મિકી માઉસ અને ડોનાલ્ડ ડકને કરન જોહર ક્યાં લઇ ગયા હતા?

0
291
Photo Courtesy: dnaindia.com

Welcome again to your favourite show fryday  fryms. મિત્રો, દરેક વ્યક્તિને કોઈ એક ક્ષેત્રમાં મહારથ પ્રાપ્ત હોય છે.. જે લોકો પોતાનો USP એટલે કે unique selling proposition નથી ઓળખી શકતા તે જ જિંદગીમાં નિષ્ફળ જાય છે. અમુક હસ્તીઓ એવી હોય છે જે એક કરતાં વધુ ક્ષેત્રમાં નિપુણ  હોય છે…. તો આપણે આજે એવી જ એક વ્યક્તિને મળવાના છીએ જે ફિલ્મ નિર્માણ, દિગ્દર્શન, લેખન ઉપરાંત કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં માહિર છે…. સો વેલકમ none other than કરણ જોહર …

પંકજ પંડ્યા :  વેલકમ સર….

કરણ જોહર :  Thanks…

પંકજ પંડ્યા :  Are you comfortable?  કેમ નર્વસ લાગો છો ? શું થયું ?

કજો : શું થયું ? આપણે…….

પંકજ પંડ્યા :  ઓહ….

કરણ જોહર : તો હું શું કહેતો હતો ? આપણે.. મુદ્દાની વાત પર આવીએ… શું થયું થી શુ મતલબ ?

પંકજ પંડ્યા :  તમે અમારા મહેમાન છો… તકલીફ પડી હોય તો જાણવું તો પડે ને?  ખરેખર શું થયું ?

કજો : આપણે….

પંકજ પંડ્યા :  ઓહ…. નો….

કરણ જોહર : તમારે આમ જ ચાલું રાખવાનું હોય તો મને કોઈ ઇન્ટરેસ્ટ નથી…

પંકજ પંડ્યા :  સોરી… સોરી… હવે વચ્ચે નહીં બોલું બસ… હવે કહો.. શું થયું ?

કજો : આપણે….. એવું છે ને… હું એરપોર્ટ પરથી અહીં ટેક્ષીમાં આવ્યો … બિલ થયું પૂરા  370 રૂપિયા…. મેં ડ્રાઈવરને ત્રણ સો રૂપિયાની અને ચાર વીસ રૂપિયાની નોટ આપી… એ મને દસ રૂપિયા પાછા આપતો હતો… મેં કહ્યું.. આપવા હોય તો માત્ર ત્રણ રૂપિયા પાછા આપ. પણ માનતો જ નહોતો ને…

પંકજ પંડ્યા :  પછી તમે શું કર્યું ?

કરણ જોહર : બીજું શું કરવાનું ? એણે દસ રૂપિયાની નોટ આપી એ ખિસ્સામાં મૂકી સાત રૂપિયાનું પરચૂરણ એના હાથમાં પકડાવીને હું ભાગી આવ્યો…

પંકજ પંડ્યા :  હાહાહાહા….  તમારી હાલમાં રજૂ થયેલ ફિલ્મ ધડક વિશે અમારા મિત્રોને જણાવશો ?

કજો :  ધડક ફિલ્મથી મારું નાનપણનું સપનું પૂરું થયું છે…

પંકજ પંડ્યા :  કેવી રીતે ?

કરણ જોહર : હું નાનો હતો ત્યારે મને મિકી માઉસ એન્ડ ડોનાલ્ડ ડક સિરીઝ જોવી બહુ ગમતી….

પંકજ પંડ્યા : એને અને ધડકને શો સંબંધ ?

કજો : તમે વચ્ચે બહુ બોલો છો ?

પંકજ પંડ્યા : ઓહ સોરી…

કરણ જોહર : મિકી માઉસ અને ડોનાલ્ડ ડક મુંબઇ ફરવા આવેલા ત્યારે હું એમને શિરડી સાંઈ બાબાના દર્શને લઇ ગયેલો….

પંકજ પંડ્યા :  hmm..

કજો : મિકી સાંઈબાબાનો ભક્ત બની ગયો અને એણે પોતાનું નામ બદલી નાખ્યું..

પંકજ પંડ્યા :  શું નામ રાખ્યાં છે ?

