વોટ્સ એપનો એક ફેક મેસેજ અને Infibeam ના શેર્સની પથારી ફરી

0
129
Photo Courtesy: indianexpress.com

વોટ્સ એપના ફેક ન્યુઝથી Infibeam ને થયેલા નુકશાનની વાત તો નવી છે પરંતુ લગભગ ગયા દાયકામાં જ્યારે વોટ્સ એપનો જન્મ પણ નહોતો થયો, ત્યારે વલસાડ બાજુ ICICI બેન્કના ATMમાંથી એક વ્યક્તિના રૂપિયા ન નીકળતા તેણે ICICI બેન્ક ઉઠી ગઈ એવો SMS વહેતો કર્યો હતો અને બીજા જ દિવસથી ICICI બેન્કની દેશભરની શાખાઓ આગળ પોતાના નાણા ઉપાડવા ગ્રાહકોની લાઈન લાગી ગઈ હતી.

Photo Courtesy: indianexpress.com

આવું જ જ્યારે કેતન પારેખના ઉઠમણાંથી ગુજરાતભરની કોઓપરેટીવ બેન્કોની સામે લાઈનો લાગી હતી ત્યારે બન્યું હતું. જો કે કેતન પારેખના ઉઠમણાંથી ઉભું થયેલું પેનિક જેન્યુઈન હતું પરંતુ ICICI વાળી વાત તો બિલકુલ ખોટી સાબિત થઇ હતી જે ICICIની હાલની તંદુરસ્તી પરથી સાબિત થાય છે. વળી, કેતન પારેખ કાંડ બાદ પણ ગુજરાતમાં સહકારી બેન્કો ચાલી જ રહી છે એ પણ  હકીકત છે.

પરંતુ Infibeam ની હાલત એક વોટ્સ એપ મેસેજે એવી ખરાબ કરી દીધી કે 2007ની 7 જાન્યુઆરીએ સત્યમ કમ્પ્યુટર્સના શેર્સમાં એક જ દિવસના 80% ના ધોવાણ બાદનું સહુથી મોટું ધોવાણ એટલેકે 70% જેટલું ધોવાણ નોંધવામાં આવ્યું. એવો તો કયો  મેસેજ વોટ્સ એપ પર ફરવા લાગ્યો હતો જેણે Infibeam ના રોકાણકારોને રાતે પાણીએ રોવડાવ્યા? ચાલો જાણીએ.

લાગતું વળગતું: વોટ્સએપ કહે એટલે ‘પત્થર કી લકીર?’ : ફોરવર્ડ થતા મેસેજ અને ગેરમાર્ગે દોરાતો સમાજ

Infibeam અંગેના ફેક વોટ્સ એપ મેસેજમાં કહેવાયેલી ઘણી અસત્ય બાબતોમાંથી મુખ્ય વાત હતી કંપનીના શંકાસ્પદ એકાઉન્ટ્સ જેણે ટ્રેડર્સમાં પેનિક ઉભું કર્યું. આ પ્રમાણેનો મેસેજ જાણવા મળ્યા અનુસાર Equirus Securities  દ્વારા ફેલાવવામાં આવ્યો હતો. આ મેસેજમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે Infibeam દ્વારા તેના એક યુનિટને જેની નેગેટિવ નેટ એસેટ્સ છે તેને આઠ વર્ષ માટે વ્યાજમુક્ત અને અનસિક્યોર્ડ લોન પણ આપી છે.

આ ઉપરાંત આ ફેક મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ તેના એક સહસ્થાપકને નોન-પ્રમોટર તરીકે નીમ્યા છે પરંતુ તેમ છતાં તેમની પાસે કંપનીના શેર્સ મોટી સંખ્યામાં છે. જો કે Equirus Capital દ્વારા આ તમામ મેસેજીસ તેના દ્વારા મોકલવામાં આવ્યા હોવાનું ખંડન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું.

Photo Courtesy: indianexpress.com/

શુક્રવાર 28 સપ્ટેમ્બર 2018ના દિવસે જ્યારે Infibeam ના શેર્સ ઉંધે માથે પડ્યા ત્યારે કંપનીએ દેશના મુખ્ય શેરબજારોને એક ખુલાસો કરતો પત્ર લખવો પડ્યો કે એવી કોઇપણ માહિતી કે જાહેરાત કંપનીએ છુપાવી હોય કે તેની પાસે બાકી હોય જેને લીધે તેના શેરના ભાવમાં આટલો બધો કડાકો આવી શકે. શેરબજારમાં રસ ધરાવનારાઓને ખ્યાલ જ હશે કે એપ્રિલ 2016માં રંગેચંગે Infibeam ની એન્ટ્રી શેરબજારમાં થઇ હતી. આ ઈ કોમર્સ ફર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા IPO એ રૂ. 450 કરોડ ઉભા કર્યા હતા. શુક્રવારે BSE અને Nifty 50 માં વિક્રમી ઇન્ટ્રાડે કડાકો Infibeam ને લીધે જ નોંધવામાં આવ્યો હતો.

લાગતું વળગતું: શેરમાં રોકાણ કરવું છે? તો કેટલીક સાવચેતી વિષે જાણવું પણ જરૂરી છે

આ રીતે વોટ્સ એપ પર ફેલાતા ફેક ન્યૂઝથી દેશભરના સામાજિક તાણાવાણા પર જ ગંભીર અસર પડતી આપણે અત્યારસુધી જોઈ છે પરંતુ હવે એક વિશાળ કંપનીની આર્થિક સ્થિતિ પણ આ રીતે હલબલી જાય એવું પહેલીવાર જોવા મળ્યું છે.

સરકાર વોટ્સ એપ દ્વારા ફેલાતા ફેક ન્યૂઝ અંગે ગંભીર છે પરંતુ હવે તેણે આ પ્રકારના ફેક મેસેજ ઉભા કરનારાઓ અને તેને આગળ વધારનારો વિરુદ્ધ કડક અને ત્વરિત પગલાં લેવાની જરૂર છે તે Infibeam ની ઘટના પરથી લાગી રહ્યું છે.

eછાપું

તમને ગમશે: ધ ડીસ્ગ્રેસ ઓફ ગીહોન: ફૂટબોલના વર્લ્ડકપનાં ઇતિહાસની સહુથી શરમજનક મેચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here