દરેકને નડતો અઘરો સવાલ – અઘરું કામ કેવી રીતે પતાવવું?

0
367
Photo Courtesy: squarespace.com

અનેકવાર વાંચી સમજવાનો પ્રયત્ન કરજો તમારી દલીલોનો મોટાભાગનો જવાબ એમાં જ મળી જશે. વળી ‘સમજવાનો પ્રયત્ન’ પણ અઘરું કામ..લોકો વચ્ચે જ પડતું મૂકી દે છે..તો બુદ્ધિજીવીઓ એ કામ જાતે કરે.

એક સવાલ: સૌથી અઘરું કામ કયું છે?

સવાલ જ સમજવો અધરો, જવાબ મળવો એ થી ય અઘરો , મળે તો એ સમજવો અઘરો, સમજીએ તો કરવો સૌથી અઘરો, ને કરીએ તો જિંદગી સાવ સરળ….

આમ તો મારો આ સવાલ વર્ષો જૂનો છે. જેનો જવાબ મને હાલ મળ્યો એવું હું માનું છું. કારણ હજુ કોઈ બીજું કામ એને નાથી વધુ મુશ્કેલ સાબિત થઈ શકતું નથી.

એ સવાલ પર મેં ખુદ છેલ્લા 10-12 દિવસ ગંભીરતાથી વિચાર, ચિંતન , મનન, મનોમંથન કે મગજનું દહીં જે કહો તે કરેલું છે બાકી તો વર્ષોથી મગજનું દહીં કરું છું.

આ જવાબ વિજ્ઞાનથી માંડી ધર્મ સુધી શોધ્યો. ‘ગીતા’ ખૂબ અઘરી એવું જાણ્યું તો એ ય વાંચી. તો સમજાયું કે ગીતા તો ઘણા વાંચે છે એ અઘરું નથી. હવે સાંભળ્યું કે ગીતામાં તમામ સવાલોના જવાબ છે તો એને ‘સમજવાનો પ્રયત્ન’ કર્યો તો સમજાયું અઘરો ‘અનુભવ’…જેના વગર ગીતા સમજાતી નથી. પછી જોયું કે આ ગીતા તો અનેક લોકો જાણ્યે અજાણ્યે પચાવીને બેઠા છે અને જીવી જાણે છે, તો સ્વાભાવિક અનુભવ મેળવીને જ જીવનમાં ઉતરે. મતલબ અનુભવ સૌથી અઘરો નથી.

પાછી આ જ વાત બાઇબલ, કુરાન, ગુરુ ગ્રંથસાહેબ દરેક મહાન ગ્રંથ પણ કહે છે. આવું મેં કેટલીક પંક્તિઓ જાણી જેમાં સમજાયું કે વાત એક જ છે પણ અનુભવ વગરના અર્થ હજાર કરે છે એટલે અનર્થ થાય છે.

તો શું અઘરું? થયું કોશિશ કરીએ જીવનમાં ઉતારવાની આ વાતોને કેટલી અઘરી એ તો જાણી શકાય.

તો સમજાયું કે કંઈ જ ન કરવું એ સૌથી અઘરું કામ છે. હવે કહો કંઈક કરીને ખૂબ કરી-કરીને સમજાયું કે કંઈ ન કરવું અને કંઈ જ ન કરવું એ જ સૌથી અઘરું કામ છે.

લાગતું વળગતું: આયોજન વગરની જિંદગી એટલે અણધાર્યા અવસરોનો સરવાળો

જવાબ સમજવાનો પ્રયત્ન કરીએ.

કંઈ જ ન કરવું એ બેકાર કે નીઠલ્લા બેસી બાપના પૈસે જલસા કરવાની વાત નથી. બધા એ જ કરે છે ને કરવા માંગે છે. અને આટલા બધા કરે એમાં તો કંઈ અઘરું છે જ નહીં. હા બરાબર ગોપાલની વાત.. ઈચ્છા પર કાબુ કરવો અઘરો. પણ ઈચ્છા તો થવાની જ , કુદરતી છે. તો કંઈ જ ન કરવું એટલે જે થાય છે એ જેમ થાય છે જ્યારે થાય છે જેવું થાય છે એવું થવા દેવું. ‘કંઈ જ ન કરવું.’ ઈચ્છા થાય એટલી થવા દેવી કઈ વધારો ય નહિ કરવાનો ઘટાડો ય નહીં. સરખું જોશો તો થોડો વધારો ઘટાડો તો કરશું જ. બલ્કે એ જ કરશું એમાં આળસ નથી આવતી.

