સરવાળે અતિશય મોંઘી પડતી કાર લોન માટે આ રહ્યો શ્રેષ્ઠ વિકલ્પ

1
312
Photo Courtesy: makemymoney.com

કાર લોન લઈને ખરીદવાથી કારમાલિક બન્યાનો આનંદ જરૂરથી થાય છે પરંતુ  “ એટ વોટ કોસ્ટ ?” એ કઈ કિંમતે ? એ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ.

Photo Courtesy: makemymoney.com

ધારોકે રૂ 5 લાખની કાર લોન લીધી 10% વ્યાજે ત્રણ વર્ષના માસિક હપ્તેથી ચુકવવાની શરતે તો દર મહીને ચૂકવવાના EMI થશે. રૂ 16,133.59 પુરા ને ત્રણ વર્ષ દરમ્યાન કુલ રકમ ચૂકવશે રૂ 5,80,809.24 અને કુલ વ્યાજ થશે 80,809.24. અહીં સાદું વ્યાજ 5.39% જ જણાશે પરંતુ વાસ્તવમાં આપણે ૧૦% વ્યાજ ચુકવ્યું છે.

હવે જો તમે કાર લોન વિના કાર લેવા ત્રણ વર્ષ લંબાવો અને રૂ. 16,000 માસિક બચાવી એને ઈક્વીટી મ્યુચ્યુઅલફંડ ના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન SIP કરો તો 10% વળતર આસાનીથી મળશે અને ત્રણ વર્ષના અંતે તમારી પાસે જમા થશે રૂ 6,68,509.14 કુલ રકમ તમે રોકશો રૂ. 5,76,000 અને કુલ વળતર મળશે રૂ 92,509.14.

આમ કુલ 92,509.14 વ્યાજ મેળવ્યું એની સામે લોનમાં તમે રૂ. 80,809.24 આપ્યા જે તમારા ગયા ખાતે જ ગણીને તે કોઈ બેન્કને મળ્યા. હવે જો રોકડેથી કાર ખરીદો તો 5% ડિસ્કાઉન્ટ તો કોઈપણ ડીલર આપશે જ તમને તો 5 લાખના 5% થયા 25,000 જે તમારી બચત થઇ. આમ તમને કુલ ફાયદો થયો  રૂ 92,509.14 + રૂ. 25,000 = 1,17,509.14 અને સામે રૂ 80,809.24નું નુકશાન અટક્યું એટલેકે તમારી પાસે રૂ 1,17,509.14 જમા થયા કહેવાય.

આ વ્યાજ અને વળતરની ગણતરી મેં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર જે ઘણીબધી રોકાણની સાઈટ પર મળી રહે છે એના આધારે કરી છે. તમે પણ કાર લોન લેતા પહેલા એ સાઈટ વિઝીટ કરી ગણતરી કરી લો તે સલાહભર્યું છે.

લાગતું વળગતું: “મારે પણ એક ઘર હોય” – પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલાં શું ધ્યાનમાં રાખશો?

હવે બીજી રીતે જોઈએ. અહી આ જ દાખલા માટે કહીએ તો રૂ. 16,000 નો માસિક હપ્તો આપવો એના કરતા ટેક્સી રીક્ષાનો ખર્ચ સસ્તો પડે. વળી જો કાર લઇ તમે ડ્રાઇવર રાખવાના હોવ તો એના પગાર કરતા રોજના ટેક્સી રીક્ષા ખર્ચ ઘણો જ ઓછો આવે અને એ રકમ બચાવી રોકડેથી કાર ખરીદી શકાય છે. વળી, આમાં હું કાર મેઈન્ટેનન્સ નો ખર્ચ તો ગણતો જ નથી જે રોજના ટેક્સી રીક્ષા ખર્ચ કરતા ઓછો જ આવે છે આમ બધી રીતે જ કાર લોન મોંઘી પડે છે.

તો શું કાર લોન લઈને ખરીદવી જ નહીં? જો તમારે રોજ દસ જગ્યાએ જવાનું ન હોય અને રોજ કાર લઇ ઓફિસે જ માત્ર જવાનું હોય અને એ જ કાર સવારથી સાંજ ઓફિસે અને રાત્રે ઘરે જ રહેવાની હોય તો કાર લોન મોંઘી જ છે. પરંતુ જો તમારે રોજ ત્રણ ચાર જગ્યાએ ફરવાનું હોય તો સારી છાપ પાડવા પણ કાર રાખવી પડે એમ હોય તો એમાંથી બે રૂપિયા વધુ કમાવી શકવાની શક્યતા હોય તો જ કાર લોન સસ્તી છે એમ કહી શકાય અન્યથા કાર રોકડેથી ખરીદવામાં જ શાણપણ છે.

કાર એ ભલે એક એસેટ કહેવાય પરંતુ એ ડેપ્રીસીએટીન્ગ એસેટ કહેવાય એનો અર્થ તમે એકવાર નવી નક્કોર કાર ખરીદો કે એની કિંમત પાછી વેચવા માટે અડધી થઇ જાય. વળી જેમ જૂની થાય એમ એની કિંમત ઘટતી જાય આમ કોઈપણ ડેપ્રીસીએટીન્ગ એસેટ લોન લઈને ખરીદવી ના જોઈએ કારણકે એનાથી વ્યાજના બોજમાં ડૂબી જવાય.

આમ ઉત્તમ રોકાણ વ્યવસ્થામાં કાર લોન એ સ્ટ્રીક્ટલી NO છે અને રોકડેથી ખરીદવામાં શાણપણ છે એનાથી રોકાણ માટે વધુ નાણા ફાળવી શકાય અને વધુ મૂડી ભેગી થઇ શકે જે વધુ વળતર રળી આપે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: શશી થરુર શા માટે કન્હૈયા કુમારને ભગત સિંઘ સાથે સરખાવે છે?

1 COMMENT

  1. Tran varsho sudhi paisa bachavi ne kaar leva hair to car company he bhaav ma vadharo karyo hot ke tax vadhyu hoy te Bacharach Nathi Baad karvi joie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here