નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓથી ભારતને થતા દેખીતા ફાયદાઓ

0
253
Photo Courtesy: amarujala.com

“નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી વિદેશ ફરવા સિવાય કોઈ મોટુ તીર માર્યું નથી”

આ વાક્ય અવારનવાર તમે કોઈકના મોઢે સાંભળ્યું હશે અને સાંભળીને અવગણ્યું હશે. મોટા ભાગે બોલનાર મોદી સાહેબની વારંવાર વિદેશ જવા અંગેની પૃષ્ઠભુમિકા જાણવાની તકેદારી લેતો નથી અને એ જ ચાલી આવેલા પાર્ટીવાદનાં લીધે માત્ર ટીકા કરતો હોય છે. સાંભળનાર પણ આ હકીકત જાણે છે એટલે ચુપ તો રહેશે જ પણ સામે કોઈ લોજીકલ જવાબ આપી શકતો નથી. કારણ પાછું એ જ પૃષ્ઠભુમિકાનું છે. તો ચાલો સમજીએ આ વિધાનનું કારણ અને તારણ.

નરેન્દ્ર મોદીની વિદેશ સફરો અંગે સમજતા પહેલા તમારી સામે ત્રણ ચાર મુદ્દા ચોખવટ કરી દેવા માગું છું. અમુક વાતો પૂર્વભૂમિકા તરીકે જરુરી છે. પ્રથમ UN એટલે કે યુનાઇટેડ નેશન્સની સિક્યોરીટી કાઉન્સિલમાં જવાહરલાલ નહેરુ દ્વારા સામે ચાલીને આવેલી લક્ષ્મી, એટલે કૈ પરમેનેન્ટ મેમ્બરશિપને ચીનના હાથમાં ભેટ સ્વરૂપે આપી દીધી હતી. બીજી વાત કે ચીનની હિન્દ મહાસાગરમા વધતી હિલચાલ તથા મોરારજી દેસાઈ અને વિપી સિંહ વખતની સરકારની નબળી પડેલી લૂક ઇસ્ટ પોલિસી અન્ય ઘણી વાતો છે પણ આ ત્રણ એવી મુખ્ય વાતો છે જેની તર્જ પર આગળની વાત સમજી શકીશું.

ચીન દ્રારા શરુ કરવામાં આવેલા one belt one road ઇનિશિયેટીવ વિશે આપ જાણતાં હશો. ભારતે જમીન માર્ગે ચીનના આ OBOR નો વિરોધ કર્યો. જેથી ધુઆપુઆ થયેલું ચીન હિન્દ મહાસાગર તરફ વળ્યું છે.

ચીને હિન્દ મહાસાગરની આસપાસ (ભારતની આસપાસ) તમામ દેશોમાં પોત બંદરગાહ (મેરીટાઈમ સિલ્ક રૂટ) નાં બહાના હેઠળ વિકસિત કરવાનાં શરૂ કર્યા છે જેનાં નામ અને સંબંધિત દેશ નીચે મુજબ છે.

1) શાંઘાઈ – ચીન (શરૂઆત)

2) સિતવે પોર્ટ – મ્યાનમાર

3) ચિત્તાગોંગ – બાંગ્લાદેશ

4) હંબનટોટા – શ્રીલંકા

5) મેરેઓ – માલદિવ્સ

6) ગ્વાદર – પાકિસ્તાન

તેના કહેવાતા સિલ્ક રુટ ને ધ્યાનથી જોઈએ તો આ તમામ બંદરો ભારતનાં પાડોશી દેશોમાં તેણે ખરીદ્યા એટલેકે ડેવલોપ કરવા પોતાના હાથમાં લીધા છે. ઉપરાંત સાઉથ ચીન સાગરમાં પણ તે પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે વિયેતનામની વેદના ટાપુઓ હડપવા માટે તત્પર બન્યુ છે.

ચીનની આ આખી ભારતને દોરવાની સ્ટ્રેટેજીને “સ્ટ્રીન્ગ ઓફ પર્લ્સ” એટ્લે કે “મોતીઓની હારમાળા” કહેવામાં આવે છે.

