અલીબાબાના સ્થાપક અને નિવૃત્ત ધનપતિ જેક મા કોણ છે? શું છે?

2
410
Photo Courtesy: inc.com

અલીબાબા અને ચાલીસ ચોર ની જૂની પુરાણી વાર્તા આપણે સહુએ સાંભળી જ છે, પણ આ નવા જમાનામાં અલીબાબા એ સફળતાનું બીજું નામ બન્યું છે અને આ અલીબાબાના સ્થાપક એટલે જેક મા જેમનું સાચું નામ છે Ma Yun. આજ નો દિવસ ઇતિહાસમાં અમર થઇ જવાનો છે. 10 સપ્ટેમ્બર 1964 માં જન્મેલા Jack Ma આજે જ નિવૃત્તિ લઇ રહ્યા છે. આજે આપણે જેક મા અને એમની સફળતા વિષે ચર્ચા કરશું.

China ના Hangzhou શહેરમાં જન્મેલ જેક મા દરરોજ 70 Mile જેટલી સાઇકલ ચલાવીને એક હોટેલ માં જતા હતા જ્યાં આવતા Tourists ને આજુબાજુની જગ્યાઓ દેખાડતા હતા. આ કામ તેઓ માત્ર એટલા માટે કરતા હતા કે તે Visitors જોડે વાતો કરી પોતાનું અંગ્રેજી સુધારી શકે. આ પ્રોસેસ એમણે સતત 9 વર્ષ સુધી જાળવી રાખી. હકીકતે તેમનું સાચું નામ Ma Yun છે પણ આ મુલાકાતીઓ માંથી એક તેમના ખાસ મિત્ર બન્યા અને તેઓ Ma Yun સાથે સતત પત્ર વ્યવહાર રાખતા હતા અને તેમને Ma Yun ને બદલે તેને Jack કહેવાનું શરુ કર્યું.

ચીનની કોલેજોમાં  વર્ષમાં માત્ર એક વખત Entrance Exam લેવામાં આવે છે. Jack Ma એ સતત ચાર વર્ષ એ પરીક્ષા આપી ત્યારે તેઓ એ પરીક્ષામાં પાસ થઇ શક્યા હતા.  આખરે 1988 માં B A With English સાથે એમણે Graduation પૂરું કર્યું હતું. જોકે અત્યાર સુધી બહુ સામાન્ય લાગતી તેમની આ સફરમાં ખરો રોમાંચ હવે જ શરુ થાય છે

Graduation પૂરું કર્યા બાદ જેક મા એ 30 જેટલી અલગ અલગ કંપનીઓમાં નોકરી માટે પ્રયત્ન કર્યા હતા પણ દરેક જગ્યાથી તેમણે Reject કરવામાં આવતા હતા. KFC જયારે ચીનમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જેક મા અને એ સિવાય બીજા 23 લોકો Job Interview માટે ગયા હતા. જેક મા સાથે ગયેલા એ 23 લોકો Select થઇ ગયા અને જેક મા ને વધુ એક નિષ્ફળતા હાથ લાગી હતી.

આ પછી તેમણે  Hangzhou Dianzi University માં English Teacher તરીકેની નોકરી સ્વીકારી હતી. Teacher સાથેની Job સાથે સાથે તેમણે Masters માટે વિશ્વ પ્રસિદ્ધ Harward University માં દસ વખત Apply કર્યું હતું અને તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.આખરે Cheung Kong Graduate School of Business માંથી તેમણે 2006 માં Masters ની Degree મેળવી હતી.

આ સમગ્ર સફર દરમ્યાન એક એવી અનોખી ઘટના બની હતી જેણે આપણા સહુની અને ખાસ તો જેક મા ની દુનિયા જ બદલાવી નાખી હતી. વર્ષ 1995માં જેક મા તેમના મિત્રો સાથે USA ની સફર પર ગયા હતા અને ત્યાં તેમણે પહેલી વખત Internet વિષે જાણ્યું હતું. Internet નો ઉપયોગ પહેલી વહેલી વખત Jack Ma એ કર્યો હતો અને એ સાથે જ તેઓ અચંબિત થઇ ગયા હતા.

