સોશિયલ મિડિયાની એક પોઝિટીવ બાબત એ છે કે તેને ઉંમરનો બાધ નથી નડતો. વૃદ્ધ હોય કે યુવાન સોશિયલ મિડિયા દરેકને આકર્ષે છે. પરંતુ હાલમાં જ થયેલા એક સંશોધન અનુસાર વૃદ્ધો માટે કદાચ સોશિયલ મિડિયા આશિર્વાદ બની ને આવ્યું છે કારણકે તે તેમના ક્રોનિક દુઃખાવા અને તેને લીધે ઉભા થતા ડિપ્રેશનને તેમનાથી દૂર રાખી શકે છે.

અમેરિકામાં કરવામાં આવેલા આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ક્રોનિક દુઃખાવો ડિપ્રેશનનું મૂળ કારણ હોય છે. હવે જ્યારે આ પ્રકારના દુખાવા વૃદ્ધ વ્યક્તિઓને ઘરે વધુ સમય પસાર કરવા માટે મજબૂર કરી દે છે અને પરિવારના સભ્યો સાથે તેમને વાત કરવાનું બહુ ગમતું નથી ત્યારે તેઓ ડિપ્રેશનમાં સરી પડે એવો ભય વધારે હોય છે.
આ અભ્યાસમાં 67 કે તેનાથી વધુ ઉંમરના કુલ 3,401 વૃદ્ધ વ્યક્તિઓ સામેલ થયા હતા. આ તમામ વૃદ્ધો સમાજનો હિસ્સો હતા નહીં કે કોઈ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. ત્રીજા ભાગના વૃદ્ધો સાવ એકલા રહેતા હતા અને અડધાથી પણ વધારે વૃદ્ધો એ સ્વિકાર્યું હતું કે એમને છેલ્લા એક મહિનામાં શરીરના કોઇપણ અંગમાં અતિશય દુઃખાવાનો અનુભવ થયો છે.
લાગતું વળગતું: ડિપ્રેશન અનુભવી રહેલી મિત્રને વધુ ડિપ્રેસ ન કરશો |
જે લોકોને દુઃખાવાનો અનુભવ થયો હતો તેમાંથી જે લોકો સોશિયલ મિડિયાનો વપરાશ કરતા હતા તેમનામાં ડિપ્રેશનનો દર ઘણો ઓછો જોવા મળ્યો હતો. જો કે 6 ટકા એવા વૃદ્ધ પણ હતા જેઓ સોશિયલ મિડીયાનો વપરાશ કરતા હોવા છતાં ડિપ્રેશનનો ભોગ બન્યા હતા પરંતુ આ ટકાવારી ઓવરઓલ 15 ટકા કરતા ઘણી ઓછી હતી.
યુનિવર્સીટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકન સંસ્કૃતિને અનુરૂપ સોશિયલ મિડીયાનો ફાયદો વૃદ્ધ વ્યક્તિઓને એ રીતે થાય છે કે પોતાની વૃદ્ધાવસ્થાને લીધે અથવાતો ક્રોનિક દુઃખાવાને લીધે તેઓ પોતાના સગા સંબંધીઓને સીધી રીતે મળી શકતા નથી પરંતુ સોશિયલ મિડિયા દ્વારા તેઓ તેમના સંપર્કમાં રહી શકે છે. આથી તેમની ઘટી ગયેલી સામાજીક પ્રવૃત્તિમાં સોશિયલ મિડિયા થોડો વધારો કરી આપે છે.
આ અભ્યાસમાં ભાગ લેનાર વૃદ્ધ વ્યક્તિઓ ઓછામાં ઓછી એક સોશિયલ પ્રવૃત્તિ જેવી કે ચર્ચમાં જવું અથવાતો ક્લબની મિટિંગમાં ભાગ લેવો ઉપરાંત બે ઇન્ફોર્મલ સોશિયલ એક્ટીવીટીઝ જેવીકે મિત્રોને ઘરે બોલાવીને તેમની સાથે ચર્ચા કરવી વગેરે કરતા હતા. આમાંથી માત્ર 17 ટકા જ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરતા હતા.
મિશિગન યુનિવર્સીટીના રિસર્ચર્સ એવું માને છે કે ભવિષ્યમાં તેઓ વધુને વધુ પ્રોગ્રામ્સનું આયોજન કરશે જેનાથી મોટી સંખ્યામાં વૃદ્ધ વ્યક્તિઓને કમ્પ્યુટરનો વપરાશ તેમજ વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ વિષે જ્ઞાન આપી શકાય, જેથી કરીને તેમને ભવિષ્યમાં થનારા ડિપ્રેશનથી બચાવી શકાય.
આ જ ટીમનો હવે પછીનો સરવે એ અંગેનો હશે કે વૃદ્ધ વ્યક્તિઓને કઈ સોશિયલ મિડિયા સાઈટ્સ વધારે પસંદ છે, આથી તેના પર વધારે અભ્યાસ કરીને વધુને વધુ વૃદ્ધોની મદદ કરી શકાય.
eછાપું
તમને ગમશે: પુ.લ. દેશપાંડેને આપણે તારક મહેતાની હરોળના દિગ્ગજ કહી શકીએ?
મેં નિરીક્ષણ કર્યું છે કે કૈંક સારા શિક્ષિત કહેવાય એવા વૃદ્ધોને પોતાના ભૂતકાળના અનુભવો,પોતાની દ્રષ્ટિએ સલાહો ને એવું લખવાની ચળ ઉપડે છે અને એનાથી 15 20 વર્ષ નેની પેઢીને એ હતું તો હતું આજની વાત કરો કહી જાણવામાં રસ નથી હોતો.એમની સલાહો કાં તો સાંભળીને ભૂલી જવાય કે અવગણાય. એટલે અંદરોઅંદર પોતાના અનુભવો ને ઊંચા દેખાડવાની હોડ બકે છે અને ફરી વધુ દુઃખી થાય છે.