ભારતના વડાપ્રધાન જો ચીનની આ ગતિવિધીનો જવાબ આપવા માટે મેદાનમાં ન ઊતરે તો બીજુ કોણ ઊતરે? એટલાં માટે જ ભારતે ઈરાન પાસે ચાબાહાર બંદર માટે MoU સાઈન કર્યા છે. જે થોડા સમય અગાઉ જ કાર્યરત થઇ ગયું છે અને અહીંથી અફઘાનિસ્તાન અનાજની પહેલી સપ્લાય પણ થઇ ગઈ છે. આ નરેન્દ્ર મોદીની વિદેશ સફરની સહુથી મોટી સફળતાઓમાંથી એક છે.

પુર્વ બાજુ મ્યાનમાર સાથે સિતવે બંદરગાહથી કલાદાન નદી થઇને મિઝૉરમ જાવા માટેનો રૂટ બનાવવા ભારતે મ્યાનમાર સાથે કરાર કર્યા છે. જે “પ્રોજેકટ કલાદાન” તરીકે ઓળખાય છે.

લાગતું વળગતું: ઈરાનનું ચાબહાર પોર્ટ ભારત માટે કેમ મહત્ત્વનું છે એ સમજવાના સાત કારણો

દક્ષિણમાં શ્રીલંકામાં હંબનટોટા એરપોર્ટ ભારતે ડેવલોપમેન્ટ અને રખરખાવ માટે લઇ લીધું છે. જેનાં લીધે ચીનની  “સ્ટ્રીન્ગ ઓફ પર્લ્સ”ને ભારત દ્વારા સજ્જડ જવાબ અપાઈ રહ્યો છે.

વિયેતનામ સાથે ભારતની ONGC વિદેશ’ કંપની દ્રારા ચીન જે ટાપુઓ પર પોતાનો અધિકાર જમાવવા મથી રહ્યુ છે ત્યાં પેટ્રોલીયમ નું શારકામ ચાલુ કરી દેવામાં આવ્યુ છે.

ભારતની પૂર્વના દેશો તરફ અમલીકરણ કરવાની આ નીતિ ને “એક્ટ ઈસ્ટ” પોલિસી નામ આપવામાં આવે છે. જે હાલ ચીનના પેટમાં તેલ રેડી રહી છે.

પૂર્વમાં ટાપુઓનું આ સંગઠન FIPIC બનાવવામાં આવ્યુ છે. ભારત તેમાં સક્રિય ભાગ લે છે અને ભારતના કોઈ વડાપ્રધાનની આ ટાપુઓ પર થયેલી આ પ્રથમ મુલાકાત હતી અને અહીં આપણા વડાપ્રધાનની વિદેશ યાત્રાઓની ઘણી હકારાત્મક અસરો જોવા મળી છે. આ દરમિયાન આ તમામ ટાપુ દેશોને યુએનની સિક્યોરીટી કાઉન્સિલમ ભારતના સભ્યપદની તરફેણમ વોટ કરવાનો આગ્રહ રાખીને એક કાંકરે બે પક્ષી મારવાનું કામ થયું છે.

આમ, કોઈ પણ દેશના વડાપ્રધાનની વિદેશ મુલાકાતો એક ચોક્ક્સ હેતુ માટે થતી હોય છે. નહીં કૈ લોકોના કહેવા મુજબ માત્ર ‘જલસા કરવા માટે’! આવું બોલનારા લોકોને આશ્ચર્ય થશે કે મોદીની આ પોલિસીને ડોનાલ્ડ ટ્રમ્પ પણ થોડા ઘણા અંશે ફોલો કરી રહ્યા છે, આવું હું નહીં, તજજ્ઞો કહે છે. જે આપણા માટે ગર્વની વાત છે.

હજી ભારતના રશિયા અને યુએસએ સાથેના સંબંધોની ચર્ચા આનાથી પણ રસપ્રદ છે. પણ એ ફરી ક્યારેક.

eછાપું

તમને ગમશે: સ્પેઇન, પોર્ટુગલ અને FIFA World Cup 2018 ની રસપ્રદ વાતો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here