Nivya Navora (Rizla Khan) ની ભારતીય સમાજ પર પડેલી અસરો

0
258
Photo Courtesy: Google

Nivya Navora (Rizla Khan) ના એશિયાકપ જોવા આવવાથી આવવાથી સમાજ પર કેવા ફેરફારો આવેલ છે?

મોટા ભાગે એશિયા કપની ભારત સામેની મેચ એક તરફી જેવી જ રહી છે જેમાં ભારત જીતતું હોય સિવાય કે પરમ દિવસની ભારત અને અફઘાનિસ્તાનની મેચ જેમાં મેચ ટાઈ થઇ. પણ દરેક વસ્તુ થવા પાછળ કારણ હોય છે કેમકે જ્યારે જ્યારે Nivya Navora (Rizla Khan) ને મેચ દરમિયાન કેમેરા મેન દ્વારા ટેલિવિઝન પર ભારતની મેચ જોતી બતાવામાં આવે છે ભારત આરામથી જીતી જાય છે અને અફઘાનિસ્તાન સામેની ભારતની મેચમાં Nivya Navora (Rizla Khan) જોવા નહતી મળી એમાંને એમાં મેચ ટાઈ થઇ ગઈ.

Photo Courtesy: Google

Nivya Navora (Rizla Khan) ભારતીય સિંગલ એસોસિએશનના જુના ક્રશ એવા Priya Parkash Varrier ને જોરદાર હરીફાઈ આપી રહી છે અને એને કારણે દેશ સંકટ મેં હૈ. કેમેરામેન દ્રારા એને હજુ સુધી મેચમાં ત્રણવાર જ બતાવામાં આવી છે તો પણ એના ફોટા એટલા બધા વાઈરલ થઇ ગયા છે કે તે બધા એન્જલ પ્રિયા સમાજનું નવું ડી.પી બની ગયા છે અને એ સમાજનું માળખું આ છોકરીના ટી.વી પર આવવાથી છિન્નભિન્ન થઇ ગયું છે.

આવો જોઈએ આ છોકરીના ટી.વી ઉપર આવવાથી ભારતના સમાજ ઓર કેવા ફેરફારોએ અસર પાડી છે.

કેટલાક બુકીઓ તો ફક્ત એ બાબતે સટ્ટો રમે છે કે આ મેચ Nivya Navora (Rizla Khan) જોવા આવશે કે નહીં આવે? એના ઉપર તો મૂળ મેચ કરતા વધારે સટ્ટો લાગે છે .

કેમરામેન Nivya Navora (Rizla Khan) ઉપર કેટલી સેકન્ડ સુધી ફોકસ રાખશે એ બાબતે પણ અલગથી સટ્ટો રમાય છે. જોકે કેમરામેને જણાવ્યું છે કે એને આ જુગાર સટ્ટા સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ એ તો સમાજમાં સિંગલ રહી ગયેલા છોકરાઓની ભલાઈ માટે જ Nivya Navora (Rizla Khan) ઉપર ફોકસ કરે છે એની ભાવના નિર્મળ છે અને ફક્ત ને ફક્ત સમાજનું ભલું કરવા માટે તે એના ઉપર ફોકસ કરે છે.

કેટલાક સામાજીક ભાવનાવાળા લોકો એ તો એ હદ સુધી કહી દીધું છે કે નહેરુ અને મોહમ્મદઅલી જીણાના કારણે દેશના ભાગલા થયા એ જ મોટી ભૂલ હતી બાકી Nivya Navora (Rizla Khan) જેવી છોકરીઓના દર્શન માટે આપણે એશિયા કપ જેવી ટુર્નામેન્ટ ની રાહ જોવી ના પડત.

Nivya Navora (Rizla Khan) ના નામની એટલી બધી ફેસબુક પ્રોફાઈલ અને Instagram એકાઉન્ટ બની ગયા છે કે ઘણા સિંગલ તો એ એકાઉન્ટમાંથી બર્થપ્લેસ અને ડેટ લઈને ઓનલાઈન કુંડળી બનાવીને ચેક કરે છે કે એ છોકરી જોડે પોતાની કુંડળી મળે છે કે કેમ?
Nivya Navora (Rizla Khan) નું લક એટલું સારું છે કે જ્યારે જ્યારે એ ભારત પાકિસ્તાનની મેચ જોવા આવે છે ત્યારે ત્યારે ભારત જીતે છે. આ લક જોઇને ભારતનો વિપક્ષ એને આવતા વખતની ચૂંટણી જોવા બોલાવવાનું વિચારે છે જેથી આ લેડી લકનાં આધારે એ લોકો એ ચૂંટણી જીતી શકે .

આમ આખો સમાજ મૂળથી જ બદલાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી આ છોકરીનાં પાકિસ્તાન ટી-શર્ટ પહેરેલા ફોટા ભારતીયો ની ફેસબુક પર પ્રોફાઈલ ઉપર ન રાખવા અંગે કોઈ સામાજિક સંગઠન વિરોધ કરવા પણ આગળ આવ્યું નથી એ બાબત ચોકાવનારી છે, તો શું બધા મળી ગયેલા હશે? Nivya Navora (Rizla Khan) જે રીતે અનુપ જલોટાના સમાચારને માર્કેટમાં પાછળ છોડી રહી છે એ રીતે આગામી બિગબોસની સિઝનમાં Nivya Navora (Rizla Khan) પણ જોવા મળે એવી પાકી દહેશત સેવાઈ રહી છે.

અજ્ઞાન ગંગા

હમણાં અજય દેવગણે કાજોલનો નંબર કહીને એક નંબર ટવીટ કર્યો પણ લોકો મનોમન કહી રહ્યા હતા કે કાજોલ નો નંબર લઈ ને અમારે શું કરવું છે? જીવાણું મારવા છે? આપવો જ હોય તો Nivya Navora (Rizla Khan) નો મોબાઈલ નંબર આપો! બસ હવે એક જ આશાએ વિરમું છું કે જે રીતે Nivya Navora (Rizla Khan) નું સાતત્ય પૂર્ણ પ્રદર્શન રહ્યું છે એ રીતે હવે છેલ્લી વાર એ આપણ ને સૌ ને મળવા માટે ભારત-બાંગ્લાદેશની ફાઈનલ જોવા પણ આવે .

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

તમને ગમશે: વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક ટીપ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here