બાળકોને મનભાવન કેટલીક રેસિપીઓ – સ્મૂધી, શ્રીખંડ અને એવું બધું

0
309
Photo Courtesy: edge-generalmills.com

બાળકોને પોષણયુક્ત આહાર આપવો તો પછી આવે પરંતુ તે કશુંક ખાવા માટે મોઢું ખોલે એ જ મોટી વાત છે. બાળકો ભલેને એમને ગમતા ખોરાક જેવા કે સ્મૂધી, શ્રીખંડ વગેરે ખાતા હોય તો ખાવા દઈશું, એમ આપણે માનીએ જરૂર પણ એવું થાય છે ખરું? બહારના ફૂડ અંગે આપણા મનમાં શંકા હોય જ છે, પણ જાહેરાતનો મારો આપણને એ શંકા દૂર કરવા મજબૂર કરી દેતી હોય છે, એક ઉદાહરણ આપું?

હમણાં જ instagram પર એક એડ જોઈ, જેમાં મમ્મી એના છોકરાને કહે છે કે તું ફ્રુટ ખાઈ લે. પણ છોકરો જાતજાતના બહાના બનાવીને કહે છે કે એની પાસે ફ્રુટ ખાવાનો ટાઈમ જ નથી, કેમકે એનો બધો જ ટાઈમ જે-તે કામ કરવા પાછળ પતી જાય છે, And then comes the packaged product, જે 100% ફ્રુટમાંથી બનેલી છે એવું કલેઈમ કરે છે.

વેલ, આ પ્રોબ્લેમ મોટાભાગના બાળકોનો છે, ફ્રુટ કે શાકભાજી કેમ ન ખાવું એના બહાના શોધવામાં આજની જનરેશન પાછી નથી પડતી. એટલા માટે જ આજની મમ્મા એ પણ ખૂબ જ જરૂરી એવા ફ્રુટ કે શાકભાજી કેમ ખવડાવવા એના માટેના નવા-નવા આઈડીયાઝ વાપરવા પડે છે! આજે જોઈએ આવા જ કેટલાક આઈડીયાઝ!

સ્મૂધી: સ્મૂધી કે મિલ્કશેક બાળકોને ભાવતો વિષય છે. આમપણ, આજની ભાગદોડ વાળી જીંદગીમાં બ્રેકફાસ્ટનું મહત્વ ભુલાતું જાય છે, એવામાં વિવિધ પ્રકારના સ્મૂધી કે જે વિવિધ ફળ અને શાકભાજી ની સાથે સાથે પાણી કે દૂધ કે દહીં અને ક્યારેક થોડું ગળપણ ઉમેરીને બનાવાવામમાં આવતું પીણું છે, જે બ્રેકફાસ્ટ કે બપોરના નાસ્તાના સમયે ભારે મદદરૂપ બની શકે છે. જો યોગ્ય રીતે બનાવીને આપીએ તો એમાં જરૂરી ન્યુટ્રીશન પણ મળી રહે છે. સ્મૂધી એક ખુલ્લો કેનવાસ છે જેમાં તમે એક જ રીત થી અનેક ફ્લેવર્સ બનાવી શકો છો!

સ્ટ્રોબેરી સ્મૂધી:

Photo Courtesy: edge-generalmills.com

સામગ્રી:

૨૫૦ ગ્રામ પાકી સ્ટ્રોબેરી

૧ કપ દહીં

૧ ટેસ્પૂન મધ

રીત:

  1. સ્ટ્રોબેરીને બરાબર સાફ કરીને બ્લેન્ડરમાં તેની પ્યુરી બનાવો.
  2. તેમાં દહીં અને મધ ઉમેરી ફરીથી બરાબર બ્લેન્ડ કરી દો.
  3. બરાબર ઠંડુ થવા દો.
  4. ઠંડુ થઈ જાય ઠંડુ ઠંડુ સર્વ કરો.

નોંધ: આ જ રીતે સ્ટ્રોબેરીની જગ્યાએ કેળું, નારંગી કે અન્ય કોઈપણ સીઝનલ ફ્રુટ લઈને તેની સ્મૂધી બનાવી શકાય છે.

