ગઈકાલે રફેલ મુદ્દે સવારે સમાચાર આવ્યા કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી છે અને આ નોટીસ રફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી ત્રણ PILના ભાગરૂપે ફટકારવામાં આવી છે. બસ થઇ પડ્યું! મોદી દ્વેષી મિડિયા જોરમાં આવી ગયું અને નાચવા લાગ્યું.

કોંગ્રેસી સમર્થકોમાં તો જાણેકે આનંદની લહેર દોડી પડી અને તમામ સોશિયલ મિડીયામાં એવી અફવા ફેલાવવા માંડ્યા કે બસ હવે સુપ્રીમ કોર્ટ મોદી સરકારનો ભ્રષ્ટાચાર પણ બહાર પડશે (પોતાના 2G, કોલસા કે કોમનવેલ્થ ભ્રષ્ટાચારની જેમજ કે?). પરંતુ જેમ જેમ કાયમની જેમ મોદી સમર્થકોએ સુપ્રીમ કોર્ટ દ્વારા ખરેખર શું કહેવામાં આવ્યું છે એનો અભ્યાસ કરવામાં આવ્યો તેમ તેમ રફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોઇપણ પ્રકારની નોટીસ ન પાઠવી હોવાનું બહાર આવવા લાગ્યું.
કોંગ્રેસની જેમજ મોદી દ્વેષી મિડીયાએ આ મુદ્દે એટલી હદે જુઠ્ઠાણું ફેલાવ્યું કે લોકમાનસમાં એવી છાપ પડી ગઈ કે સુપ્રીમ કોર્ટમાં હવે કેન્દ્ર સરકારે રફેલ મુદ્દે બધાજ ખુલાસાઓ કરવા પડશે અને હવે મોદી સરકારે કયા ભાવે રફેલ ખરીદ્યા હતા, તેની ટેક્નોલોજી શું છે, શું તે વાયુસેના માટે યોગ્ય છે કે કેમ વગેરે, તેની બધીજ માહિતી આપવી પડશે. જો આવું થાત તો ભારત સરકાર સીધી રીતે ફ્રેન્ચ સરકાર સાથે કરવામાં આવેલા કરારનો ભંગ કરત. પરંતુ આપણા બધાના સદનસીબે એવું કશુંજ નથી થયું.
તો રાફેલ મુદ્દે ખરેખર ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં શું થયું હતું?
ગઈકાલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચ સમક્ષ આ મામલો આવ્યો હતો જેમાં ફ્રાન્સ પાસેથી ભારતે ખરીદવાના 36 રફેલ ફાઈટર જેટ્સ અંગે વિવિધ PIL દ્વારા અનેક માહિતીઓ માંગવામાં આવી હતી. કોર્ટે શરૂઆતમાં જ આ મામલે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી, જેને મિડીયાએ લગભગ હાઈલાઈટ કર્યો ન હતો.
હા, કોર્ટે એમ જરૂર કહ્યું હતું કે તે સરકાર પાસેથી રફેલ મુદ્દે તેણે જે નિર્ણય લીધો તેની સમગ્ર પ્રોસેસ વિષે જરૂર જાણવા માંગશે. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમ્યાન સ્પષ્ટપણે કહ્યું છે કે તે રફેલની કિંમત કે પછી તે ભારતીય વાયુસેના માટે યોગ્ય છે કે નહીં તે અંગે જાણવા નથી માંગતી કારણકે મામલો દેશની સુરક્ષા સાથે સંકળાયેલો છે.
લાગતું વળગતું: રાફેલ ડીલ આરોપમાં પણ કોંગ્રેસનો સેલ્ફ ગોલ? |
કોર્ટે સ્પષ્ટ શબ્દમાં નોંધ્યું હતું કે કોર્ટ સરકાર પાસે જે સવાલોના જવાબ ઈચ્છી રહી છે તે આ PIL સાથે કોઈજ સંબંધ નથી ધરાવતા. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે આ પીટીશનમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પૂર્ણપણે અપૂરતા છે.
