Apple ના બે નવા સ્માર્ટફોન્સ iPhone XS અને iPhone XR કેવા છે?

0
297
Photo Courtesy: cnet.com

ગતસપ્તાહે જે Apple Event વિષે આપણે વાત થઇ હતી તે આખરે પુરી થઇ ગઈ અને Apple દ્વારા નવા iPhones; iPhone XS અને iPhone XR તેમજ  Apple Watch Launch કરવામાં આવ્યા છે. આ સાથે જ વધુ એક વખત Trollers ને Apple Users ની મજાક ઉડાવવાનો મોકો મળી ગયો છે. આ વખતે Launch થયેલા iPhones વિષે આપણે આજે અહીંયા ચર્ચા કરીશું.

iPhone XS

28 September થી iPhone XS Market માં available થઇ જશે. ભારતીય બજાર મુજબ iPhone XS ના 64GB માટે રૂ. 99,900, 256GB માટે રૂ. 1,14,900 તથા 512GB માટે રૂ. 1,34,900 જેટલી અધધધ કિંમત ચૂકવવી પડશે. ચોક્કસપણે આ અત્યાર સુધીનો Most Expensive Ever iPhone છે. 5.8 ઇંચની Super Amoled Screen ધરાવતા આ iPhone ને Powerful બનાવવા માટે Apple A12 Chipset નો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા Hexacore CPU અને 4 Core Graphics ધરાવતું Apple GPU  હાજર છે.

64/256/512 GB Internal Storage ધરાવતા આ iPhone માં 4GB RAM મળશે. મને યાદ છે મેં પહેલોવહેલો iPhone 3GS વાપરેલો જેમાં RAM માત્ર 256 MB હતી પરંતુ એ iPhone છેલ્લે સાવ Dead થઇ ગયો ત્યાં સુધી ક્યારેય પણ Hang નથી થયો કે એના Multitasking માં ક્યારે પણ કોઈ જ તકલીફ નથી થઇ. હવે 256 MB માં જો આ performance હોય તો 4GB RAM નું Performance કેવું હશે એ તો ખરેખર કલ્પના બહારનું જ છે.

Camera વિષે વાત કરીએ તો એક સમયે Apple સર્વોચ્ચ હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી Samsung, Oneplus અને Huawei p20 pro દ્વારા તગડી સ્પર્ધા પુરી પાડવામાં આવી રહી છે. આ વખતે iPhone XS માં પણ 12 Megapixel + 12 Megapixel Dual Camera ઉપલબ્ધ છે જે Quad-LED dual-tone flash અને HDR Mode ધરાવે છે. Selfie Camera હવે 7 Megapixel નો થઇ ગયો છે. આ વખતે Camera બાબતે પણ Apple દ્વારા ખાસ્સી મહેનત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

3.5 mm નો Headphone Jack અહીંયા પણ તમને Missing જ મળવાનો છે. આ સિવાય Face ID, accelerometer, gyro, proximity, compass, barometer જેવા Sensors ની ફોજ તમારી સેવા કરવા માટે હાજર છે.

આ વખતના iPhone માં સહુથી મોટો બદલાવ એ છે કે તે હવે Dual SIM થઇ ગયા છે. એક Nano SIM જયારે બીજો Slot E-Sim નો રહેશે. સહુથી પહેલા E-Sim શું છે એ વિષે ટૂંકી જાણકારી લઈએ.

E-Sim એટલે તમારા Phone સાથે Company દ્વારા પહેલેથી જ Connect થયેલું SIM. જેને તમે જાતે બદલાવી અથવા કાઢી નથી શકતા. આ E-SIM નો Concept Apple માટે નવો નથી પરંતુ ભારતીય વપરાશકર્તાઓ માટે ચોક્કસપણે નવો છે. E-Sim ની સહુથી મોટી ખૂબી એ છે કે જો તમારે Service Provider Change કરવો હોય તો તમારે Physical SIM ની કોઈ જ જરૂર નથી. માત્ર નાનકડી Process અને તમારો Service Provider Change થઇ જશે. આ સમયે Apple સાથે માત્ર Airtel અને Jio બે જ કંપનીઓ E-Sim માટે જોડાયેલી છે. એટલે તમે નવો નક્કોર iPhone XS ખરીદવાનું વિચારો છો તો તમને Jio અથવા Airtel નું એક Connection તો Apple દ્વારા જ આપવામાં આવશે અને બીજું SIM Card જે Nano Slot છે તેમાં તમે લગાવી શકો છો.

આ સિવાય iPhone XS સાથે Apple દ્વારા iPhone XS MAX પણ launch કરવામાં આવ્યો છે જેની Screen Size 6.5 Inch છે તથા આ માત્ર Single SIM iPhone છે. આ સમયે iPhone XS MAX ભારતમાં Launch નથી કરવામાં આવ્યો જેથી તેની કિંમત વિષે વધુ ફોડ પડવો યોગ્ય નથી. આ વખતે Apple દ્વારા China માં Physical Dual Sim iPhone launch કરવામાં આવ્યા છે.

લાગતું વળગતું: ગૂગલ વિરુદ્ધ યુરોપિયન યુનિયન અને એપ્પલ વિરુદ્ધ TRAI

iPhone XR

Apple દ્વારા iPhone XS ની સાથે સાથે iPhone XR પણ Launch કરવામાં આવ્યો છે. ભારતીય બજાર મુજબ 64GB માટે રૂ, 76900, 128GB માટે રૂ. 81900 તથા 256GB માટે રૂ. 91900 રૂપિયા જેટલી ધરખમ કિંમત ચૂકવવી પડી શકે છે. આમ જોવા જાઓ તો iPhone XR માં Screen Size અને Camera સિવાય વધારે કઈ જ ખાસ બદલાવ નથી કરવામાં આવ્યો. iPhone XS ની સામે iPhone XR 6.1 Inch ની IPS LCD Screen તથા 828 x 1792 pixels ધરાવે છે. Chipset અહીંયા પણ તમને A12 જ મળશે જયારે HexaCore CPU અને 4 Core Graphics ધરાવતું Apple GPU મળશે. અહીંયા તમને 3GB RAM મળશે. Camera અહીંયા તમને Dual Lens નહીં મળે. Rear Camera 12 Megapixel with Quad-LED dual-tone flash મળશે જયારે Selfie Camera તમને 7 Megapixel નો મળશે. Apple iPhone XR 26 October થી Market માં Available થઇ જશે.

આજના Apple iPhone Article નું final Conclusion એટલું થઇ શકે કે જો તમને iPhone વાપરવાનો જ શોખ હોય તથા તમારું ખિસ્સું એ ખામી શકે તેમ હોય તો જ હમણાં ને હમણાં Apple iPhone XS અથવા તો XR ખરીદવાનું જોખમ લેવું જોઈએ. થોડો સમય રાહ જોવાથી કિંમત માં થોડો ઘટાડો અને અન્ય લાભ ચોક્કસપણે મળી શકે તેમ છે.

eછાપું

તમને ગમશે: જીવન વીમો એ ખર્ચ નથી પરંતુ જીવનજરૂરી રોકાણ જરૂર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here