શ્રીખંડ/યોગર્ટ: ફ્રુટ શ્રીખંડ કે ફ્રુટ મઠો એ આપણા ઘરોમાં એક પ્રચલિત વાનગી છે જ, પરંતુ તેમાં બાળકો ઘણી વાર ફ્રુટ્સને અલગ કાઢી લે છે, જેથી ફ્રુટ્સ ખાવા ના પડે. તો એવા સંજોગોમાં શ્રીખંડમાં ફ્રુટ્સનાં ટુકડા નાખવાને બદલે ફ્રુટ્સની પ્યુરી નાંખી દેવાથી, તેમ જ તેને યોગર્ટ જેવું “મોડર્ન” નામ આવી દેવાથી બાળક એને ખાઈ લે એવા ચાન્સીસ વધી જાય છે. સ્મૂધીની જેમ જ આ પણ ઓપન કેનવાસ જેવી જ બાબત હોવાથી તમે કોઈપણ સીઝનલ ફ્રુટનું “યોગર્ટ” બનાવીને બપોરના નાસ્તાના સમયે આપી શકો છો.

બનાના યોગર્ટ:

Photo Courtesy: dietdetective.com

સામગ્રી:

2 કપ મોળું દહીં

1 કપ સમારેલું કેળું

1 ટીસ્પૂન ઈલાયચી પાવડર

ખાંડ, જરૂર મુજબ

રીત:

  1. દહીંને એક મસ્લીન ક્લોથ કે ચીઝ્ક્લોથમાં 4 થી 5 કલાક રહેવા દો, જેથી તેમાંથી બધું પાણી નીતરી જાય.
  2. કેળાની પ્યુરી તૈયાર કરી લો.
  3. હવે એક મિક્સિંગ બોલમાં નીતારેલું દહીં લઇ, તેમાં ઈલાયચી પાવડર અને ખાંડ ઉમેરી, ખાંડ ઓગળી જાય તે રીતે, બરાબર મિક્સ કરો.
  4. તેમાં કેળાની પ્યુરી ઉમેરી મિક્સર સ્મૂધ થાય ત્યાંસુધી બ્લેન્ડ કરો.
  5. મિક્સરને સર્વિંગ બોલમાં ગોઠવી, બરાબર ઠંડો થવા દો, લગભગ 4 થી 5 કલાક માટે.
  6. ઠંડુ ઠંડુ સર્વ કરો.

નોંધ: આવી જ રીતે વેજીટેબલ્સની પ્યુરી સાથે ખાંડની જગ્યાએ મીઠું અને મરી ઉમેરી ને સેવરી યોગર્ટ પણ આપી શકાય.

વેજેસ: વેજેસ એ બાળકોમાં ખૂબ જ ફેવરીટ ફિંગર ફૂડ છે. બટાકા ઉપરાંત અન્ય વેજીટેબલ્સને પણ વેજ આકારમાં કાપીને તળીને કે ઓવનમાં બેક કરીને જો પીરસવામાં આવે તો બાળકોને પસંદ આવી શકે છે.

કેરેટ વેજેસ:

Photo Courtesy: inspiredtaste.net

સામગ્રી:

3 મોટા ગાજર

1/3 કપ તેલ

1 ટીસ્પૂન મીઠું

½ ટીસ્પૂન મરી

2 ટેબલસ્પૂન મિક્સ્ડ હર્બ

રીત:

  1. સૌથી પહેલા ઓવનને 200 ડીગ્રી સેન્ટીગ્રેડ પર પ્રીહીટ કરો.
  2. ગાજરને બરાબર સાફ કરી, પહેલા તેને અડધા કરો, હવે એક અડધા ભાગને લઈને તનો ¼ ભાગ કરો, ¼ ભાગને લઇ તેને 1/8 ભાગ કરો. આ રીતે વેજેસ ના આકારમાં ગાજર સમારી લો.
  3. હવે આ વેજેસને એક બાઉલમાં લઇ તેમાં તેલ અને બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી દો.
  4. બેકિંગ શીટ પર ગોઠવીને ઓવનમાં 30 થી 40 મિનીટ માટે બેક કરી લો.
  5. મેયોનીઝ અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

eછાપું

તમને ગમશે: વરસાદ પડતો હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ત્રણ રેસિપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here