શિક્ષકો અને વાલીઓ વચ્ચેની ખેચતાણમાં બગડી રહ્યું છે બાળકોનું ભવિષ્ય

4
196
Photo Courtesy: kaedu.mediatree.co.in

શિક્ષણ આપણા માટે પાયાની જરૂરિયાત છે. વીકીપીડીયાના સર્વે મુજબ વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% જોવા મળ્યું છે. પણ મૂળ મુદ્દો શાળા અને વાલીઓ વચ્ચેની ખેચતાણનો છે. આપણું બાળક જયારે આપણે શાળામાં મુકીએ ત્યારે શાળા દ્વારા આપણી જ રીત પ્રમાણે તેનું ઘડતર થાય તેવી અપેક્ષા રાખી ન શકાય. સ્વાભાવિક રીતે અહિયાં વાલીઓ અને શાળા બંનેના પક્ષે  આપણે વાત કરી રહ્યા છીએ.

Photo Courtesy: kaedu.mediatree.co.in

શાળા દ્વારા માનવીય મુલ્યો અને સંવેદના ભુલાઈ રહ્યા છે તે પણ હકીકત છે. ઘરમાં એકનું એક બાળક લાડ કોડમાં ઉછરેલું તો તેને શાળા પણ લાડકોડમાં ઉછરે તે વ્યાજબી નથી. પણ બાળક લગભગ ઘણો સમય શાળાના વાતાવરણમાં વીતાવતું હોય છે. ઘણીવાર એવું બને છે કે શાળાના શિક્ષકનો મુડ સારો હોય તો બાળકને ઘણી સારી રીતે ભણાવે છે. જ્યારે ઘણીવાર શિક્ષક જ માનસિક રીતે તેની અંગત જીંદગીમાં મુશ્કેલી અનુભવતા હશે, અથવા તેમનો મુડ સારો નહીં હોય તો બાળકને “આટલું પણ નથી આવડતું?” કહીને વડ્કું ભરી લેશે. જરા વિચારો બાળકને તમારી અંગત જીંદગી કે તમારા મુડ સાથે શું લેવા દેવા? તેને તમે સારું કહો તો તે અંદરથી કેટલું ખુશ થતું હોય છે તેની શિક્ષકોને ખબર જ નથી હોતી.

ઘણી જગ્યા પર ઘરમાં મમ્મી સિવાય બાળકની જવાબદારી કોઈ લેતું ન હોય. મમ્મી વિચાર કરે કે હવે આ શાળાએ જાય તો હું આટલા કામ કરી લઉં. શાળામાં બાળક બે સારા શબ્દો માટે તરસતું હોય.  એ જ બાળકને ઘરે કોઈ સમય ન આપતું હોય એટલે તેને શાળા એ મોકલવામાં આવે છે. જયારે શાળા દ્વારા પણ તેને “નથી આવડતું” તેવું પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે બાળક જાય સીધું  ટ્યુશનમાં. માતાપિતા અને શાળા જરા વિચાર કરે આમાં બાળક કેટલું પિસાતું હોય છે ? બાળકનો કોઈ વાંક ખરો ? વાલીઓ અને શાળાની ખેચતાણ માં મોટાભાગે આજનું દરેક બાળક પિસાતું હોય છે. જો માતાપિતા અને શાળા બંને પોતાની જવાબદારી સમજે તો આપણે કેટલું સારું ભવિષ્ય આપી શકીએ આપણા બાળકને જરા વિચારો !

વાલીઓ એવું સમજે છે કે શાળા અમારા બાળકની જવાબદારી નથી લેતી અને શાળા એવું સમજે છે કે વાલીઓને બાળકની જવાબદારી નથી લેવી. આમાં સરવાળે કોનું ભવિષ્ય બગડશે તે કોઈ નથી વિચારતું!!

શું “તારે ઝમીન પર” ફિલ્મમાં જે શિક્ષક દેખાડવામાં આવ્યા છે તેવા શિક્ષકો ક્યાય હકીકતમાં આપણને જોવા મળે છે ખરા? જે બાળકનું ભણતર ન બગડે તેની માટે આટલી મેહનત કરે છે. જે બાળકના માતાપિતા તેને નથી સમજતા પણ તેનો શિક્ષક તેને સમજે છે ! આવા શિક્ષકો કોણ ઉભા કરશે? શું આપણી એજ્યુકેશન સીસ્ટમ આપણને માનવી મુલ્યોથી દુર રેહવાનું શીખવે છે ? કામનું ભારણ શિક્ષકો પર નાખવામાં આવે છે પણ તો શું તેની પ્રતિક્રિયા આપણે વિદ્યાર્થી પર આપવાની? શું શાળાએ માત્ર ફી લેવાનું જ સાધન બની રહેશે? કદાચ જે શિક્ષિત વાલીઓ છે તેમને ફી વધારાના મુદ્દે આટલી તકલીફ નહીં હોય પણ તેમનો મુદ્દો  એ હશે કે શાળા ફી ભલે વધારે લે પણ સામે તેવું શિક્ષણ, અને ખાસ કરીને તેમના બાળકને એક સારા નાગરિક, એક સમજદાર વ્યક્તિ બનાવવાની જવાબદારી તો લે?

