ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક શું પોતાની જ સહિયરોને મદદ કરતા અચકાય છે?

0
509
Photo Courtesy: telanganatoday.com

ગુજરાત માટે તો નવરાત્રી એટલે માતાજીની આરાધના ઉપરાંત ગરબે રમવા માટેનો અનેરો ઉત્સવ… જે માઈચોક કે શેરી ગરબાથી વિસ્તરીને પાર્ટી પ્લોટ સુધી પહોંચ્યો છે…  પ્રાચીન અને પરંપરાગત ભક્તિસભર ગરબાનું સ્થાન  ધીરેધીરે અર્વાચીન નૃત્યોમાં પરિવર્તિત થઈ રહ્યું છે…  પ્રાચીન અને અર્વાચીન ગરબાને જોડતી કડી સમાન ફાલ્ગુની પાઠક આજે નવરાત્રી દરમ્યાન દેશની કોઈ પણ સેલિબ્રિટીથી જરાય ઓછું સ્થાન નથી ધરાવતાં… તો મિત્રો કહેવાની જરૂર ખરી કે આજના fryday ફ્રાયમ્સનાં આપણાં મહેમાન છે…. ફાલ્ગુની પાઠક…

Photo Courtesy: telanganatoday.com

પંકજ પંડ્યા : ફાલ્ગુનીબેન… fryday ફ્રાયમ્સમાં આપનું સ્વાગત છે…

ફાલ્ગુની પાઠક : જય માતાજી….

પંકજ પંડ્યા : જય માતાજી…

ફાપા : ચૂડી જો ખનકી હાથોમેં… યાદ પિયા કી આને લગી… હાય ભીગી ભીગી રાતોં મેં….

પંકજ પંડ્યા : અરે પણ અહીં ગરબા નથી ગાવાના….

ફાલ્ગુની પાઠક : ચૂડી જો ખનકી હાથોમેં… યાદ પિયા કી આને લગી…

પંકજ પંડ્યા : તમને કહ્યું ને…. કે અહીં પ્લીઝ અહીં ગરબા ના ગાઓ…

ફાપા : ચૂડી જો ખનકી…..

પંકજ પંડ્યા : પ્લીઝ… હવે આ ગરબો ગાવાનું બંધ કરો….

ફાલ્ગુની પાઠક :  સારું…. મૈને પાયલ હૈ ખનકાઈ… અબ તો આજા ઓ હરઝાઈ….

પંકજ પંડ્યા : ઓહ…. તમારી ચૂડી માટે હાથ જોડું છું અને પાયલ માટે પગે લાગુ છું… પ્લીઝ અહીં ગરબા ગાવાનું બંધ કરો તો આપણે કાર્યક્રમ આગળ વધારીએ…. સીટ પર બિરાજમાન થાઓ….

ફાપા : તમારી આ બેઠક મારી બેઠક નહીં સમાવી શકે… હું મારી બેઠક જોડે લઈને જ ફરુ છું ……

પંકજ પંડ્યા : કેમ એવું ?

ફાલ્ગુની પાઠક : વિકાસ……

પંકજ પંડ્યા : આમાં વિકાસ ક્યાંથી આવ્યો…..

ફાપા : પહેલાં હું માત્ર પાઠક હતી… બેઠક એ આઠ ગણા વિકાસનો પૂરાવો છે… પા (0.25) x 8 = બે (2)..

પંકજ પંડ્યા : હાહાહાહાહાહા….. btw તમારો ટીવી શો આપ કી કચહરી હું નિયમિત જોતો હતો… ખૂબ સરસ શો હતો….

ફાલ્ગુની પાઠક : એ મારો નહીં… કિરણ બેદીનો શો હતો….

પંકજ પંડ્યા : ઓહ… સોરી… સોરી….  તમારા બંનેમાં બહુ ગોટે ચઢી જવાય છે… બાકી તમે તો માત્ર નવરાત્રીમાં જ ધૂમ મચાવો છો… માફ કરશો… પણ બાકીના સમયમાં સાવ નવરા જ હોવ છો ?

ફાપા : it’s none of your business..

પંકજ પંડ્યા : oh  your business is your business….

ફાલ્ગુની પાઠક : there you are…..

પંકજ પંડ્યા : (ગરબા પણ હવે આરાધના મટીને બિઝનેસ થઈ ગયા…)

ફાપા : તમે કંઈ કહ્યું ?????

પંકજ પંડ્યા : એ તો હું એમ કહેતો હતો કે… હું સાક્ષાત દાંડિયા કવિન સામે બેઠો છું….  ખરેખર રોમાંચક પળ છે…..

ફાલ્ગુની પાઠક : આભાર…..

લાગતું વળગતું: પરીક્ષા હોય કે તહેવારો કે વિવિધ Days આ Wish કન્યા આપણી સાથેજ હોય છે

પંકજ પંડ્યા : મને તો એવું સાંભળવા મળેલું કે તમને ગરબાના કાર્યક્રમમાં બોલાવવાથી મેલેરિયાનો ઉપદ્રવ થતો નથી…

ફાપા : કંઈ પણ ????

પંકજ પંડ્યા : હા… કંઈ પણ….

ફાલ્ગુની પાઠક : કદાચ શક્ય છે કે હું ગરબા ગાતી હોઉં ત્યારે લોકો તલ્લીન થઇ ને તાળીઓ પાડીને ગરબે ઘૂમતા હોય છે અને એના લીધે મચ્છરો તેમની હથેળીઓ વચ્ચે પીસાઈને મરી જતા હોય… ગુડ જોક…..

પંકજ પંડ્યા : ના એવું નથી… તમે માત્ર 9 દિવસ ( ખરેખર તો 9 રાત્રિ) માટે કવિન કહેવાયો છો… એટલે કે ક્વીન-9.. qunine…. કવિનાઈન એ મેલેરિયાથી બચાવતી દવા છે….

ફાપા : ઓહ…..

પંકજ પંડ્યા : તમારા વિશે એક ફરિયાદ છે….

ફાલ્ગુની પાઠક : મેં કોઈ ગુનો નથી કર્યો…. ફરિયાદ કેવી ને વાત કેવી ?

પંકજ પંડ્યા : તમે આટલા સક્ષમ છો છતાં તમારી સહિયરોને મદદ નથી કરતાં અને એમને જંગલમાં ઇંધણાં વીણવા જવું પડે છે….

ફાપા : ઓહ માય ગોડ… યુ મીન ટુ સે…. ઇંધણાં વીણવા ગઈ ‘તી મોરી સહિયર…..

પંકજ પંડ્યા : યસ….

ફાલ્ગુની પાઠક : હાહાહાહાહા….

પંકજ પંડ્યા :  સતત આઠ દિવસ સુધી ગરબાના પ્રોગ્રામ્સ કરીને તમે થાકી ગયા હશો…. તમારો વધુ સમય ન લેતાં આપણે આજના એપિસોડને અહીં વિરામ આપીશું…

ફાપા : મારી પરિસ્થિતિ સમજવા બદલ થાક્યું… સોરી થેન્ક યુ….

પંકજ પંડ્યા : અને તમે પણ આટલી વ્યસ્તતા વચ્ચે fryday ફ્રાયમ્સને સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર…

ફાલ્ગુની પાઠક : જય માતાજી….

પંકજ પંડ્યા : જય માતાજી…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: શું તમને રેડીયમ, લંડન મેચ અને કેનેરી વિષકન્યાઓ વિષે માહિતી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here