ગીતા આ જ વાત કહે છે. બોલો, કર્મ કરવા, ‘કર્મ’ કરવા એટલે કંઈ જ ન કરવું એ જ કર્મ છે.

ખૂબ અઘરું છે સમજવું..હજારો સવાલ થશે. કારણ કે મને થયા છે. તમે શ્વાસ લો છો. ને એમાં થોડી મુશ્કેલી આવે તો આપ મેળે ઊંડા શ્વાસ લેવા..એ પણ કઈ કરવું કહેવાય. એટલે કંઈ જ ન કરવું અતિ મુશ્કેલ.

ઋષિમુનિઓ તપ કરે..પણ મુકિતની કે મોક્ષની કે ખૂબ જ્ઞાન મેળવવાની ઈચ્છા તેમને મુક્ત ન થવા દે. કેવું કે મુક્ત થવા માટે મુક્તિની ઈચ્છાથી પણ મુક્ત થવું. તો ઈચ્છા વગર તો કઈ મેળવવું જ કેમ ? બરાબર ને..મતલબ કઈ જ કેવી રીતે ન કરવું એ સૌથી મુશ્કેલ.

આ મુશ્કેલ છે, અશક્ય નથી એટલે આ મુશ્કેલ કામ કેટલાક લોકો કરી ચુક્યા છે. જડભરત તેનું ઉત્તમ ઉદાહરણ..અને ભારતઆપણા દેશનું નામ. ગૌતમ બુદ્ધ મુક્ત થયા, બુદ્ધ થયા, પણ એ પહેલાં તો તેમણે બૌદ્ધિ પ્રાપ્ત કરવાની ખૂબ ઈચ્છા કરી અને કોશિશ પણ. તો કઈ જ ન કર્યું તો ન કહેવાય. (જડભરત શું હતા એ ઇતિહાસ વાંચી શકો છો.)

સુદામા અંગે ખૂબ ઊંડાણથી જાણો તો આ તેમણે પણ કર્યું અને સંસાર અને ગૃહસ્થ જીવન સાથે કર્યું. એટલે એમ ન કહેવાય કે એ તો જડભરત કરી શકે આપણે ફેમિલીવાળા. કરી શકાય છે. ફરી કહું છું અશક્ય નથી. પણ સૌથી મુશ્કેલ છે. અઘરું છે.

પ્રયત્ન કરીને કરી શકાય એવું કોઈએ કહ્યું..પણ કરી શકાય છેલ્લે અટકી જવાય કારણ કે પ્રયત્ન ‘કર્યો’ તો પછી કંઈ જ ન કર્યું કેમ કહેવાય ?

ઘણાને આ જવાબ કે સવાલ મળ્યો પણ હશે અને તેઓ અહીંયા ન પણ હોય. એટલે ઘણા આ જાણે છે ને નથી પણ જાણતા.

આ ધર્મ છે કે વિજ્ઞાન એમાં મને રસ નથી. ઓન જો આ કરી શકાય તો કેવું સારું..કંઈ જ ન કરવા જેવું ઉત્તમ શું. બોલો..? બેસવાનું ..જખ મારે દુનિયા..કંઈ જ કરવું એટલે દુઃખી પણ ન થવું..કારણ કે દુઃખી થવું એ ય વળી કંઈક કરવું કહેવાય. સાલું કરવા જેવું તો છે.

હજુ સુધી હું આ જવાબ સુધી પહોંચી શકી છું..દલીલો આવકાર્ય છે..ખૂબ ગમશે વધુ જાણવું… પણ આશા રાખું છું ઊંડાણ વગર અહીં કોઈ દલીલો નહીં કરે.

eછાપું

તમને ગમશે: નમસ્કાર! દિલ્હી સરકારની હડતાલ આજે પણ ચાલુ રહેવાની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here