Fryday ના હીરો ગોવિંદા પોતાને હિરો નંબર વન કેમ ગણાવે છે?

0
359
Photo Courtesy: bollyworm.com

મિત્રો,  ફૂલી, હીરો, અનાડી, આન્ટી, બેટી, જોડી વગેરે બધા જ શબ્દોનો કદાચ એક સાથે કોઈ સંબંધ ના હોય, પણ જો એ બધાની પાછળ નંબર 1 લગાડવામાં આવે તો મારે તમને બતવવાની જરૂર ન રહે કે એ બોલીવુડના રાજબાબુ, દુલારા અને અલબેલા એવા ડેશીંગ ડાન્સર અને એમેઝિંગ અદાકાર ગોવિંદા ની ફિલ્મોનાં ટાઇટલ્સ છે…  તો મારે એ પણ બતાવવાની જરૂર ખરી કે fryday ફ્રાયમ્સના આજના આપણા મહેમાન છે… નન અધર ધેન ગોવિંદા… તો ગો…. ગો… ગો.. સોરી…. કમ… કમ… કમ… ગોવિંદા…

Photo Courtesy: bollyworm.com

પંકજ પંડ્યા : વેલકમ ગોવિંદા સર…

ગોવિંદા : આભાર…

પંકજ પંડ્યા : કેવું લાગી રહ્યું છે fryday ફ્રાયમ્સમાં આવી ને ?

ગોવિંદા: Fryday તો ઠીક છે… ફ્રાયમ્સની ખબર નહીં…

પંકજ પંડ્યા : hmm.. સમજી શકું છું…

ગોવિંદા : ફ્રાયમ્સ તો છોડો…  પણ લાગે છે કે હું બોઇલ્ડ થઇ જઈશ… AC ચાલું કરાવો…

પંકજ પંડ્યા : ઓહ… સોરી સર… આજે તમે આવવાના હતા એટલે બધા એટલા એક્સાઈટેડ કમ નર્વસ હતા… કે AC ચાલુ કરવાનું રહી ગયું…

ગોવિંદા: યુ મીન ટુ સે… એક્સાઈટેડ કમ… નર્વસ જ્યાદા….

પંકજ પંડ્યા : નહિ.. નહિ… સર… એક્સાઈટેડ પ્લસ નર્વસ……

ગોવિંદા : હાહાહાહા…..  ઓકે… નોટ અ પ્રોબ્લેમ… હવે તો AC ચાલુ કરો ?

પંકજ પંડ્યા : શ્યોર… હમણાં જ કરાવી દઉં છું…

ગોવિંદા: હાશ…

પંકજ પંડ્યા : btw તમે નંબર વન સિરીઝની ફિલ્મો કેમ ચાલું કરેલી ?

ગોવિંદા : એમાં એવું છે કે… એક એવો સમય હતો કે જ્યારે (ફિલ્મ) ઇન્ડસ્ટ્રીમાં મારા સહિત બીજા બે ચાર હીરોના નામના સિક્કા પડતા… ચાહકો કન્ફ્યુઝડ હતા કે ખરેખર નંબર વન કોણ છે… મારી નંબર વન સિરીઝ આવી… ખાસ કરીને એમાંની એક ફિલ્મનું નામ જ હીરો નંબર વન હતું… એટલે મારા નામની આગળ વિશેષણ લાગી ગયું… હીરો નંબર વન… ગોવિંદા… નો કન્ફ્યુઝન…. હાહાહાહા…

પંકજ પંડ્યા : ઓહ… વેરી ગુડ…. Btw તમે એક ફેનને થપ્પડ મારી દીધેલી….

ગોવિંદા: એ ભાઈને ફેમસ થવું હતું…

પંકજ પંડ્યા : એમાં થપ્પડ મારી દેવાની કોઈને ? જોજો મને થપ્પડ ના મારતા ક્યાંય… આપણે ફેમસ બેમસ નથી થવું….

ગોવિંદા : અરે એમ વાત નથી… એ વખતે આજની જેમ સોશિયલ મિડિયાનું જોર હોત તો એકાદ સેલ્ફી પાડીને કામ થઈ જાત… પણ એવું કશું ઉપલબ્ધ ના હોવાને લીધે થપ્પડ મારી દીધી…

પંકજ પંડ્યા : તમારા ડાન્સના લીધે…. અલગ જ પ્રકારના ગીતો પણ ફેમસ થતા … જેમ કે…

ગોવિંદા: જેમ કે ?

પંકજ પંડ્યા : મૈ તો રસ્તે સે જા રહા થા…. મૈ તો ભેલપૂરી ખા રહા થા… તૂઝ કો મિર્ચી લગી તો મૈ ક્યાં કરું ?