લાગતું વળગતું: Teacher’s Day: શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે શું ખૂટે છે? શું હોવું જોઈએ?

હમણાં જ અમદાવાદની એક શાળામાં માત્ર 7 વર્ષ નું બાળક ડીપ્રેશનથી પીડાતું હોય તેવું સામે આવ્યું. એ બાળક ક્લાસમાં કઈ બોલતું જ નહતું. વિચાર કરો જરા એ બાળકની માનસિક હાલત. ખાલી એટલું વિચારો કે એ બાળકની જગ્યા એ આપણું બાળક હોય તો ? આવું કેમ? કોણ જવાબદાર આ વસ્તુ માટે? શાળા કે વાલીઓ?

શાળાના મેનેજમેન્ટ દ્વારા શું પગલા લેવામાં આવ્યા તેની જાણ નથી અથવા તો તે બહાર નથી આવ્યું. પણ સરવાળે નુકશાન કોનું? એક શાળામાં બાળક બાથરૂમ કરવા જાય તો શિક્ષકો એ માં બાપ ને મનમાં એવું ઠસાવ્યું કે તમારા બાળકને કુદરતી આવેગો પર કંટ્રોલ નથી. તેની પ્રતિક્રિયા રૂપે બાળક સવારે 8 થી લઇ ને બપોરે 2 સુધી બાથરૂમ જ નહતું જતું. એ બાળકીને સિવિયર યુરીન ઇન્ફેકશન થઇ ગયું! તમે આટલા નાના બાળકોને લઇ ને અથવા તેને જાજરૂ બાથરૂમને લઈને મુદ્દો કેવી રીતે બનાવી શકો?

આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં સંસ્કૃતિને માન આપવામાં આવે છે. પણ માનવીય મુલ્યોના નામે આપણે ખરેખર પાછળ છીએ. એક માણસને બીજું માણસ કેમ પછાડે તેમાં જ આપણા વિચારો ગતિ કરતા હોય છે. કેમ વાલીઓ તરીકે આપણે શાળાનો અભિગમ અને શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ તરીકે વાલીઓનો અભિગમ સમજી નથી શકતા? જ્યાં શાળા પોતાના અભિગમ પ્રમાણે સાચી હોય ત્યાં વાલીઓ એ પણ સમજવું પડશે અને જ્યાં માતાપિતા તરીકે તમારો અભિગમ સાચો હોય તો શાળાએ પણ સમજવું પડશે.

કોણ સાચું અને કોણ ખોટું એ પળોજણમાં આપણે આપણા બાળકનું ભવિષ્ય બગાડી રહ્યા છીએ તે સમજવું પડશે. આમાં ફી નો મુદ્દો ક્યાય નથી મુદ્દો માત્ર અને માત્ર માનવીય મૂલ્યોનો છે. શાળા અને વાલીઓ એકબીજાને સમજીને કામ કરશે તો અને તો જ આપણે આપણી આગળની પેઢીને ડીપ્રેશન વગરની દુનિયા આપી શકીશું.

eછાપું

ગમને ગમશે: દેખો ઓ દીવાનો તુમ યે કામ ના કરો આયુર્વેદ કો બદનામ ના કરો!

4 COMMENTS

  1. સમગ્ર પ્રશ્ન નું મૂળ આપણી વ્યવસ્થા અને વ્યવસ્થા બનાવવા વખતે ઉપયોગ માં લેવાતી માનસિકતા છે.

    આપણે ભારતીય લોકો આપણા મૂળભૂત શિક્ષણ થી દુર થઇ ગયા છીએ અને વેસ્ટર્ન ટેમ્પ્લેટ મા આપણી જાત ને ફિટ કરવા માટે આપણા બાળક ઉપર (જાણે-અજાણે) જોર જુલમ કરી નાખીએ છીએ. અહીં આપણે માં બધા આવી ગયા, શાળા, શિક્ષકો અને વાલીઓ.

    આંધળી દોટ માં જવા ને બદલે બાળક ની રસ-રુચિ ને સમજી ને રચનાત્મકતા બહાર લાવે એવી અપેક્ષા નવી આવવાની શિક્ષણ નીતિ પાસે થી રાખીયે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here