શું તમે પણ ફૂડ લેફ્ટ ઓવર સમસ્યાથી ગ્રસ્ત છો? પરંતુ હવે નહીં રહો તેની ગેરંટી

2
155
Photo Courtesy: Aakanksha Thakore

રસોડામાં આપણે વારંવાર એક સમસ્યાનો સામનો કરીએ છીએ, એ છે ‘લેફ્ટ ઓવર’. સામાન્ય રીતે શાક વધે તો તેને બીજે દિવસે સ્ટફડ પરોઠા તરીકે બનાવીને વાપરી લઈએ છીએ. ભાત વધ્યો હોય તો વઘારેલો ભાત બનાવીએ છીએ અને રોટલી વધી હોય તો ખાખરા બનાવી દઈએ છીએ. પણ એક સમય પછી આપણને પણ એ વાતથી જ કંટાળો આવે છે અને લેફ્ટ ઓવર ની સમસ્યા તો ચાલુ જ રહે છે. એટલે આજે આપણે એવી કેટલીક વાનગીઓ જોઈશું જે આ લેફ્ટ ઓવર રૂપી સમસ્યાનો થોડો-ઘણો ઉકેલ લાવી શકશે.

વેજીટેરિયન બીન ચલુપા

Photo Courtesy: Aakanksha Thakore

 

ચલુપા એક મેક્સિકન વાનગી છે, જેમાં તમે લેફ્ટ ઓવર કરેલી રોટલીને ટેસ્ટી બનાવી શકો છો. અને વધેલી રોટલી ન હોય તો એની જગ્યા એ કોર્ન ટોર્ટીયા (બજારમાં તૈયાર મળે છે) વાપરી શકો છો. અહીં ફીલિંગમાં બીન્સની જગ્યા એ લેફ્ટ ઓવર સબ્જી કે શાક ઉમેરીને તેને ફ્યુઝન ટ્વિસ્ટ આપી શકાય છે.

 

સામગ્રી:

8 રોટલી

2 ટીસ્પૂન તેલ

1 નાનો કાંદો, ઝીણો સમારેલો

2 હલાપીનીઓ મરચા, બિયા કાઢી, ઝીણા સમારેલા (અથવા બી કાઢેલા ભોલર મરચા)

1 કપ ઝીણા સમારેલા ટામેટા

1 કપ ઝીણી સમારેલી આઇસબર્ગ લેટ્યુસ

1 કપ રીફ્રાઈડ બીન્સ (જુઓ ટીપ-1)

1 કપ છીણેલું ચીઝ

મીઠું, સ્વાદ અનુસાર

પીરસવા માટે:

સાર ક્રીમ (જુઓ ટીપ-2)

ટીપ:

 1. રીફ્રાઈડ બીન્સ:

બજારમાં તૈયાર મળે છે, જો ના મળે તો, નાના રાજમાને 8-10 કલાક પલાળી, બાફી ને ઝીણા સમારેલા કાંદા સાથે સાંતળી લેવા.

 1. સાર ક્રીમ:

દહીંના મસ્કામાં મીઠું નાખી, બરાબર મિક્સ કરી દો.

 

રીત:

 1. એક નાના પેનમાં તેલ ગરમ કરો. તેમાં કાંદા અને હલાપીનીઓ નાખી, 5-6 માટે સાંતળો.
 2. તેમાં ટામેટા નાખી ઉકળવા દો. ઉભરો આવે એટલે તાપ ધીમો કરી મીઠું નાખો, ધીમા તાપે 15 મિનીટ ખદખદવા દો.
 3. ગેસ પરથી દૂર કરો, પણ ગરમ રહેવા દો.
 4. રોટલીને માઇક્રોવેવમાં કે ટોસ્ટર ઓવનમાં ગરમ કરી, એને અર્ધગોળાકાર આકારમાં વાળો.
 5. તેમાં થોડીક લેટ્યુસ, 1 ચમચો રીફ્રાઈડ બીન્સ અને થોડોક ટોમેટો-હલાપીનીઓ સોસ મૂકો. ઉપરથી થોડું ચીઝ ભભરાવો.
 6. પ્લેટમાં સાર ક્રીમ સાથે સર્વ કરો.

 

બીન પીલાફ

Photo Courtesy: Aakanksha Thakore

લેફ્ટ ઓવર કરેલા ભાતને સ્વાદિષ્ટ બનાવવા માટે બે વાનગીઓ છે. એક છે બીન પીલાફ, જે ટ્રેડીશનલ મિડલ-ઇસ્ટર્ન વાનગીનું નવીનીકરણ છે. જયારે બીજી છે, ટોમેટો ભાત, જે એક ટ્રેડીશનલ સાઉથ ઇન્ડિયન વાનગી છે.

