શાકભાજી ની ખેતીનો સહુથી મોટો દુશ્મન નિંદામણ અને તેના ઉપાયો!

0
1060
Photo Courtesy: weedid.missouri.edu

“શાકભાજી ના પાકોમાં હઠીલા નિંદામણનું નિયંત્રણ શાકભાજી પકવતા ખેડૂતો સૌથી મોટો દુશ્મન નિંદામણ છે અને નિંદામણમાં હઠીલા નિંદામણમાં રાજા “ચીઢો” છે જેને ચીપો તથા મોથ નામથી ઓળખાય છે જેનું વાવેતર પહેલાં નિયંત્રણ એ શાકભાજીના પાકમાં અગત્યનું પાસું છે.

મિત્રો શાકભાજી ના વાવેતરમાં શરૂઆતની કે જે ફૂટની અવસ્થામાં 30-40 દિવસના ગાળામાં પાકની ફૂટ સાથે સાથે હરિફાઈ કરતું નિંદણ જોવા મળે છે. જે સમયગાળામાં નિમંત્રણને પૂરતો ભેજ વાતાવરણ અને સમય વધુ અનુકુળ હોય વધુ વિકસિત રહે છે જેથી પાકને વૃધ્ધિમાં નુકશાન કરેછે. આજે આપણે એવાજ એક ખેડૂતને હેરાન અને અકળામણ કરાવતો અને નિંદામણમાં પ્રથમ નંબરે અને ઝડપી ફેલાતો “ચીઢો” એના વિશે ચર્ચા કરીશું.

જેનું વૈજ્ઞાનિક નામ cyperus rotundus  અંગ્રેજી નામ nut grass , purple nul grass છે. જે બહુ વર્ષીય નિંદામણ તરીકે ઓળખાય છે. જેની વૃધ્ધિ 90-95 ટકા ગાંથ પુરા થાય છે. પિયત-ભેજવાળા અને ખુલ્લા ખેતરો તેનું પસંદગીનું સ્થળ છે. શાકભાજીમાં વધુ પિયત અને ભેજના કારણે વધુ જોવા મળે છે. ચીઢાની ગાંઠનું સ્ફુરણ 20 સે તાપમાનથી વધુ અને 28-30 સે તાપમાને ગાંઠનું મહત્તમ વર્ધન થાય છે ઉનાળામાં વધુ ભેજવાળા ખેતરોમાં નિયંત્રણ કરવું મુશ્કેલ ભરેલું હોય છે. ચીઢો વર્ષ દરમ્યાન 1 ચોરસ ફુટ જગ્યામાં 56 નવા છોડ અને 250 થી વધુ ગાંઠ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે માટે શાકભાજી પાકમાં આવા હઠિલા નિંદણનું નિયંત્રણ અગત્યનું છે.

લાગતું વળગતું: ગુજરાતનો ખેડૂત જો આધુનિક ખેતી તરફ વળશે તો એની ધરતી જરૂર સોનું ઉપજાવશે

ચીઢાના નિયંત્રણ માટે અગત્યના ઉપાયો

જે ખેતરમાં વધુ ઉપદ્રવ હોય તેમાં ઉનાળામાં ઉંડી ખેડ કરવી (શક્ય હોય તો પ્લાવ મારવા) જેથી ચીઢાની ગાંઠ જમીનના ઉપરના ભાગમાં આવે અને 35-40 સે તાપમાનમાં ગાંથનો ભેજ ઓછો થઈ જતા તે સ્ફુરણ શક્તિ ગુમાવી દે છે અને જે તે સમયે ગાંઠો વીણી બાળી મુકી નાશ કરવો.

નિંદણ નાશક દવા દ્રારા નિયંત્રણ

નિંદણ નાશક તરીકે સૌથી વધુ વપરાતું રાસાયણિક કેમીક્લ્સ એ ગ્લાયસોફેટ-41% જે રાઉન્ડ અપ – ગ્લાયસેલ – પોપ્યુલરના ના નામે બજારમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત ગ્લાયકોસેટ 71% જે મેરા-71 ગ્રેજ્યુલ ફોર્મમાં ઉપલબ્ધ છે આ કેમીકલ્સ જે પણ લીલી વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે તેને સંપૂર્ણ નાશ કરે છે માટે ઉભા પાકમાં વાપરવું નહી. દવાના છંટકાવમાં અગત્યના મુદ્દા તરીકે જેમીન ભેજ અને છોડની ઉંચાઈ ધ્યાન રાખી વાપરવી તેની સાથે દવાનું પ્રમાણ પણ અગત્યનું છે. 10 લીટર પાણીમાં – 250 મીલી ગ્લાયફોસેટ અને 200-250 ગ્રામ એમોનિયમ સલ્ફેટ વાપરવું અને સાથે 5 મીલી સ્પેડર ઉમેરવું જેથી છોડની અંદર સહેલાઈથી ફેલાઈ શકે અને દવાની અસરકરતા વધારી શકાય. અને શક્ય હોય તો ફ્લર્ડજેટ-ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

છોડ સંપૂર્ણ ભીંજાઈ અને સવારે 10-5 ના સમયગાળામાં સૂર્યપ્રકાશની હાજરીમાં વાપરવાથી વધુ સારું પરિણામ મળી શકે 10-12 દિવસમાં છોડ પીળો પડી સંપૂર્ણ નાશ પામી જાય છે. ત્યારબાદ 15-20 દિવસે વાવેતર કરવું. ઉપરોક્ત નિયંત્રણ સૌથી વધુ જુલાઈથી સપ્ટેબર માસમાં વધુ અસરકારક નિયંત્રણ મેળવી શક્ય. હાલનો સમય સૌથી વધુ પરિણામ આપણે સમય હોવાથી નવયુવાન ખેડૂતોને ઉપરોક્ત લેખ વધુ ઉપયોગી થઈ રહેશે. એવી આશા સહ શુભેચ્છાઓ.

eછાપું

તમને ગમશે: રેસ 3માં સૈફની જગ્યાએ સલમાન કેમ? જણાવે છે રેમો ડી’સોઝા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here