લાગતું વળગતું: ઓનલાઈન ખરીદી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ રહી

અલબત્ત તેમનું પહેલું Search એ Beer વિષે હતું અને તેમને જે માહિતી મળી હતી તેમાં China કશે જ ન હતું. China વિષે Search કર્યું તો ત્યાં પણ તેમને કશું જ મળ્યું નહતું. આ સમયે એમણે નક્કી કરી લીધું હતું કે તેઓ China જઈ અને Internet વિષે લોકોને વાત કરશે અને Internet દ્વારા જ પોતાનું ભવિષ્ય ઘડશે. China પરત ફરતા જ તેમણે તેમના કેટલાક મિત્રો સાથે Internet વિષે વાત કરી અને તેઓએ તેમણે પાગલ માણસ તરીકે ખપાવી દીધા. તેમના મિત્રો અને કેટલાક સામાન્ય લોકોનું કહેવું હતું કે Internet એ માત્ર કલ્પના છે અને એ સિવાય બીજું કશું જ નહીં.

આખરે તેમણે અને તેમના કેટલાક ધૂની મિત્રોએ China વિષે Ugly Website બનાવી. સવારે 9.40 એ તેમણે વેબસાઈટ લોન્ચ કરી અને બપોરે 12.30  થતા તેમને કેટલાક Chinese Investors ના E-Mail મળવાના શરુ થયા. તેઓ જેક મા વિષે અને તેમની Website વિષે વધુ જાણવા માંગતા હતા. અગાઉ જોયેલું સપનું અને એ પછી Chinese Investors ના પ્રતિભાવો બાદ Internet માટે તેમનો સંકલ્પ વધુ ગાઢ બન્યો હતો. પત્ની Cathy અને બીજા મિત્રો સાથે ભેગા થઇ અને 20000 US Dollar નું Fund ભેગું કર્યા બાદ તેમણે China Pages નામની Company શરુ કરી હતી જેમાં તેઓ વિવિધ Companies ની Websites બનાવતા હતા.

USA માં રહેલા મિત્રો નો સાથ મળતા અત્યંત ટૂંકા સમયમાં જ તેમણે અદભૂત સફળતા મળી હતી. જયારે મિત્રો સાથે China Pages દ્વારા બનાવાયેલ પહેલી Website જોવાનું નક્કી થયું ત્યારે પુરા સાડા ત્રણ કલાક સુધી Buffering થયા પછી Website નું માત્ર અડધું Page નજરે ચડ્યું હતું એ સમયે Jack Ma એ China ના લોકો માટે Internet શું છે એ સાબિત કરી દીધું હતું, જોકે હજુ સફર અધૂરી હતી, Internet નો અસલી જાદુ હવે શરુ થવાનો હતો.

China ની Government દ્વારા ચાલતા China International Electronic Commerce Center ને દોઢ વર્ષ આપ્યા બાદ જેક મા ફરી પોતાના મૂળ વતન ફર્યા અને 18 મિત્રો સાથે મળી અને Alibaba ની સ્થાપના થઇ. એ સમયે તેમણે Alibaba ને એક Business to Business Hub તરીકે Promote કર્યું હતું અને ત્યારે પણ ઘણા લોકોએ તેમની આ વાતને એક દિવાસ્વપ્ન જ ગણાવ્યું હતું જોકે એક સમયે એક એક Dollar માટે અને એક એક Investor ની મુલાકાત અને તેમના Positive Approach માટે તરસી રહેલા જેક મા ને 500,000 Yuan નું Fund મળ્યું હતું.

આ પછી 25 Million USD નું બે વખત Foreign Capital Fund મળ્યું હતું અને Alibaba ને જાણેકે નવી પાંખો મળી હતી. એક સમયે જયારે Alibaba ની શરૂઆત થઇ ત્યારે શરૂઆતના કેટલાક દિવસો સુધી કોઈ પણ Business Owners પોતાની કોઈ વસ્તુ Alibaba પર વહેંચવા તૈયાર ન હતા ત્યારે જેક મા અને તેમની Team અંદરોઅંદર પોતાની જ વસ્તુઓ પોતાના જ Team Member ને વહેંચતા હતા અને Site પર Traffic Generate કરતા હતા.

