ડીગ્રીથી લઈને ભાષણમાં વિવિધતા લઈ આવતા આ “ગાંધી – રત્ન” માટે જેટલું લખીએ તેટલું વધુ (માફ કરશો)….. ઓછું છે.

દેશ પુરા 12 દિવસ માટે અજીબોગરીબ સંકટમાં છે. એક એવી વ્યક્તિ, કે જે દિવસ રાત, ચા વેચીને, પછી સંઘની સેવામાં અને બાદમાં પોતાના પક્ષને ઉભો કરીને તેને દોડતો કરવાની મહેનતમાં તમામની મહેનતમાં સહભાગી બનીને અને 13 વર્ષ એક રાજ્યના સંચાલનનો પાકટ અનુભવ લઈને વડાપ્રધાન બનેલા એક વ્યક્તિને પદભ્રષ્ટ કરવા માટે મહેનત કરી રહી છે.

લાગતું વળગતું: શું રાહુલ ગાંધી ખરેખર યૂથ આઇકોન છે ખરા? – એક ચર્ચા

આવી વ્યક્તિ જયારે આટલી લાંબીલચક યાત્રા માટે જ્યારે દેશમાંથી બહાર જાય ત્યારે દેશમાં અંધાધૂંધી સર્જાઈ જાય. વિરોધ પક્ષ ત્યાં પણ પીછો છોડે નહીં. પણ એક આખો “વર્ગ” છે, જેઓ રાહુલ ગાંધીની લોકપ્રિયતાના સાક્ષી છે અને followers તરીકે તેમની વફાદારી પણ એટલી હશે જ કે તેઓ પણ તેમનાં લાડલા નેતાની યાદમાં “non-veg (!)” જમવામાં નહીં ખાતા હોય.

રાહુલ ગાંધીએ પોતાની કૈલાસ યાત્રાની જાણ ટ્વિટ કરીને આપી જેમાં એક શ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો. રાહુલ ગાંધી કૈલાસ પર્વત જોઈને પેલો ટ્વિટ કરેલો શ્લોક (  ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मामृतम् गमय।ॐ शान्ति: शान्ति: शान्ति: ||) યાદ કરવાનો પ્રયત્ન કરશે જ અને ઘણી મથામણ બાદ યાદ નહીં આવતા ફક્ત શાંતિ.. શાંતિ.. થી કામ ચલાવી લેશે જ. (આ બાબતે હું એટલા માટે Sure છું કેમ કે પેલા “Rafael” ની ડીલમાં નક્કી થયેલા ભાવ તેઓને યાદ નહોતા એટલે દરેક ભાષણમાં અલગ અલગ “ભાવ” દર્શાવ્યા હતા.)

પણ એક વાત સ્પષ્ટ કરવી જ પડે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, માણસ તરીકે ઘણાં મોજીલા. આજે પણ તેમનાં ઘણાં જૂના ભાષણ સાંભળીને મન હળવું થઈ જાય છે. ખાસ કરીને પાર્લામેન્ટના ભાષણમાં અથવા તો વિવિધ ચૂંટણી પ્રચારમાં. તાજેતરમાં જ તેમણે તેમની લાગણીઓ ન રોકાતા PM મોદીને જે “Hug” આપ્યું, તે સમયનું ભાષણ તો ખૂબ મોજ કરાવી ગ્યું. હંમેશા શ્રોતાઓનો ખ્યાલ રાખનાર રાહુલ ગાંધીએ જ્યારે બહુચર્ચિત આલિંગન પછી જ્યારે જ્યોતિરાદિત્યને આંખ મારી ત્યારે તો નક્કી થઈ જ ગયું કે “રાહુલ ગાંધી એક નિષ્પક્ષ entertainer છે”. દેશ માટે આટલું કોણ વિચારે છે?

દેશની જનતા જ્યારે સિરિયસ તર્ક વિતર્કોથી થાકે ત્યારે તેમને રાહુલ ગાંધી જ વહારે આવે છે. કોંગ્રેસ છોડો પણ જરા એટલું વિચારો કે જો રાહુલ ગાંધી રાજનીતિમાં ન હોત તો દેશનું શું થયું હોત?  આપણે ચૂંટણી વિષયક ભાષણ સાથે કેવી રીતે સંકળાત? જવાબ જાણતા ન હોય ત્યારે બોડી લેંગ્વેજ કેવી રાખવી જોઈએ , તે આપણને કોણ શીખવાડત? પોતાની જાતને “પપ્પુ” તરીકે ભરી લોકસભામાં સ્થાપિત કરીને, તેને સતત maintain કરવી એ પણ કોઈ નાની – સુની વાત નથી. બિલીવ મી આજ સુધી એક પણ કોંગ્રેસ પ્રમુખ કે સામાન્ય કોંગ્રેસ નેતાએ પણ આવી હિંમત દાખવી નથી.

બસ, ભગવાન શિવ કોંગ્રેસ પક્ષનાં આ યૂથ આઇકોનને દેશની જનતાને હજી વધારે entertain કરવાની, ભાષણોમાં નવીનીકરણ લાવવાની, આંકડા યાદ રાખવાની, આંખને કાબૂમાં રાખવાની, ફાટેલાં જભ્ભા ન પહેરવાની, વડા પ્રધાનના સ્થાનને માન આપવાની, વિપક્ષ તરીકે ફરજ બજાવવાની, અને ક્યારેક ક્યારેક જનતા માટે પણ વિચારવાની શક્તિ આપે તેવી અભ્યર્થના.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: ભાજપે રામ મંદિરનો મુદ્દો મારી પાસેથી હાઈજેક કર્યો છે: સોનિયા ગાંધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here