જીયો ટીવી અને જીયો મ્યુઝિક માટે પણ હવે ખિસ્સાં ખાલી કરવા પડશે

0
892
Photo Courtesy: guidingtech.com

અંગ્રેજીમાં એક બહુ સુંદર રૂઢીપ્રયોગ છે, “There is no free lunch”! એટલેકે આ દુનિયામાં મફતમાં કશુંજ મળતું નથી, અને જો મફતમાં મળતું હોય તો એમાં નક્કી કોઈ લોચો હોય જ. પરંતુ રિલાયન્સ જીઓના આક્રમણ બાદ તેના દ્વારા જીયો સિનેમા, જીયો ટીવી જેવી ઘણી પ્રીમિયમ એપ્સ સાવ મફતમાં તેના ગ્રાહકો સમક્ષ ધરી દેવામાં આવી હતી.

Photo Courtesy: guidingtech.com

જે પ્રકારનું ઉચ્ચ કક્ષાનું કન્ટેન્ટ આ જીયો ટીવી (જેમાં અમુક મિનીટ  મોડી ક્રિકેટ મેચોનું લાઈવ પ્રસારણ પણ સામેલ છે) તેના પરથી ઉપરોક્ત અંગ્રેજી રૂઢીપ્રયોગ ખોટો પડતો હોય એવું આપણામાંથી ઘણાને લાગવા લાગ્યું હતું. એક સવાલ એ પણ ઉભો થતો હતો કે આટલું સારું કન્ટેન્ટ રિલાયન્સને આપણને ફ્રીમાં આપવાનું કેવી રીતે પરવડતું હશે. તો કેટલાક ટેક પંડિતોએ એવી આગાહી કરી દીધી હતી કે એક સમય જરૂર આવશે જ્યારે રિલાયન્સ જીયો એ પણ જીયો ટીવી કે પછી જીયો મ્યુઝિક વગેરેના સબસ્ક્રિપ્શન ઉઘરાવવા પડશે.

વેલ, એ ટેક પંડિતોની આગાહી સાચી પડવા જઈ રહી છે. કેટલાક ટેક નિષ્ણાતો અને જીયો સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓએ હાલમાં જ જણાવ્યું છે કે બહુ જલ્દીથી જીયો ટીવી, જીયો સિનેમા, જીયો મ્યુઝિક જેવી અત્યારસુધી મફતમાં જોવા મળતી એપ પર હવે સબસ્ક્રિપ્શનનો વિકલ્પ આવી રહ્યો છે. જો કે આ સમાચાર વાંચીને કોઈ પણ જીયો ચાહકને એકદમ ગભરાઈ જવાની જરૂર નથી.

લાગતું વળગતું: શું છે આ Jio Giga Fiber જે ભારતમાં બ્રોડબેન્ડ ક્રાંતિ લાવી દેશે?

જીયો સિનેમા કે તેના જેવી અન્ય એપ્સ પૂર્ણપણે પ્રિમીયમ થવા નથી જઈ રહી. રિલાયન્સ જીયોના કેટલાક અધિકારીઓના કહેવા અનુસાર હવે જીયોની ઘણી એપ્સ Premium નહીં પરંતુ Freemimum થશે. એટલે મોટાભાગનું કન્ટેન્ટ તો જીયો એપ્સ પર ફ્રી જ મળશે પરંતુ કેટલાક ખાસ કન્ટેન્ટ પર તમારે ખિસ્સાં ખાલી કરવાની તૈયારી રાખવી પડશે.

અત્યારે જાણવા મળ્યા અનુસાર રિલાયન્સ જીયો એ નક્કી કરી રહ્યું છે કે જીયો સિનેમા કે પછી જીયો ટીવી અને જીયો મ્યુઝિક જેવી એપ્સ પર એવા કયા કન્ટેન્ટ છે જે લોકો માત્ર અને માત્ર ફ્રી માં જ જોવા માંગે છે. ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવશે કે આ એપ્સમાંથી કઈ એપ્સ પર કેટલું કન્ટેન્ટ માત્ર સબસ્ક્રિપ્શન પર જ આપવામાં આવે.

રિલાયન્સ જીયો દ્વારા આ પ્રકારે શરુ કરવામાં આવેલી વિચારણા પાછળ એક મહત્ત્વનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે હવે ભારતમાં લોકો પૈસા ખર્ચીને પણ Netflix અને Amazon Prime પર ઉચ્ચ સ્તરનું કન્ટેન્ટ જોવા લાગ્યા છે. પરંતુ આ બંને સેવાઓમાં કશુંજ મફત નથી, તો રિલાયન્સ જીઓ તેના જીઓ ટીવી કે પછી જીયો સિનેમા અને જીયો મ્યુઝિક જેવી એપ્સ પર મોટાભાગનું કન્ટેન્ટ ફ્રી રાખીને પસંદગીના કન્ટેન્ટ પર ચાર્જ લે તો શું વાંધો છે?

એક સમાચાર અનુસાર રિલાયન્સ જીઓએ મ્યુઝિક એપ સાવનને એક્વાયર કરી લીધી છે અને હાલમાં બંને અલગ અલગ ઓળખ જરૂર ધરાવે છે પરંતુ એક સમય એવો આવશે જ્યારે જીયો મ્યુઝિક અને સાવન બંને મર્જ થઇ જશે અને કદાચ એ સમયે જીયો મ્યુઝિક પર ઘણું કન્ટેન્ટ પ્રિમીયમ જાહેર કરી દેવામાં આવશે. આમ રિલાયન્સ જીયોની ઈકોસિસ્ટમમાં ભારેભરખમ ફેરફારો આવી રહ્યા છે અને છેવટે તેનો લાભ તેના ગ્રાહકોને જ મળવાનો છે.

eછાપું

તમને ગમશે: મ્યુચ્યુઅલ ફંડ – રોકાણ કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here