સમય જતા Alibaba લોકો ની નજરે ચડ્યું ધીમે ધીમે Business Owners તેમાં આવતા થયા. તે સમયે પણ જેક મા દ્વારા દૂરંદેશી વાપરી અને Ali Pay ની સ્થાપના કરવામાં આવી હતી. 2004માં Ali Pay નામનું Virtual Wallet જેક મા દ્વારા સ્થપાઈ ગયું હતું.જેક મા દ્વારા માત્ર Alipay જ નહીં પણ Ali Express, Alibaba Cloud Computing, Taobao Marketplace જેવી અસંખ્ય Company ની સ્થાપના થઇ ચુકી છે.

વર્ષ 2014 માં 25 Billion USD સાથે New York Stock Market માં Alibaba નો IPO આવી ચુક્યો છે. આટલા વર્ષોમાં જેક મા દ્વારા Alibaba.com, Taobao Marketplace, Tmall, eTao, Alibaba Cloud Computing, Juhuasuan, 1688.com, AliExpress.com અને Alipay જેવી સંસ્થાઓ સ્થાપી ચુક્યા છે.

એક સમયે જેના સપના પર દુનિયા હસતી હતી, જેને નોકરી અથવા તો ભણવા માટે Admission સુદ્ધા આપવા કોઈ રાજી ન હતું તેવા જેક મા સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન હતા ત્યારે 9 January 2017 ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ  દ્વારા તેમને Trump Tower માં આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે ટ્રમ્પ ને આવનારા 5 વર્ષમાં પોતે 1 Million American Jobs ઉભી કરશે તેવું વચન આપ્યું છે.

જેક મા વિષે સહુથી રોચક વાત એ છે કે 2010 માં એક Summit માં તેમણે સ્વીકાર્યું હતું કે આજ સુધી તેમણે ક્યારે પણ Computer નો એક Program નથી લખ્યો! જેક મા એ પોતાનું Personal Computer તેઓ જયારે 33 વર્ષના થયા ત્યારે ખરીદ્યુ હતું. જેક મા હંમેશા  કહે છે કે નિષ્ફ્ળતાઓથી ડરવું નહીં , જ્યાં લોકો સતત ફરિયાદ કરે છે ત્યાં જ સફળ થવાની સહુથી મોટી તક છુપાયેલી છે.

20 થી 30 વર્ષની ઉમર દરમ્યાન સારા Leaders ને Follow કરો, 30 થી 40 દરમ્યાન એ કામ કરો જે હકીકતે તમે કરવા માંગો છો. 40 થી 50 દરમ્યાન પોતાના કામને 100 ટકા સમય આપો, જીવનમાં આ સમય દરમ્યાન કોઈ જ ભૂલ કરવાની ભૂલ કરશો નહીં. 50 થી 60 દરમ્યાન પોતાની Company માં રહેલા Young Minds ને Train કરો, તેમને Develop કરો કેમ કે તેઓ જેટલું કામ કરી શકશે એટલું તમે નહીં કરી શકો અને 60 પછી કશું જ કરવાની જરૂર નથી. તમે જીવનમાં અથાગ પરિશ્રમ કર્યો છે, હવે પોતાની જાત માટે સમય કાઢો.

જેક મા હવે પોતે એક પુસ્તક લખવાના છે અને એ પુસ્તકનું નામ હશે 101 Mistakes At Alibaba. Retirement બાદ પણ તેઓ હવે ફરી શિક્ષક બનવાના છે.

આ છે Internet નો કમાલ અને આ છે જેક મા. Happy Retired life જેક મા સર!

eછાપું

તમને ગમશે: બ્રાવો સુનિલ છેત્રી – ભારતીય સ્પોર્ટ્સ ફેન્સને ઢંઢોળીને જગાડવા બદલ

2 COMMENTS

  1. મારો એક પ્રશ્ન ઘણા સમયથી છે.
    Sell એટલે વેચવું થાય કે વહેંચવું?
    ઘણી જગ્યા એ selling માટે વહેંચવું શબ્દપ્રયોગ જોયો છે. ઘણા વેચવું જ કહે છે.

    • Sell એટલે વેચવું જ થાય. વહેંચવું એટલે distribute કરવું જેમાં પૈસા involve ના હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here