આટલી હદે જ્યારે કોર્ટ સ્પષ્ટ હતી તેમ છતાં આપણું મિડિયા જેને નરેન્દ્ર મોદી સરકાર એક ટકો પણ નથી ગમતી તેણે પોતાની રીતે આ નિર્ણયનો મતલબ કાઢીને માત્ર અફવા જ ફેલાવવાનું કાર્ય કર્યું હતું. આ પ્રકારે કાર્ય કરીને મિડિયા એવું માનતું હશે કે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે, પરંતુ સોશિયલ મિડીયાના જમાનામાં મિડીયાનું જુઠ્ઠાણું લાંબો સમય ચાલતું નથી.
હજી આ બાબત શાંત થઇ જ હતી કે સાંજે એક નવા સમાચાર આવ્યા અને એ પણ રફેલ મુદ્દે જ હતા. સમાચાર એ હતા કે ફ્રેન્ચ મિડીયામાં એવા ડોક્યુમેન્ટ્સ પ્રકાશિત થયા છે જેમાં રફેલના ઉત્પાદક Dassault માટે રિલાયન્સ સાથે કરાર કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. ફરીથી મોદી દ્વેષી અને કોંગ્રેસ તરફી મિડિયા અને સમર્થકો મેદાનમાં આવી ગયા.
આ ડોક્યુમેન્ટ સાચો એ રીતે છે કે અગાઉ ચર્ચા થયા મુજબ રફેલ ડીલ એ ભારત અને ફ્રેન્ચ સરકાર વચ્ચેનો કરાર છે અને આ ફાઈટર જેટ્સના ઉત્પાદક Dassaultને તેના પાર્ટ્સ બનાવવા માટે ભારત સરકારના નિયમ અનુસાર ડીલના 50% Offset કરવા પડે એટલેકે ભારતીય ઉત્પાદકો પાસે બનાવડાવવા પડે.
પરંતુ ફ્રેન્ચ મિડીયામાં Dassault ના CEOને ટાંકીને જે કહેવામાં આવ્યું છે તે ઓવરઓલ Offset ની વાત છે જેમાં DRDO, HAL, BEL, Samtel, મહિન્દ્રા અને અન્ય ભારતીય સરકારી તેમજ બિનસરકારી કંપનીઓ સહીત રિલાયન્સ પણ સામેલ છે. પરંતુ કોંગ્રેસને અને તેના મિડીયાની અંદર તેમજ બહારના સમર્થકોને ખબર નહીં પણ રફેલ મુદ્દે કેમ કાયમ માત્ર અને માત્ર રિલાયન્સ જ દેખાય છે. એક હકીકત સ્પષ્ટ છે કે Offset કઈ ભારતીય કંપનીઓ સાથે કરવું તે માટે Dassault સ્વતંત્ર છે અને તેણે આ રીતે Offset રિલાયન્સ સહીત અન્ય ઘણી બધી ભારતીય કંપનીઓ સાથે નક્કી કર્યું છે.
આમ, સામાન્ય જનતાએ પણ મિડિયામાં આવતી તમામ બાબતોને સત્ય ન માનતા, સોશિયલ મિડિયા તેમજ અન્ય કોઈ સ્ત્રોત દ્વારા તેને ડબલ ચેક કર્યા બાદ જ કોઇપણ પ્રકારનું અનુમાન લગાવવું જોઈએ. આપણું દ્વેષી મિડિયા ક્યારેય નરેન્દ્ર મોદી કે મોદી સરકારના સારા કાર્યોને હાઈલાઈટ નહીં કરે, તે માત્ર આવી જ રીતે ખોટી બાબતોને ચગાવીને આપણું ધ્યાન એ સારા કાર્યો તરફથી હટાવવાની કોશિશ કરતું રહેશે તે અંગે આપણા મનમાં શંકાને કોઈજ સ્થાન ન હોવું જોઈએ.
આચારસંહિતા
Breaking: #French sources tell me that what the deputy CEO said is right. The offset, for which they are tying up with nearly a100 companies including Indian government run firms, is imperative to fulfill conditions of the deal. #Rafale (cont) @nsitharaman @SpokespersonMoD https://t.co/HTCoUz5cR2
— Snehesh Alex Philip (@sneheshphilip) October 10, 2018
eછાપું
તમને ગમશે: શેરમાં રોકાણ કરવું છે? તો કેટલીક સાવચેતી વિષે જાણવું પણ જરૂરી છે