મારું ડોકું એટલે આડું કરું છું કારણકે… અજય દેવગણ ખોલે છે રાઝ

0
379
Photo Courtesy: freepressjournal.in

ફ્રાયડે ફ્રાયમ્સમાં આપ સૌનું ફરી એક વાર સ્વાગત છે… આજના આપણા મહેમાન છે કુછ કુછ હોતા હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, કભી ખુશી કભી ગમ થી લઈને દિલવાલે સુધી ની ફિલ્મોમાં પોતાના અભિનયનાં ઓજસ પાથરનાર શાનદાર અભિનેત્રી કાજોલના કેસરિયા બાલમ એવા અજય દેવગણ …

Photo Courtesy: freepressjournal.in

પંકજ પંડ્યા : વેલકમ ટુ અવર શો..

અજય દેવગણ : આભાર… હું તમારાથી ખૂબ નારાજ છું…

પંકજ પંડ્યા :  મેં તમે નારાજ થાઓ એવું કશું કર્યું જ નથી..

અદે : જૂઠ બર્દાશ્ત  નહિ હોતા….

પંકજ પંડ્યા : હું ક્યાં જૂઠું બોલ્યો.

અજય દેવગણ : તમે ચિંતા ના કરો…. આ તો મારી એક ફિલ્મમાં મારો તકિયા કલામ હતો…

પંકજ પંડ્યા : તો ઠીક…

અદે : જૂઠ બર્દાશ્ત  નહિ હોતા….

પંકજ પંડ્યા : પાછું ફરીથી ?

અજય દેવગણ : આ વખતે સાચું બોલ્યો છું… તમે મને કેસરિયા બાલમ કેમ કહ્યો ?

પંકજ પંડ્યા : તમે વિમલ કેસરીને બ્રાન્ડ એમ્બેસેડર છો એટલે..

અદે : ઉફ્ફ…

પંકજ પંડ્યા : તમને આવું કરવાનું કેમ સૂઝ્યું ?

અજય દેવગણ : અમે થોડા દોસ્તો ટુર પર હતા… બધા શરાબની મહેફિલ માણતા હતા…. મને પણ કહેવામાં આવ્યું.. મેં ના પાડી તો કહે… એક ઘૂંટ પી

પંકજ પંડ્યા : એને અને ગુટખાને શું લેવા દેવા ?

અદે : એ જ કહું છું… મેં જવાબમાં કહ્યું કે શરાબ તો શું… જ્યુસ કે પાણી પીવાનું પણ મન નથી….

પંકજ પંડ્યા : તો પછી શું થયું ?

અજય દેવગણ : આપણે…. એમાં એવું થયું કે… મેં કંઇ પણ પીવાની અનિચ્છા દર્શાવી તો કહે…. “ઓકે… ઘૂંટ પીના નહિ હૈ તો ઘૂંટ ખા” અને ઘૂંટ ખા ઉપરથી મગજમાં ગુટખાની રાઈ સોરી… તમાકુ ભરાઈ ગઈ….

પંકજ પંડ્યા : આ કંઈ સોલિડ કારણ ના કહેવાય…..

અદે : સોલિડ કારણ છે ને… સોલિડ કારણ પણ બતાવું છું…..

પંકજ પંડ્યા : હા જલ્દી બતાવો….. બધા એ જાણવા ખૂબ આતૂર છે..

અજય દેવગણ : ઓકે…. આપણા દેશની અધધ વસ્તી છે…. અહીં ફેમસ થવું એટલે ચાહકોની સંખ્યામાં ધરખમ ઉછાળો….

પંકજ પંડ્યા : એ ખરું.

અદે : અને અહીંની માનસિકતા મુજબ બદનામ થઈને વધુ પ્રખ્યાત થવાય છે…

પંકજ પંડ્યા : સાચી વાત…

અજય દેવગણ :  ઘણા લોકો ખાસ કરીને રાજકારણીઓ અને ઊંચા હોદ્દેદારો પાપ લીલા આચરીને ફેમસ થાય છે… તો ઘણા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બેન્કોને અને એક રીતે જોઈએ તો દેશની  ઇકોનોમીને ચૂનો લગાવીને ફેમસ થતા હોય છે…

પંકજ પંડ્યા : આ બધામાં તમે ક્યાં ?

અદે : આવું છું… આવું છું… એ જ વાત પર આવું છું…

પંકજ પંડ્યા : તો આવો ને ? અહીં મેં કંઈ બેક ગ્રાઉન્ડ મ્યુઝિક માટે સચિન જીગર ને નથી બેસાડ્યા કે તમને આમંત્રણ આપવા માટે “ વ્હાલમ આવોને…” ની ટ્યુન વગાડશે…

અજય દેવગણ :  હાહાહાહા….  હું રહ્યો રાષ્ટ્રવાદી માણસ…

પંકજ પંડ્યા : આ પાછું… ગુટખાને અને રાષ્ટ્રવાદીતાને શું લાગે વળગે ?

અદે : તમે બોલવા દેશો મને ?

પંકજ પંડ્યા : બોલો બોલો… આ તો માત્ર કન્ટેન્ટ ખૂટે છે એટલે વચ્ચે બોલું છું… અમારું પણ જોવાનું ને ?

