કઈ Operating System શ્રેષ્ઠ? Google ની Android કે પછી Apple ની iOS?

0
351
Photo Courtesy: YouTube

Mobile Phone Operating System ના અલગ અલગ પ્રકાર છે. Apple તેના દરેક Product માં iOS નો ઉપયોગ કરે છે. Google અથવા અન્ય કંપનીઓ Android Operating System નો ઉપયોગ કરે છે. Microsoft ના Phone માં તેની પોતાની Operating System આવે છે જયારે Blackberry પણ પોતાની Operating System નો વપરાશ કરે છે. આમ જોવા જાઓ તો મહદંશે દરેક Operating System પોતપોતાની રીતે અત્યંત સારી જ છે પણ તેમના થોડા ઘણા નબળા પાસાઓ પણ છે. આજે આપણે અહીંયા iOS અને Android વિષે ચર્ચા કરશું.

અત્યારના Market Share મુજબ Android OS વાળા Phone સહુથી વધુ વેંચાય છે તથા iPhone ની કિંમત હંમેશા વધતી જ રહેતી હોય તેમ છતાં લોકોમાં હજુ Apple માટે નો હરખ ઓછો થવાનું નામ નથી લેતો. Android એ Google product છે અને તેમાં સમયાંતરે Security તથા અન્ય Updates આવતા રહે છે. iOS એ Apple Product છે તથા તેમાં પણ હવે તો સમયાંતરે Updates ની પ્રથા ચાલુ થઈ જ ગઈ છે.

Customization

આ સહુ થી મહત્વનું પાસું છે Android OS માટે. તમે તમારા Android Phone માં આવેલા Features ને તમે Modify કરી શકો છો. એમાં પણ જ્યારથી Oxygen OS અને Android એ હાથ મિલાવ્યા છે ત્યારથી તમે Keypad અને Phone ના દરેક Function ને પણ Modify કરી શકો એટલી સરળતા મળે છે. બીજી બાજુ iOS માં iPhone ને Root કર્યા વગર એટલે કે એની Operating System ને Crack કર્યા વગર જરા જેટલું પણ Customization શક્ય નથી અને એક વખત iPhone કે iPad Root કર્યા પછી તમારા Phone કે iPad માં કઈ પણ થાય તો Apple Service Center વાળાતમારી Product ને હાથ પણ નહીં લગાવે. તમે iPhone કે iPad root કરો છો તેની સાથે જ તેની તમામ ગેરેન્ટી અને વોરંટી સમાપ્ત થઇ જાય છે.

Availability Of Applications

અહીંયા ચોક્કસપણે Android ને વધુ માર્ક્સ મળી શકે તેમ છે કેમ કે તે Open Market ધરાવે છે. Google Play Store પર થી જ નહીં પરંતુ તમે Google પર રહેલા અઢળક Fourms પર થી પણ તમને જોઈતી Application બહુ સરળતાથી મેળવી શકો છો. અલબત્ત એ Application સાથે Security અને Virus નું જોખમ પણ તમારી Application સાથે જ Download તેમ જ Install થતું હોય છે. Android Operating System ધરાવતા Phones માં Virus આવવા તેમ જ અત્યંત ખાનગી માહિતી Leak થવાની શક્યતાઓ ખુબ જ વધુ રહેલી છે, સામે પક્ષે Apple દ્વારા App Store માં રાખવામાં આવેલી તમામ Applications પહેલા Test થાય છે અને પછી જ કરોડો iOS Users સમક્ષ Live કરવામાં આવે છે. આ હિસાબે Apple iOS થોડું નબળું ચોક્કસ કહી શકાય. આ સિવાય Android OS માં તમને ઘણી Applications તથા Games Free માં મળી જશે જયારે એ જ Application અથવા Games માટે તમારે iOS માં પૈસા ચૂકવવા પડી શકે છે. જોકે આ પૈસા આપવા તથા ઓછી Applications અને Games નો ફાયદો પણ છે એ બહુ જલ્દી જણાવું છું.

