Audi એ 18મી સપ્ટેબરે સાન-ફ્રાન્સિસ્કો અમેરિકામાં પોતાની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક SUV e Tron લોન્ચ કરી અને વર્ષ 2018 માટે સ્કેન્ડિનેવિયા અને USA જેવા મુખ્ય ક્ષેત્રોમાં તેનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો કે બાકીના વિશ્વના અન્ય દેશો માટેના તબક્કાવાર લોંચ કરવા માં આવશે. ભારતીયો માટે મહત્ત્વની વાત એ છે કે e Tron માટેના દેશોની યાદીમાં ભારતનો સમાવેશ પણ થાય છે. Audi ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે તે 2019 ના અંતિમ ત્રિમાસિક ગાળામાં આ મોડેલને ભારતમાં લાવવા માટે કામ કરી રહી છે, જોકે આખરી નિર્ણય હવે આ સપ્તાહમાં ગમે ત્યારે લેવામાં આવશે

Photo Courtesy: Google
એમ પણ જાણવા મળ્યું છે. US માં Audi e Tron ના શુરુઆતી ભાવ, પ્રીમિયમ પ્લસ – $ 74800* (~ રૂ. 54.2 લાખ*), પ્રેસ્ટિજ – $ 81800* (~ રૂ. 59.27 લાખ*), એડિશન વન (999 યુનિટ સુધી મર્યાદિત) – $ 86700* (~ રૂ. 62.82 લાખ*), પરંતુ ભારત લોન્ચ સમયે આ ભાવ લગભગ 1 કરોડની આસપાસ જ જોવા મળશે.
કાર જેમ કે આપણે જાણીએ છીએ તેમ રોજ નવી નવી આવવાની જ છે. વર્ષ 2018 એ વર્ષ છે જ્યારે કાર ઉત્પાદકોએ સ્વાયત્ત(Autonomous Driving Techniques) ડ્રાઇવિંગનો ઉપયોગ કારમાં લઇ ને ઉત્પાદન શરૂ કર્યું છે અને વિશાળ સ્પેક્ટ્રમમાં પ્રીમિયમ કાર ઉત્પાદકો ઇલેક્ટ્રિફાઇડ વાહનો સાથે માર્કેટમાં આગળ વધી રહ્યા છે. Teslaની ફ્રી-રનને હવે મોટાપાયે પડકારવામાં આવે છે કારણ કે મુખ્ય કાર બ્રાન્ડ્સ પ્રવેશી રહ્યા છે. જેગ્યુઆર આઇ-પેસ, મર્સિડીઝ-બેન્ઝે EQC જાહેર કરી દીધી છે અને હવે Audi એ તેના નવા ઉત્પાદન e Tron સાથે વેચાણ પણ શુરુ કર્યું છે.

Audi e Tronમાં વ્હીલ્સ અને ફ્લોર વચ્ચે એક 95kWh લિથિયમ-આયન બેટરી પેક છે જેમાં 36 મોડ્યુલો સામેલ છે જેમાં 12 પાઉચ-ટાઇપ cells છે. દરેક cells 60Ah પર રેટ કરવામાં આવ્યા છે, જે ટેસ્લા અને નિસાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી 35-56Ah cells કરતાં વધારે છે. બેટરી પેક 150KW DC ઝડપી ચાર્જિંગ માટે સક્ષમ છે, જે ટેસ્લાના સુપરચાર્જરથી 30kW જેટલું ચડિયાતું છે.
ઝડપી ચાર્જિંગ 30 મિનિટમાં બેટરીના 80% સુધી રીચાર્જ કરવામાં સક્ષમ છે અને આઇઓનિટી (Ionity) ઝડપી ચાર્જિંગ નેટવર્ક સાથે સુસંગત છે જે VW Group, Daimler, BMW, Ford જેવા ઉત્પાદકોના consortium દ્વારા સુયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટાન્ડર્ડ AC ચાર્જિંગ એ 11KW પ્રકાર છે, પરંતુ Audi એક વિકલ્પ તરીકે 22KW AC ચાર્જર્સ પણ પ્રદાન કરશે. બૅટરી પેક દરેક એક્સલ પર એક ડ્યુઅલ-મોટર પાવરટ્રેઇન ગોઠવણી ઇલેક્ટ્રિક મોટરને સશક્ત કરે છે જેમાં 360PS અને 664Nm નું પાવર આપે છે. બુસ્ટ મોડ 8 સેકંડ સુધી 408PS સુધીના પાવરમાં વધારો કરી આપે છે જે 5.7s માં 0-100 કિ.મી અને બુસ્ટ મોડ 6.6 સેકન્ડ 200 કિ.મી ની ટોચની સ્પીડ હવા સાથે વાતો કરી લેશે.
લાગતું વળગતું: ગ્રામીણ વિસ્તારોમાં વાહનોની માંગ વધી અને આશ્ચર્યજનક પરિણામો આવ્યા |
e Tron ક્વાટ્રો ઇલેક્ટ્રિક ઓલ-વ્હીલ ડ્રાઇવ સ્ટાન્ડર્ડ આવશે. આ કાર આશરે ત્રણ ટન વજન ધરાવે છે તેમાંથી લગભગ 700 કિલોગ્રામ એકલી બેટરી છે. Audi કહે છે કે તેઓ બેટરીને હળવી બનાવી શક્યા હોત, પરંતુ ઇચ્છિત સલામતી માટે, વજન વિતરણ અને ગતિશીલતાને તેઓએ વજન જાળવી રાખવું પડ્યું. જોવાનું રસપ્રદ રહેશે કે ઇ-ટ્રોન ભારતીય પરિસ્થિતિઓમાં કેવી રીતે અસર દેખાડે.
“સીટ બેલ્ટ પહેરો, ટ્રાફિક ના નિયમ નું પાલન કરો. ઝડપ નું ધ્યાન રાખો, જીવન સુરક્ષિત કરો.”
**એક્સ શોરૂમ શુરુઆતી ભાવ, ટેક્સ રહિત, **
eછાપું
તમને ગમશે: સિસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે SIP માં રોકાણ કરવું એટલું સરળ છે?