શું છે આ Billion days અને Great Sales ની અતરંગી દુનિયા?

0
352
Photo Courtesy: buzzyoo.com

છેલ્લા ઘણા સમયથી ભારતમાં Online Shopping નું ચલણ સતત વધી રહ્યું છે. દર વર્ષે દિવાળી આવે કે અન્ય કોઈ મોટો તહેવાર આવે એટલે Amazon, Flipkart, Myntra જેવી અઢળક કંપનીઓ અત્યંત મનલુભાવન offers નો Great Sales નો પટારો ખોલી આપે છે.

Photo Courtesy: buzzyoo.com

હકીકતે Online shopping નું ચલણ વધવા પાછળ ઘણી બાબતો જવાબદાર છે. દરેક visitor ને અપાતી અઢળક choice હોય કે પછી Discount અને Cashback કે પછી આ Great Sales ની લાલચ અને સાથે સાથે જો વસ્તુ પસંદ ન પડે તો કોઈ જ સવાલ કર્યા વગર Return પણ તમે કહો ત્યાંથી આવીને લઈ જવાની સવલત આપવામાં આવે છે. Credit Card દ્વારા થતી ચુકવણીએ જમ્યા પછીના Dessert નું કામ કર્યું છે, આજે bank તમારા પૈસા ચૂકવે અને સમયસર જો તમે bank ને આપો તો લગભગ કોઈ જ વ્યાજ પણ નહીં ચૂકવવાનું.

ચોક્કસપણે આજની યુવાપેઢી આંગળીના ટેરવે ખરીદી કરવાનું વધુ મુનાસીબ માને છે કેમ કે તેમાં પ્રથમ નજરે તેમને તમામ સવલત બહુ સરળતાથી મળી જાય છે. Retail બજારની ઉદાસીનતા તથા એમનું collection અને સામે online sites પર ભલે તમને photographs પરથી જ અંદાજો લગાવવાનો હોય પણ ત્યાં મળી રહેતું વિશાળ collection અને સહુથી મોટી વસ્તુ કે જો તમે ખરીદેલી product માં કોઈ ખરાબી હોય અથવા તમને ના ગમે તો કોઈ જ સવાલ વગર ફરી લઈ જવાનું અને તમે કહો તે મુજબ તમારું refund પણ પ્રોસેસ કરી આપવાની સગવડ યુવાપેઢીને વધુ આકર્ષે છે.

આ સિવાય મનગમતા સમયે shopping કરવાની આઝાદી પણ એક મહત્વનો ભાગ ભજવે છે. આજની યુવાપેઢીમાં હવે કોઈને રોકડ gift આપવાના બદલે આ પ્રકારની sites પર મળતા gift cards આપવાનું ચલણ પણ વધ્યું છે જેમાં gift card ધરાવનાર એને ગમે તે વસ્તુ એની આઝાદી પર લઈ શકે છે.

જો તમે ધ્યાનથી જોયું હોય તો retail giants Amazon અને flipkart બંન્ને માં મોટેભાગે દરેક વસ્તુની કિંમતમાં બહુ મોટો ફરક તમને જોવા નહીં મળે. હા સમયાંતરે ગોઠવતા Great Sales માં કઈ bank સાથે tieup છે તેના લીધે થોડો ફરક પડતો હોય છે. હવે સવાલ એ થાય કે અમુક વસ્તુઓ જેમ કે Mobile Phone કે પછી Laptop અથવા TV અને તેના અન્ય ઉપકરણો Retail market કરતા સસ્તા Online કઈ રીતે મળી શકે તો તેના પાછળ બહુ સરળ કારણ છે. મોટેભાગે Company ના direct dealers અથવા super stockist જ Amazon અથવા flipkart જેવા online giants ને સતત supply કરતા હોય છે.

લાગતું વળગતું: ઓનલાઈન ખરીદી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ રહી

આ સિવાય પોતાનું financial rolling ફેરવવા માટે banks દ્વારા પણ અઢળક offers આપવામાં આવતી હોય છે જેનો સીધો ફાયદો ગ્રાહકને થાય છે, જોકે જો ધ્યાન ન રાખવામાં આવે તો ગ્રાહકને નુકશાન પણ અત્યંત વેઠવું પડતું હોય છે. Damage products અથવા જે પ્રોડક્ટ order કરી હોય તેના કરતાં કશુંક અલગ જ મળે તેવા દાખલાઓ પણ ઘણી વખત સાંભળવા મળે જ છે.

આ સિવાય google આપણાં દરેક Smart Devices માં રહેલ cache memory ને લીધે તેઓ તમે search કરેલ વસ્તુઓ તમને વિવિધ sites પરથી બતાવતા રહેતા હોય છે. તમે માત્ર એક વખત કોઈ વસ્તુ google પર search કરશો કે તરત જ તમને Amazon અને flipkart ની જાહેરાતોનો ઢગલો થઈ જશે. આ સમયે થોડી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે જ્યારે online shopping શરૂ કરો ત્યારે ખાસ Seller વિશે માહિતી મેળવી લેવી. તમે જે product નક્કી કરી હશે તેની નીચે જ seller વિશેની માહિતી હશે તથા users દ્વારા તેને આપવામાં આવેલા ratings અને feedback હશે તો તે ધ્યાનમાં રાખીને જ shopping કરવું.

પૅમેન્ટ ચુકવણી બાબતે ઘણી વખત ખૂબ સારી offers મળતી હોય છે તો જો તેનું ધ્યાન રાખો તો એ ફાયદો પણ ઉઠાવી શકો છો. લગભગ દરેક sites ના પોતાના digital wallet ઉપલબ્ધ છે અને તેમાં balance કરવા પર પણ તમને સારો ફાયદો થતો હોય છે આ ઉપરાંત paytm કે phone pay અથવા Google Pay અને BHIM દ્વારા ચુકવણી કરવા પર પણ ઘણી deals મળતી હોય છે. મેં હમણાં થોડા સમય પહેલાં જ online મારા phone નો charging cable મંગાવ્યો હતો. ચોક્કસપણે 125 રૂપિયામાં original cable તો આવે જ નહીં પણ મંગાવવા પાછળ નું એક કારણ મને મળી રહેલી એક અદભુત deal હતી. 125 નો cable અને એમાં 99 Rs નું cashback  અને shipping free હવે જોવા જાઓ તો cable ની કિંમત 26 Rs થઈ અને આ cable 26 દિવસ ચાલે એટલે આપણાં પૈસા વસુલ સમજી લેવાનું.

ઓવરઓલ એટલું કહી શકાય કે retail બજારની ધીમી service તથા ગ્રાહકો અને તેમને આપવામાં આવતી સવલતો જો બદલવામાં નહીં આવે તો આ Online Giants માર્કેટ પર રીતસરનો કબજો કરી લેશે. અત્યારે ભારતની 28 ટકા વસ્તી online shopping વધુ પસંદ કરે છે. 2016માં 290 million dollar ની સામે આજે 2018માં 360 million પર આંકડો પહોંચ્યો છે અને આ જ ગતિ પર આગળ વધશે તો 2022 સુધીમાં 500 million સુધી પહોંચી જશે. તો જરા વિચારજો કે આ Great Sales ખરેખર કોને માટે ફાયદાકારક રહ્યા છે?

eછાપું

તમને ગમશે: શું દરેક સંબંધ ને આપણે કાયમ અલ્પવિરામ આપવું જરૂરી છે ખરું?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here