શું થયું? ના નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિક બહુ જલ્દીથી કરશે એક ધડાકો!

0
359
Photo Courtesy: Krushnadev Yagnik's Facebook Profile.

મિત્રો,  જીવન એવી રીતે જીવો કે આજે છેલ્લો દિવસ હોય…. કાલે જ મોત આવે તો પણ કોઈ અફસોસ ના રહે..આજે Fryday ફ્રાયમ્સના આપણા મહેમાન પણ કદાચ એવી જ ફિલોસોફીમાં માને છે… કેમ કે દિગ્દર્શક તરીકે એમણે પ્રથમ સોપાન મૂકયું છેલ્લો દિવસ ફિલ્મથી…. તો શાનદાર સ્વાગત છે ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક નું…

પંકજ પંડ્યા : વેલકમ સર…

કૃષ્ણદેવ યાજ્ઞિક : આભાર…

પંકજ પંડ્યા : સૌ પ્રથમ તો તમારી હમણાં જ રજૂ થયેલી ફિલ્મ શું થયું ને બોક્સ ઓફિસ પર મળેલ અપાર સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન….

કૃયા : thanks a trillion…..

પંકજ પંડ્યા : શું તમે નાનપણથી જ વિચારેલું ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવવાનું?

કૃષ્ણદેવ યાજ્ઞિક : સાચું કહું તો મેં મારા સ્વપ્ન સમા કારકિર્દીના એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં jump લાવવાનું કાર્ય કર્યું છે.

પંકજ પંડ્યા : હું સમજ્યો નહીં…. જરા વિસ્તારથી સમજાવશો ,?

કૃયા : મારું સ્વપ્ન હતું કે હું સંગીત દિગ્દર્શક બનું…. મેં મારી કારકિર્દીની શરૂઆત જાણીતા સંગીતકાર જતીન પંડિતના ગ્રુપમાં ગિટારિસ્ટ તરીકે કરેલી….

પંકજ પંડ્યા : શું વાત કરો છો ? તમને ક્યારે અહેસાસ થયેલો કે તમે ગિટાર વગાડી શકો છો ?

કૃષ્ણદેવ યાજ્ઞિક : નાનપણમાં મને ખંજવાળવાની બહુ આદત હતી…. મારી ખંજવાળવાની સ્ટાઈલ જોઈ મિત્રો એવું કહેતા કે જો હું ગિટાર પર હાથ અજમાવીશ તો જરૂર સફળ થઈશ….

પંકજ પંડ્યા : પછી તમે સંગીતકાર તરીકે કારકિર્દી બનાવવાનો પ્રયત્ન ના કર્યો ?

કૃયા :  કેમ નહીં ? ખૂબ પ્રયાસ કરેલો… એક વખત જ્યારે પંકજ કપૂરે શાહીદને લઈને માસૂમ બનાવવાની જાહેરાત કરી ત્યારે એમની  કારનો બાઇક પર પીછો કરેલો…. એમણે સીડી સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી…. નવરાશના સમયે હું છેલ્લો દિવસની સ્ક્રિપ્ટ લખતો હતો…. સંગીતકાર બનવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા પછી દિગ્દર્શનમાં ઝંપલાવ્યું…. તમારી ભાષામાં કહું તો jump-લાવ્યું… અને આજે તમારી સમક્ષ ઉપસ્થિત છું…

પંકજ પંડ્યા : વાહ… એટલે એમ કહી શકાય કે તમે સંગીત દિગ્દર્શક ના બની શક્યા પણ આજે એક સંગીન દિગ્દર્શક બનીને ઊભરી આવ્યા છો…. એક પંકજે તમારી સંગીતની સીડી સ્વીકારવાની ના પાડી તો તમે દિગ્દર્શક તરીકે સફળતાની અનેક સીડીઓ સર કરી… આજે બીજા એક પંકજ સામે સફળ દિગ્દર્શક તરીકે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો….

કૃષ્ણદેવ યાજ્ઞિક : હાહાહાહાહા…..

પંકજ પંડ્યા : મેં તમારી છેલ્લો દિવસ, કરસનદાસ અને શું થયું…. ત્રણેય ફિલ્મ જોયેલી છે… ખૂબ મજા આવી….

કૃયા : મારી ત્રણ નહિ… ચાર ફિલ્મો છે… તમે વાંઢા વિલાસ ભૂલી ગયા….