સામગ્રી:

2 કપ ભાત

1 કપ સફેદ ચોળા (અથવા નાના રાજમા), 6 થી 8 કલાક પલાળીને બાફેલા

2 કપ ટોમેટો પ્યુરી

1 મધ્યમ આકારની ડુંગળી, ઝીણી સમારેલી

1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1 લીલું મરચું, ઝીણું સમારેલું

1 ટેબલસ્પૂન તેલ

2 ટીસ્પૂન મિક્સ હર્બ

મીઠું સ્વાદ મુજબ

 

રીત:

 1. એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો.
 2. તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
 3. તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો અને તામેતાની કચાશ જાય ત્યાંસુધી તેને સીઝવા દો.
 4. તેમાં બીન્સ (ચોળા કે રાજમા) ઉમેરો અને જોડે જોડે મીઠું અને મિક્સ હર્બ ઉમેરી બરાબર ભેળવી દો અને 3 થી 4 મિનીટ માટે ગ્રેવીને ખદખદવા દો.
 5. જરૂર લાગે તો બીન્સનું જ થોડું પાણી ઉમેરો.
 6. થોડી ગ્રેવી બાજુમાં કાઢી લો.
 7. હવે તેમાં ભાત ઉમેરો. બધા જ ચોખા એકસાથે ના ઉમેરતા, ધીરે ધીરે ઉમેરતા જવું અને ગ્રેવીમાં ભેળવતા જવું. જેથી કરીને પુલાવ એકદમ કોરો કે વધારે પડતો ગ્રેવીવાળો ન બને.
 8. પેનને ઢાંકણ ઢાંકી 5 થી 10 મિનીટ માટે રહેવા દો. કોથમીરથી સજાવી, દહીં અને વધેલી ગ્રેવી સાથે સર્વ કરો.

 

ટોમેટો ભાત

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

3 કપ રાંધેલા ચોખા (બાસમતી ચોખા)
1 મધ્યમ મોટી ડુંગળી
5-6 નાના મધ્યમ ટામેટા
1/2 ટીસ્પૂન રાઈ
1 ટીસ્પૂન ચણા દાળ

1 ટીસ્પૂનઅડદદાળ

1 ટીસ્પૂન લસણ પેસ્ટ
1/4 ટીસ્પૂન મેથીના દાણા

1/4 ટીસ્પૂન હળદર
2 ટીસ્પૂન સંભાર પાવડર
1 સૂકાં લાલ મરચાં
3 ટીસ્પૂન તેલ
હિંગ ચપટી
મીઠું સ્વાદ મુજબ
મીઠો લીમડો થોડા પાંદડા
પાણી 1 કપ

રીત:

 1. એક પેનમાંતેલ ગરમા કરો.તેલગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.
 2. રાઈ તતડે એટલે હિંગઅને લાલમરચાં,ત્યારબાદઅડદનીદાળઅનેચણાદાળઉમેરો.
 3. દાળનો રંગબદલવાનોશરૂજાય, એટલેમેથી દાણા ઉમેરો.
 4. લસણપેસ્ટ ઉમેરો અને થોડી સેકન્ડો માટે સાંતળો.
 5. ડુંગળી અને મીઠું ઉમેરી 2-3મિનિટ માટે સાંતળો.
 6. ડુંગળીનરમ થાય ત્યારે, પેનમાંટામેટાંઉમેરો અનેગરમી વધારો છે.હળદરઉમેરો અને બરાબર હલાવો.ટામેટા નરમ થાય ત્યાં સુધીઊંચા તાપેપર પકવો.
 7. એક કપ પાણીઉમેરો અને મીઠો લીમડો નાખી અને સંભાર પાવડરઉમેરો અને બરાબર હલાવો.
 8. ઢાંકણ ઢાંકીમધ્યમ ગરમીપર5 થી 7મિનિટ માટે રંધાવા દો.
 9. ધીરે ધીરે રાંધેલા ભાત ઉમેરો. પૂરતીગ્રેવીછેતેની ખાતરી કરવા માટે થોડા થોડા ભાત ઉમેરો.
 10. ઢાંકણ ઢાંકીઅને ધીમા તાપે5મિનિટ માટેરંધાવા દો.
 11. પાપડ, દહીં, રાયતાં અથવામસાલેદારચટણીસાથેગરમગરમ પીરસો.

તો આશા છે કે તમે આ ત્રણ વાનગીઓના ઉપયોગ દ્વારા તમારા રસોડાની લેફ્ટ ઓવર સમસ્યાને કેટલીક હદ સુધી હળવી કરી શકશો.

eછાપું

તમને ગમશે: Being Woman And Having Breast Cancer – Just Imagine!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here