એ ઈશ્ક કેવો ઈશ્ક જેની ચર્ચા ઘરમાં થાય? પૂછે છે પિયુષ મિશ્રા

0
185
Photo Courtesy: indianexpress.com

આજકાલ #METOO હેશટેગથી દુનિયાભરની સ્ત્રીઓ પોતાની સાથે વર્ષો પહેલા બનેલી, બનતી આવેલી કે બની રહેલી આપવીતી વર્ણવી રહી છે ત્યારે ભલભલા ‘ખાં’ ની એ બોલતી બંધ થઇ છે તેવામાં લેટેસ્ટ નામ છે પિયુષ મિશ્રા. આમ તો પિયુષ મિશ્રાને આપણે એક એકટર તરીકે જાણતા હોઈએ છીએ, પણ જો તમે આજની ‘ઈન્ટરનેટ પેઢી’ ને એમના વિષે પૂછો તો તેઓ પિયુષ મિશ્રાને એમની એક્ટિંગ કરતા પણ વધારે સારી રીતે ઓળખતા હોય છે.

Photo Courtesy: indianexpress.com

કેતકી જોશી નામના કોઈ જર્નાલિસ્ટએ #METOO  હેઠળ પિયુષ મિશ્રાએ તેમની સાથે કરેલા ખરાબ વર્તનને જાહેર કર્યું અને થોડા જ સમયમાં મિશ્રાજીએ એવું કહીને માફી માગી લીધી કે ‘એ સમયે હું ડ્રંક હતો એટલે મને કઈ યાદ નથી, તેમ છતાં કોઈને મારા વર્તન દ્વારા લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું’ અને કેતકી જોશીએ પણ પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકી દીધી કે તેમણે માફી માંગી એટલે હવે આગળ હું કશું જ કરવા નથી માગતી.

પરંતુ જો આને બાજુ પર મુકીને તેઓ વિશેની બીજી વાત કરીએ તો ગઈ કાલે અમદાવાદમાં એક ખુબ સરસ કાર્યક્રમ હતો ‘THE MONOLOUGE ft. PIYUSH MISHRA’, પિયુષ મિશ્રાને સાંભળવા એક લહાવો છે તેવું હું ચોક્કસપણે માનું છું. શબ્દો ઉપરની પકડ, લાગણીથી નીતરતા વાક્યો અને તેમનો અવાજ એટલે મજ્જા જ આવી જાય.

ગઈકાલના કાર્યક્રમમાં 80% ઓડીયન્સ 18 થી 38 વર્ષનાં યુથ નું હતું. આ એવો વર્ગ હતો જે એમના શબ્દે શબ્દ સમજતા હતા અને દાદ પણ આપતા હતા. એટલે જે લોકો એવું માનતા હોય કે આજની પેઢીને સાહિત્યની સમજ નથી તો તે વાત તદ્દન ખોટી છે. તેમની ખુબ જાણીતી અમુક રચનાઓ આપણે માણીશું કે જેના શબ્દે શબ્દમાં આપણે ભીંજાતા જઈએ. અને જો ખરેખર માણવું હોય તો યુ ટ્યુબ પર આ નામ સર્ચ કરીને જરૂરથી તેમના ગીતો અને રચનાઓ સાંભળવી.

લાગતું વળગતું: ભારતનું Me Too – મહિલાઓ અને પુરુષોએ ધ્યાનમાં લેવા જેવી કેટલીક સાવચેતીઓ

પિયુષ મિશ્રા એ લખેલી, મેં સાંભળેલી અને મને ગમતી અમુક રચનાઓ અહી શેર કરું છું, તમને કઈ ગમે છે?

(૧)   वो काम भला क्या काम हुआ
जिस काम का बोझा सर पे हो
वो इश्क़ भला क्या इश्क़ हुआ
जिस इश्क़ का चर्चा घर पे हो…

वो काम भला क्या काम हुआ
जो कड़वी घूंट सरीखा हो
वो इश्क़ भला क्या इश्क़ हुआ
जिसमें सब कुछ ही मीठा हो…

(૨) आरम्भ है प्रचंड बोले मस्तकों के झुंड,
आज जंग की घडी कि तुम गुहार दो,
आन बान शान या कि जान का हो दान,
आज एक धनुष के बाण पर उतार दो.

(૩) सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ुए-क़ातिल में है
वक़्त आने दे बता देंगे तुझे ऐ आसमाँ
हम अभी से क्या बताएँ क्या हमारे दिल में है

(૪) उजला ही उजला शहर होगा जिसमें हम-तुम बनाएँगे घर
दोनों रहेंगे कबूतर से जिसमें होगा ना बाज़ों का डर

આના સિવાય પિયુષ મિશ્રા દ્વારા લિખિત પણ અનેક રચનાઓ સાંભળવા જેવી છે જેમાં માનવીય સંવેદનાઓને ખુબ સુંદર રીતે શબ્દોમાં ઢાળવામાં આવેલી છે. તેને આપણે ફરી ક્યારેક માણીશું.

eછાપું

તમને ગમશે: તમારા AADHAR કાર્ડનો ડેટા હાલપૂરતો સુરક્ષિત છે તે સાબિત કરતી ઘટના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here