પંકજ પંડ્યા : એ અંગે હું કંઈ વાત કરવા નથી માંગતો..

કૃષ્ણદેવ યાજ્ઞિક : કેમ ? શું થયું ?

પંકજ પંડ્યા : આપણે ક્રિકેટ રમતા’તા…..

કૃયા : હાહાહાહાહા…. Btw શું થયું વિશે તમારો શો અભિપ્રાય છે ?

પંકજ પંડ્યા : મને લાગે છે કે દરેક ફિલ્મ બનાવતી વખતે તમે ચોક્કસ પ્રકારનું રિસ્ક લો છો….

કૃષ્ણદેવ યાજ્ઞિક : એક્ઝેટલી…

પંકજ પંડ્યા : અને એને એ રીતે વળગી રહો છો કે તમે જે માર્કેટ સેગમેન્ટ પર ભરોસો રાખીને આટલું મોટું જોખમ લો એ સેગમેન્ટ તમને ખોબલે ને ખોબલે વધાવી લે અને તમે સાચા સાબિત થાઓ….

કૃયા : એકદમ સાચું……… શું થયુંમાં…

પંકજ પંડ્યા : હું એ જ કહેવા જતો હતો… પારંપરિક ફિલ્મ દર્શકો… ફિલ્મના સંવાદોમાં પચાસ ટકા જેટલા  પુનરાવર્તિત થતા હોય તો પૈસાની બરબાદી ગણતા હોય…. તો એક સંવાદ બીજી વાર બોલાય ત્યારે પંચ લાઇન બની જાય છે… એવું સમજી શકે અને માણી શકે તેવા દર્શકો પર મદાર રાખીને તમે જોખમ લીધેલું છે…

કૃષ્ણદેવ યાજ્ઞિક : તમે તો આખલાની આંખ પર નિશાન તાક્યું…..

પંકજ પંડ્યા : hmmmmm….

કૃયા : your hmmmmm also seems to be a punch….

પંકજ પંડ્યા :  હાહાહાહા….  સક્સેસ પાર્ટી ક્યારે આપો છો ?

કૃષ્ણદેવ યાજ્ઞિક :  શાની સક્સેસ પાર્ટી ? શું થયું ? આપણે ક્રિકેટ રમતા’તા… . ચિકણાએ  બોલ નાખ્યો…. નિલિયાએ  ફટકો માર્યો… હું કેચ પકડવા પાછો ગયો… મારો પગ લપસ્યો… મન માથામાં વાગ્યું…

પંકજ પંડ્યા : એટલે તમે પાર્ટી આપવા નથી માંગતા એમ જ ને ?

કૃયા : શાની પાર્ટી ? શું થયું ? આપણે ક્રિકેટ રમતા’તા….

પંકજ પંડ્યા : બસ… બસ… બસ…

કૃષ્ણદેવ યાજ્ઞિક : ટ્રેન… ટ્રેન… ટ્રેન…

પંકજ પંડ્યા : પ્લેન…. પ્લેન…. પ્લેન….

કૃયા : રોકેટ…

પંકજ પંડ્યા :  હાહાહાહાહા….  શું થયું ની સિકવલ અંગે વિચાર્યું છે ?

કૃષ્ણદેવ યાજ્ઞિક : પાછું શું થયું ? આપણે પાછું.. ક્રિકેટ રમતા’તા….

પંકજ પંડ્યા : તો મિત્રો, આજે કૃષ્ણદેવ યાજ્ઞિક પાસેથી ખૂબ જ અગત્યની માહિતી જાણવા મળી છે… નજીકના ભવિષ્યમાં તેઓ આપણી સમક્ષ શું થયું ની સિકવલ લઈને ઉપસ્થિત થશે… જેનું ટાઇટલ હશે… પાછું શું થયું ?

કૃયા : ઓહ…..

પંકજ પંડ્યા : તમારી જોડે વાતો વાગોળવાની મજા આવી… fryday ફ્રાયમ્સના મંચ પર આવવા બદલ આભાર….

કૃષ્ણદેવ યાજ્ઞિક : મને પણ મજા આવી… તમારો પણ આભાર…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

લાગતું વળગતું: સુપર સ્ટાર મલ્હાર ઠાકર પોતાને સુપર સ્ટાર કહેવડાવવાનું પસંદ કેમ નથી કરતા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here