ગોવિંદા: તો ?

પંકજ પંડ્યા : હવે… કરોડો લોકો રસ્તા પર પસાર થાય છે.. લાખો લોકો ભેલપૂરી ખાય છે.. એમાં મરચાં શું લાગવાનાં ?

ગોવિંદા : તો ય લાગેલાં…. તીર નિશાન પર જ લાગેલું…

પંકજ પંડ્યા : કોને ?

ગોવિંદા: છેલ્લો અંતરો સાંભળી લેજો…

પંકજ પંડ્યા : યાદ છે… “તૂઝ કો નાચન ના આયે તો મૈ ક્યા કરું ?” આમાં કોને મરચાં લાગે…

ગોવિંદા: એ હું જાહેરમાં ના કહી શકું…

લાગતું વળગતું: AK એટલેકે અરવિંદકેજરીવાલનો ઓફિસ ઓફ પ્રોફિટ અંગે એક્સક્લુઝિવ ખુલાસો

પંકજ પંડ્યા : ઓકે.. જેવી તમારી મરજી… તમારામાં કોમિક ટાઈમિંગ ગજ્જબનું છે…. રિયલી… આઈ લવ ઇટ…

ગોવિંદા : થેન્ક્સ…

પંકજ પંડ્યા :  પણ આજના સમય મુજબ તમારા કરતાં તમારા ભાણેજ કૃષ્ણા અભિષેકની કોમિક ટાઇમિંગને દાદ આપવી પડે…

ગોવિંદા: સાચી વાત છે તમારી… મને ગર્વ છે કે એણે મને મામો બનાવ્યો છે… એનામાં જબરદસ્ત સાયન્સ ઑફ હ્યુમર છે….

પંકજ પંડ્યા : સર… સાયન્સ ઓફ હ્યુમર નહિ… સેન્સ ઓફ હ્યુમર…

ગોવિંદા : ભાઈ… હ્યુમરમાં હું કીડો છું… મને બધી ખબર પડે છે…  મારો કહેવાનો મતલબ છે કે એ હ્યુમરને સાયન્સની કક્ષાએ લઈ ગયો છે.

પંકજ પંડ્યા : વાહ…  તમે શૂટિંગ સાઇટ પર જવામાં લેઈટ લતીફ તરીકે જાણીતા હતા….

ગોવિંદા: એ તો કોઈએ મને સલાહ આપેલી કે સફળ થવું હોય તો લેટેસ્ટ રહેવાનું… હું આનાથી વધુ કંઈ કરી શકું તેમ નહોતો…

પંકજ પંડ્યા :  frayday ફ્રાયમ્સના ચાહકો માટે તમારો ફેમસ….. હટા સાવન કી ઘટા…. વાળો ડાયલોગ બોલોને ?

ગોવિંદા : ચલ…. હટા સાવન કી ઘટા… ખાલ ખુજા.. બત્તી બુઝા કે સો જા…. નિનટુકલે… પિન્ટુક્લે…વંટી પે ખડી હૈ બંટી… બજા રહી હૈ બાર બાર ઘંટી…. કુલ્લા મિલા કે પશ્ચિમ કો પલટે… ભૂત હો ગયા ફુટ લે વટ લે… ચલી જા યહાં સે હવા આંદે યાર…હટા સાવન કી ઘટા…

પંકજ પંડ્યા : સુપર્બ… વાહ… મજા પડી ગઈ…. મારા શો માં નાચવાનું પ્રયોજન નથી… પણ માની લો કે મેં તમને નાચવાની ફરમાઈશ કરી હોત તો તમે શું કરત ?

ગોવિંદા: અપને આપ કો મુગલે આઝમ ઔર હમ કો અનારકલી સમજ રકખા હૈ કયા ??

પંકજ પંડ્યા :  હાહાહાહાહા…… તમારી ફિલ્મ Fryday આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે….. આ શોનું નામ પણ Fryday ફ્રાયમ્સ છે….. તમારી ફિલ્મમાં ફ્રાયમ્સ ક્યાં છૂટી ગયું ?

ગોવિંદા : એ તો તમે ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે કેવા કેવા ફ્રાયમ્સ ફ્રાય થાય છે…

પંકજ પંડ્યા : ચોક્કસ…. Fryday ની સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

ગોવિંદા: આભાર….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું 

તમને ગમશે: આવો જાણીએ અને માણીએ ચાર નવી મહારાષ્ટ્રીયન વાનગીઓનો રસથાળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here