કેરી… શું થયું? નામ સાંભળીને ઓક્ટોબર મહિનામાં જ મોઢામાં પાણી આવી ગયુંને? સ્વાભાવિક છે આવે જ.
કેરી એક ટ્રોપિકલ ફ્રૂટ્ છે જેની વિશ્વભર માં લગભગ 4.5 કરોડ ટન ખેતી થાય છે. એક વખત કેરી પાકી જાય પછી પછી બહુ દિવસ તે સારી રહી શકે નહીં. વળી આટલા બધા પ્રમાણમાં ખેતી થતી હોય તો બધી કેરી તો ખાવા માં કામ નહીં જ આવતા હોય? ફળ છે ટનના હિસાબે બગાડવાની શક્યતા પુરી હોય જ. તો આપણે શું કરીયે? ફેંકી દઈએ અથવા શાકાહારી પ્રાણી ને ખાવા આપી દઈએ સાચું ને? પણ આજે તમને જાણી આશ્ચર્ય થશે કે આ સડી ગયેલા ફળોના રાજામાંથી સુંદર ટકાઉ “જૂતા” પણ બની શકે છે? જુતા હા ભાઈ, જૂતા તમે બરાબર વાંચ્યું.

હવે બરોબર ધ્યાન રાખીને વાંચો. નેધરલેન્ડ્સની એક સ્ટાર્ટઅપ કંપનીએ સડી ગયેલા ફળોમાંથી જૂતા બનાવવાનું શરુ કર્યું છે. આ કંપની દુનિયાભરમાંથી સડી ગયેલી કેરી ને એકઠી કરે છે, ત્યાર બાદ તેના છોતા અને ગોટલી અલગ કરીને છોતાને અનેક વખત મિક્સરમાં પીસવામાં આવે આવે છે ત્યાર બાદ તેમાં સારી રીતે એજેન્ટ કેમિકલ મેળવીને બાફવામાં આવે છે જેના લીધે તે પેસ્ટ જેવું બની જાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે. હવે આ પેસ્ટને સુકાવવા માટે એક કાચની પ્લેટ પર મુકવામાં આવે છે જે 40 સેન્ટિમીટર લાંબી ને 7 સેન્ટીમીટર પહોળી હોય છે.
આ પ્લેટ પર એક કારીગર સમાન રીતે બરાબર ગોઠવીદે છે અને આવી તમામ પ્લેટોને એક ડીહાઇડ્રેટરમાં મૂકે છે અને આંબાની એ પ્લેટો ધીમે ધીમે પકાવવા માં આવે છે. અહીં એ ધ્યાન રાખવામાં આવે છે કે આંબાના રેશા પોતાની Flexibility ન ગુમાવે.
લાગતું વળગતું: વૈજ્ઞાનિકોને એન્ટાર્કટિકા સમુદ્રની નીચે કશુંક એવું મળી આવ્યું કે… |
નિયત સમય પછી એને બહાર કાઢવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા પતી ગયા બાદ હવે એમાં લગભગ 20% જેટલો જ ભેજ રહ્યો હશે. કેરી ના રેસા રાસાયણિક રીતે વધુ મજબૂત બની ગયા છે અને હવે એના જૂતા બનવા માટે તૈયાર છે. ત્યારબાદ આ કેરી ને બીજા પ્લાન્ટમાં મોકલી આપવામાં આવે છે. અહીં જે કેરી ની સીટ બનાવવામાં આવી છે તેના પર એક રાસાયણિક એજન્ટ સ્પ્રે છાંટવામાં આવે છે જે સીટને Preservative અને Waterproof બનાવીદે છે. ત્યાર બાદ તેને ફરીથી સુકવી ને બીજી વખત બીજી તરફ સ્પ્રે કરવામાં આવે છે. સુકાઈ ગયેલી સીટ હવે કડક બની ગઈ છે અને એને ચામડા જેવી ડિઝાઇનનું સ્વરૂપ આપવા માટે પ્રેસ મશીનમાં એક ગરમ પ્લેટ દ્વારા છાપવામાં આવે છે. ત્યારે બાદ આ સીટને ચેક કરવા માટે એક સેમ્પલ ને હદથી વધારે એક મશીન દ્વારા ખેંચવામાં આવે છે અને એટલી ખેંચવામાં આવે કે જ્યાં સુધી એ ફાટી ન જાય અને એની ગુણવતાનું આ રીતે બરાબર ધ્યાન રાખવામાં આવે છે.
બસ, હવે જરૂરિયાત મુજબ એનું કટિંગ, સિલાઈ પોલિશિંગ કરીને જૂતામાં તેને પરિવર્તિત રબરના તળિયા સાથે જોડવામાં આવે છે. અને બસ આ રીતે ફર્સ્ટક્લાસ જૂતા તૈયાર છે, હવે તમે એને પહેરીને ક્યાંય પણ ફરવા જઈ શકો છો.
તો આ ઇકો ફ્રેન્ડલી કેરી ના જૂતા તમે ક્યારે પહેરો છો?
eછાપું
તમને ગમશે: મારો, તમારો, આપણો મિડલ ક્લાસ – તુજ સે નારાજ નહીં ઝિંદગી, હૈરાન હૂં મૈં..