કરણ જોહર :  એણે મિકી માઉસ નામ બદલીને સાંઈ-rat (Sairat) કરી નાખ્યું..  એ નામ પરથી મરાઠીમાં એક ફિલ્મ બની.. જેનો ઉચ્ચાર લોકો સૈરાટ કરે છે….

પંકજ પંડ્યા : તો તો પછી ડોનાલ્ડ ડક નારાજ થયો હશે ને ?

કજો : થાય જ ને ?

પંકજ પંડ્યા :  પછી ?

કરણ જોહર : પછી શું થાય ? આપણે…..

પંકજ પંડ્યા : હે?

કજો : આપણે એને મનાવવા માટે the duck (ધડક) બનાવી નાખી….

પંકજ પંડ્યા : વાહ… વાહ… વાહ… લાયા લાયા બાકી… જોરદાર….

કરણ જોહર :   તો પછી ?

પંકજ પંડ્યા : બાહુબલીના બંને ભાગનાં હિન્દી વર્ઝન તમારા ધર્મા પ્રોડક્શને રિલીઝ થયા…. કઇ રીતે વાત બની?

કજો : બાહુબલી ખૂબ મોટા ગજાની ફિલ્મ છે…  Arka media works  સાઉથમાં મોટું બેનર છે… પણ જ્યારે ફિલ્મ  હિન્દીમાં રિલીઝ થઈ રહી હોય તો બોલીવુડનું મોટું બેનર બાહુબલી સાથે જોડાય તો things get easy you know ? એમણે મારો સંપર્ક કર્યો… અને વાત બે નરની હોય… સોરી… બેનરની હોય તો હું ના પાડું જ નહીં… પછી જે થયું એ ઇતિહાસ છે… મારે કંઈ કહેવાની જરૂર નથી….

પંકજ પંડ્યા : વાહ…

લાગતું વળગતું: મને મારી સેકસ્યુઆલિટી પર ગર્વ છે: કરન જૌહર

કરણ જોહર : બસ યહી અપરાધ મૈ હર બાર કરતા હૂં….

પંકજ પંડ્યા : શાનો અપરાધ કેવો અપરાધ ?

કજો : આ ચાલુ શૉ માં અધવચ્ચે ગાવાનો અપરાધ…. સોરી…

પંકજ પંડ્યા :  જો કે તમે આખું ગીત ગાયા હોત તો પણ મને જરાય વાંધો નહોતો.

કરણ જોહર : એમ કેમ ?

પંકજ પંડ્યા : મારે એટલું કન્ટેન્ટ ઓછું શોધવું પડત…

કજો : હાહાહા….

પંકજ પંડ્યા : તમે એક સાથે અનેક ક્ષેત્રોમાં કામ કરો છો અને ખરા અર્થમાં મલ્ટી ટેલેન્ટેડ છો… કઈ રીતે કરી લો છો આટલું બધું ?

કરણ જોહર : ટેલેન્ટ મારા હોમોર્નસ માં જ ઠાંસી ઠાંસીને ભર્યું છે…

પંકજ પંડ્યા : ઇટ’ઝ હોર્મોન્સ સર….

કજો : એ જ.. એ જ…

પંકજ પંડ્યા : થોડા વર્ષ ઉપર તમે દર્શકોને સોટી મારેલી ?

કરણ જોહર : ના રે ?

પંકજ પંડ્યા : કેમ ભૂલી ગયા ? SOTYStudent of the year…

કજો : હેહેહે…. એ SOTY બહુ ચાલેલી… બધા એક બીજાને SOTY જોવા માટે ભલામણ કરતા હતા… “See SOTY “ એટલે કે મેં મારેલી તો સોટી… પણ સિસોટી બનીને વાગેલી….

પંકજ પંડ્યા : ખરા અર્થમાં કહું તો  ગાજેલી…..

કજો : thanks for your kind words.

પંકજ પંડ્યા : અમારા આમંત્રણનો સ્વીકાર કરી અહીં પધારવા બદલ  ખૂબ ખૂબ આભાર… તમારા આગામી પ્રોજેક્ટસ ની સફળતા માટે શુભેચ્છાઓ…

કરણ જોહર : આભાર…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: FIFA Games જે તમને તમારા Football પ્રેમની ચરમસીમાએ લઇ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here