ભલેને ગુજરાતની અસ્મિતા ઝંખવાય પણ આપણું તરભાણું ભરાઈ જવું જોઈએ

0
317
Photo Courtesy: scroll.in

વિવિધતા…. અનેકતા….. એકતા….. ભારતીયોના જીવન જોડે વણાયેલાં મૂલ્યો… ભારત અને ભારતીયતાની સાચી ઓળખ….  માનવીય સંબંધોના તાણાવાણાનું તીર્થધામ એટલે ભારત દેશ….  એમાં પણ આપણા ગુજરાતની તો વાત જ ન્યારી..  બોલીમાં જેટલી મીઠાશ.. મહેમાનગતિ પણ એટલી જ લાજવાબ…..  સૌને આવકારો આપવો એ ગુજરાતની અસ્મિતા રહી છે અને રહેશે….

Photo Courtesy: scroll.in

પણ…. પણ… પણ… જેને ગુજરાત જોડે કંઈ લેવા દેવા ના હોય એને વળી ગુજરાતની અસ્મિતા સાથે શું લેવાદેવા?  એમને તો ખૂણે ખાંચરે ક્યાંય પણ કોઈ ઘટના ઘટે તો એને રાષ્ટ્રીય સમસ્યા તરીકે પ્રોજેકટ કરવામાં જ રસ હોય…. પણ ખરું દુઃખ ત્યારે થાય કે જ્યારે મારા તમારા જેવા સામાન્ય માણસો જાણ્યે અજાણ્યે અરાજક તત્વોના સાણસામાં આવી જાય અને જ્યારે ખબર પડે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય… આપણી સૌથી મોટી સમસ્યા હોય તો આપણે લાગણીસભર મૂર્ખ ઉર્ફે ઈમોશનલ ઇડિયટ્સ છીએ…  શાણી પ્રજા ક્યારેય જાણ્યા પારખ્યા વગર કોઈ પગલું ના ભરે.. કોઈના બહેકાવા માં આવીને પાડાના વાંકે પખાલીને ડામ તો ન જ દે….

લાગતું વળગતું: ઉત્તર ભારતીયો સામે સફાઈ અભિયાન? વિચારો એમનું સ્થાન કોઈ બીજું લેશે ખરું?

થોડા દિવસો અગાઉ  હિંમતનગરની નજીક ઢુંઢર ગામમાં માત્ર ચૌદ માસની બાળકી જોડે જે પણ થયું એ એકદમ જઘન્ય કૃત્ય છે અને દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલો માણસ આવા રાક્ષસી કૃત્યને ટેકો ના આપી શકે.. ભલે તે એના જ પ્રાંત નો કેમ ના હોય… પણ તકસાધુઓ  આવી હાથમાં આવેલી તક જાવા દેતા હશે ? એમને તો દર સપ્તાહે  એવો કોઈ પણ બનાવ કે જેને આધાર બનાવી…. ચોક્કસ જાતિ (જે દર વખતે અલગ અલગ હોય શકે )ની દુઝતી નસ દબાવી પોતાનો એકડો ખરો કરવો હોય છે…  એટલે એમને તો આવો કોઈ પણ બનાવ બને… મૌકા છૂટ ન જાયે ના ન્યાયે  પોતાનો મનસૂબો પાર પાડવા પહોંચી જાય છે…

જોકે હવે પ્રજા શાણી છે અને ખોટું કરનારાઓ ત્વરિત ઉઘાડા પડી જાય છે… પણ લોકોને ગેરમાર્ગે દોરવા જે તરકટ રચાય છે તેનો ભોગ બનનારને ભાગે જે ભોગવવાનું આવે છે… અને એ પણ વગર વાંકે… એમને તો “પૃથ્વી પર અગર નર્ક છે તો એ અહીં જ છે… અહીં જ છે… અહીં જ છે” નો અનુભવ થઇ જાય છે…  અરાજકતા ફેલાવવા વાળાઓને 3 ઇડિયટ્સમાંથી ગુરુમંત્ર મળ્યો છે કે જો કોઈ ક્ષેત્રે આપણને ધાર્યું પરિણામ ના મળી શકવાનું હોય તો પરિસ્થિતિને એવી ગૂંચવી દો કે એ બીજા લોકો માટે પણ મુશ્કેલ કે અપ્રાપ્ય થઈને રહે… પછી ભલેને ગુજરાતની અસ્મિતા ઝાંખી પડી જાય?   જો આમ જ ચાલતું રહેવાનું હોય તો હે ભારત… તને ભગવાન જ બચાવી શકે….

eછાપું

તમને ગમશે: પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલેકે PPF એક લાંબાગાળાનું ઉત્તમ રોકાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here