અનુપ જલોટા જેવા સાત્વિક મનુષ્ય પાસેથી દેશનો યુવાવર્ગ ઘણું શીખી શકે છે

0
324
Photo Courtesy: indiatvnews.com

જીવન હંમેશા સાદગીભર્યું રાખો, લોકો આજે પશ્ચિમ સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે જ્યારે ફક્ત જીવનભર કોઈ પણ જીન્સ પેન્ટ નહીં, કોઈ ટેટુ નહીં, કોઈ હીપહોપ કે કોઈ પણ જાતના શોરશરાબાવાળા ગીતો વગર અનુપ જલોટા સાહેબે એ જે હાંસલ કર્યું છે એ આજકાલનાં નવયુવાન ક્યારેય હાંસલ નથી કરી શકવાના. એ લોકો બસ બેઠા બેઠા PUBG  ટીચ્યા કરશે. તો આવો જાણીએ આ મહાપુરુષના જીવનમાંથી આપણે બીજું શું શું શીખી શકીએ?

  • જે પણ કામ કરવું એ અનુપ જલોટા ભજન ગાતી વખતે જેમ લીન થઇને ઓતપ્રોત થઇને મગન થઈને કરે છે એજ રીતે લીન થઇને કરેલા કામોનો જસ મળશે અને જીવનમાં આગળ જતા જસલીન મળશે.
  • જીવને તમને જે કામ શીખવાડ્યું છે એને પકડી રાખો. ઘણા લોકો નોકરી ધંધો બદલ બદલ કરે છે એમાં ને એમાં જીવન પૂરું થઇ જાય છે અને સ્થાયી ધંધો ના હોવાને કારણે કોઈ છોકરી પણ આપતું નથી. જ્યારે અનુપજી જેવા મહાન આત્માઓ હારમોનિયમ લઈને એક જ ધંધા ઉપર બેસી રહેલા જ આગળ જતા આર્થિક તેમજ પ્રેમની કમાણી પણ કરે છે.
  • જીવનમાં હરણફાળ ભરવાનાં ચક્કરમાં હરણ મારવું, ફૂટપાથ ઉપર લોકોને કચડવાથી તમને જીવનભરની એકલતા મળશે પણ જો અનુપ જલોટા સાહેબની જેમ હારમોનિયમ લઇને એક જગ્યાએ બેસી ગયા તો જીવનની છેલ્લી ક્ષણો સુધી બેકલતા મળશે.
  • ઉમર ફક્ત એક આંકડો છે, એ ખાસ યાદ રાખવું. “સાઠે બુદ્ધિ નાઠી” એવી બધી ખોટી કહેવતો છે. સાઈઠ એ એવી ઉંમર છે જેના તમે છૂટા કરાવીને ત્રીસ-ત્રીસ વાળી બે મેળવી શકો. તમે શું સમજ્યા? અરે મનપસંદ ટીકીટ લઇને આખા શહેરનો પ્રવાસ કરી શકો અને સિનીયર સિટીઝન ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.
  • જીવનમાં એક સલાહ યાદ રાખવી જે શાહરૂખ ખાને રઈસમાં કીધી છે, “કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા!” મતલબ કે ભલે તમારો ધંધો તબલા અને મંજીરા અને હારમોનિયમ વગાડવાનો કેમ ના હોય તમારું વગાડેલું એક દિવસ ઉપરવાળો સાંભળશે અને તમને ઉપર બોલાવ્યા પહેલા તમને તમારી મહેનતનો બદલો આપશે એટલે પુરા ખંતથી મંજીરા વગાડો, ભજન મંડળીઓ બનાવો, એના વોટ્સએપ ગ્રુપ બનાવો, ક્યાંક ને ક્યાંક તો કોઈ ગ્રુપમાં તો સેટીગ પડી જ જશે અને તમને દર રાત્રે અનુપ જલોટા સાહેબની માફક ભજન-સંધ્યા કરવા મળશે.
  • Word Play હંમેશા સ્ત્રીઓને ગમે છે જેમકે ‘’મે નહીં માખન ખાયો અને મેને હી માખન ખાયો’’ એનાથી સ્ત્રીઓ તમને સેન્સ ઓફ હ્યુમર વાળા અને આકર્ષક સમજશે અને તમને તો જીવનના છેલ્લા પડાવ સુધી માખણ ખાવા મળશે.
  • જેમના વર્ષો સુધી લગ્ન નથી થતા તો નાસીપાસ ના થાવ. કદાચ તમારી ત્રીસની ઉમર સુધી તમારા માટેનાં સારા સાથીદારનો પૃથ્વી પર જન્મ જ ન થયો હોય એવું પણ બને. એવા કેટલાય ઉદાહરણ છે જેમ કે ઇમરાન ખાન, સૈફઅલી ખાન, પ્રિયંકા ચોપરા વગેરે વગેરે પ્રભુ ઉપર વિશ્વાસ રાખો અને ભક્તિમય ભજન ગાયા કરો. ઈશ્વર જરૂરથી સામે જોશે.

બસ અનુપ જલોટા સાહેબના જીવન પરથી આટલી પ્રેરણા મેળવશો તો જસ અને જસલીન તમારાથી બહુ દૂર નથી.

eછાપું

તમને ગમશે: કર્મ કાફે: અહીં ભોજન કરતી વેળા ગાંધીજી આસપાસ હોય એવું લાગે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here