અજય દેવગણ :  હા તો…. કૌભાંડીઓ લીલા આચરે….  વેપારીઓ સફેદો એટલે કે ચૂનો લગાવે… તો મને થયું કે આપણા રાષ્ટ્રધ્વજનો તિરંગો બનાવવામાં માત્ર કેસરી રંગ ખૂટે છે….

પંકજ પંડ્યા : પછી શું કર્યું તમે ?

અદે : પછી મેં જે કર્યું એ જગજાહેર છે..

પંકજ પંડ્યા :  એટલે ?

અજય દેવગણ : બોલે જુબાં કેસરી…….

પંકજ પંડ્યા :  હાહાહાહાહા……

લાગતું વળગતું: જ્યારે પુષ્પા જોષી માટે અજય દેવગણે પોતાનો શેડ્યુલ બદલ્યો

અદે : કેસરી શબ્દ દિલ, દિમાગ અને જુબાન પર છવાઈ જવાનું હજુ પણ એક કારણ છે…

પંકજ પંડ્યા : તો રાહ શાની જુઓ છો ? એ પણ કહી દો…

અજય દેવગણ : તમને એ તો ખબર  જ છે કે હું એક્શન ફિલ્મો કરવા માટે પ્રખ્યાત છું…

પંકજ પંડ્યા :  હા … એક્શનમાં તો તમે સૌના બાપ છો પણ તમારા માનસપુત્ર સમી એક્શન જેક્શન હતી એ એક son jack son નહોતી બની શકી…

અદે : જવા દો  એ વાત…. હા તો મને નાનપણથી જ એક્શન ફિલ્મો જોવાનો બહુ શોખ… સાઉથની એક્શન ફિલ્મો જોવાની બહુ મજા પડે… સાઉથની હિરોઈનોના નામમાં શ્રી લગાડે એ પણ મને બહુ ગમે… જેમ કે જયશ્રી શ્રી દેવી…   શ્રીયા… શ્રીતી……

પંકજ પડ્યા : હા… તો ?

અજય દેવગણ : હું કાજોલને પણ કાજોલ શ્રી કહેવા લાગ્યો… પછી એ નામ બહુ લાબું લાગ્યું એટલે શોર્ટ કરી નાખ્યું… કે.શ્રી…. કેસરી.

પંકજ પંડ્યા : એટલે કે બોલે જુબાં કેશ્રી…. એમ જ ને….

અદે : બિલકુલ…

પંકજ પંડ્યા :  કાજોલનું નામ મીનાક્ષી હોત તો સારું થાત….

અજય દેવગણ : કેમ ?

પંકજ પંડ્યા : તો તમે માખણ મિ.શ્રી…. આઈ મિન… મિસરીની એડ કરતા હોત…..

અદે : હાહાહાહાહા….

પંકજ પંડ્યા : હાશ… તમે પહેલી વખત હસ્યા..

અજય દેવગણ : frayday ફ્રાયમ્સના ચાહકો હસે એટલું પૂરતું નથી ??

પંકજ પંડ્યા : એ પણ છે…  એક વાત પૂછું?

અદે : પૂછો.. પૂછો…

પંકજ પંડ્યા : આ તમે તમારું ડોકું છ (વાગવા)માં પાંચ કમની જેમ એક બાજુ નમાવી કેમ રાખો છો ?

અજય દેવગણ : actually it’s tribute to my first favorite fight scene. મારી સામે છ વિલન હતા અને મારા પક્ષે હું છમાં પાંચ કમ… એટલે કે એકલો હતો… એટલે…

પંકજ પંડ્યા : હાહાહાહા….સાંભળ્યું છે તમે હમણાં ભાંગરો વાટ્યો’તો..

અદે : ના… મને દુઃખ છે કે ભાંગરા કે ઇવો કોઈ ડાન્સ પર મારી હથોટી…. સોરી… પગોટી નથી…

પંકજ પંડ્યા : એમ નહિ… તમે ખૂબ મોટી ભૂલ કરેલી…

અજય દેવગણ : ભૂલ ? કઈ ભૂલ ?

પંકજ પંડ્યા : કાજોલનો ફોન નંબર ટ્વીટર પર જાહેર કરેલો….

અદે : ઓહ યસ…. એ માત્ર ગેર સમજના લીધે…

પંકજ પંડ્યા : કેવી ગેરસમજ ?

અજય દેવગણ : કાજોલ ભારતમાં નહોતી અને અમારા એક ફ્રેમિલી ફ્રેન્ડે એની જોડે વાત કરવા મને ફોન કર્યો…. મેં કહ્યું કે એ દેશમાં નથી તું એના નંબર પર ફોન કર….. એની જોડે કાજોલનો નમ્બર નહોતો તો મેં કહ્યું કે હું કાજોલ નો નંબર આપું છું….  મેં બે કલાક સુધીમાં એને નંબર ના આપ્યો.. તો એણે ફોન કરી ને કહ્યું… કવિક…. અને હું સમજ્યો. … tweet…. એટલે tweet કર્યું….

પંકજ પંડ્યા : ઓહ…. હવે લાબું નહીં ખેંચાય… fryday ફ્રાયમ્સમાં આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

અદે : મને અહીં બોલાવવા માટે તમારો પણ આભાર…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: વાકા વાકા, વેવીન ફ્લેગ્સ જેવા ફૂટબોલ અને વર્લ્ડકપ સાથે સંકળાયેલા સરસ ગીતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here