Security

બંને Operating Systems માં સહુથી મોટો ફરક જો હોય તો તે Security નો છે. Android Operating Systems માં રહેલ અઢળક Applications અને Games ને લીધે બહુ જ સરળતાથી ભેદી શકાય છે જયારે Apple માં એ બાબતે લોઢા ના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કામ છે. જો તમે Developer હોય તો Game હોય કે Application એને App Store પર મુકવી એ ખરેખર ખુબ જ કપરું કામ છે જયારે Google Play Store એ બાબતે થોડી સ્વતંત્રતા ધરાવે છે.

Apple પોતાના Users માટે કેટલી હદે possessive છે તેનો મારો પોતાનો એક અનુભવ આવો છે. મારી બહેન માટે અમે iPhone લીધેલો. આવ્યો એ રાત્રે એણે iPhone Setup કર્યો અને બીજા દિવસે સવારે અમારે ૪ દિવસ માટે બહારગામ જવાનું હતું. સવારે નીકળતી વખતે એણે phone charging થી કાઢ્યો અને એ જ સમયે Operating System ની કોઈ Updates Install કરવાનું notification આવ્યું. એણે Install કરી અને iPhone Restart થયો, હવે Operating System Update થઇ હોય Apple દ્વારા iPhone નો password પૂછવામાં આવ્યો. મારી બહેન દ્વારા ત્રણથી ચાર પ્રયાસો બાદ પણ સાચો password enter ના થતા phone લોક થઇ ગયો. ખુબ મહેનત કર્યા બાદ પણ password reset માટે apple દ્વારા 14 દિવસ નો સમય આપવામાં આવ્યો અને ત્યાં સુધી iPhone વાપરી જ ના શકાયો. એટલે કહેવાનો મતલબ માત્ર એટલો કે iOS કે iPhone અથવા iPad વાપરવું હોય તો થોડી ધીરજ રાખતા શીખવી પડશે.

લાગતું વળગતું: Wi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ

હવે જો એક સામાન્ય Apple Update અને એ પછી password માટે આટલી Security હોય તો બીજી Games અને Applications માટે કેટલું અઘરું હશે વિચારી જુઓ. હવે એ માટે આપવા પડતા પૈસા પણ ચોક્કસપણે ઉપયોગી છે.

iOS માં તમને Applications કે Games માં Update સહુથી પહેલા મળે છે એ ચોક્કસપણે એક ફાયદો જ છે. Camera result હોય કે પછી RAM management આ દરેક મુદ્દે iOS ચોક્કસપણે Android ને રીતસરનું હંફાવી દે છે. આજની તારીખે પણ iOS માં માત્ર 2GB RAM હોવા છતાં iPhone ની Smoothness કે Multi Tasking સામે તકલીફ નથી થઇ જયારે Android Phones માં 4 GB કે 6 GB RAM હોવા છતાં પણ તે હાંફી જતા હોય છે. Apple iOS માં Junk Files નું પ્રમાણ નહિવત છે જયારે Android OS માં Junk Files નો ઢગલો થતો જ રહેતો હોય છે. સામે પક્ષે Phone Launcher હોય કે પછી Themes હોય કે Ringtones આ તમામ બાબતે Android હંમેશા આગળ રહ્યું છે અને તેના વપરાશકર્તાઓને પૂરતી મોકળાશ આપી છે.

હકીકતે આ ચર્ચા એવી છે કે તેનો ક્યારેય પણ અંત આવી શકે તેમ નથી. હું તો હકીકતે એવું માનું છું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો એ ચોક્કસપણે Android અને iOS Users વચ્ચે જ થશે! 😛 દર વખતે Apple ના નવા iPhone કે iOS આવે એટલે સતત તેની મજાક ઉડાડવાનું શરુ થી જાય છે, જોકે સામે Android ની નવી Operating System આવે એટલે એના પણ એ જ હાલ થતા હોય છે.

Final Conclusion માં એટલું કહી શકાય કે બંને Operating Systems પોતપોતાની રીતે ખુબ જ મહત્વની છે તથા તેમાં Users ને અનુરૂપ થવામાં ખુબ જ કામ કરે છે. તમારા બજેટ, ઉપયોગ તથા જરૂરિયાત મુજબ તમે Operating System અને Phone ની પસંદગી કરી શકો છો બાકી દુનિયાને જે કહેવું હોય તે કહેતી રહે!

eછાપું

તમને ગમશે: આપણા સંતાનોના સુખ માટે સગાવ્હાલા થી સાવધાન રહીએ તો જ સારું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here