સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે વલ્લભભાઇ અને બાપુ કેમ હસ્યા હતા?

0
306
Photo Courtesy: huffpost.com

આજે આપણી સાથે એવી એક વિરલ વ્યક્તિ છે કે જેમણે પોતાનું જીવન એક સપૂતને છાજે એવી રીતે ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું અને લોહપુરુષ તરીકે જગતભરમાં પ્રસિદ્ધ થયા… તો સ્વાગત કરીએ ભારત માના પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું….

મિત્રો, દરેક વ્યક્તિની અદમ્ય ઈચ્છા હોય છે કે તે જ્યારે હયાત ના હોય ત્યારે પણ એને સત્કર્મો માટે યાદ કરવામાં આવે… પણ જિંદગીની ગડમથલમાં એ ક્યાંક ને ક્યાંક એવી ભૂલો કરી બેસે છે કે હકીકતમાં એ શક્ય બનતું નથી. પણ ઘણી વ્યક્તિઓ એવી વિરલ હોય છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ધ્યેયને વળગી રહે છે કે તેમના અવસાન બાદ પણ દુનિયા યુગ પર્યંત એમને યાદ રાખે છે…

Photo Courtesy: huffpost.com

પંકજ પંડ્યા :  નમસ્કાર સરદાર સાહેબ… પાયલાગણ સ્વીકારશો…

વલ્લભભાઈ  પટેલ : નમસ્કાર

પંકજ પંડ્યા : belated happy birthday…

વપ :  timely આભાર

પંકજ પંડ્યા :   હાહાહાહા… still sharp at sense of humour… 143 સરદાર સાહેબ….

વલ્લભભાઈ પટેલ :  હા…. આ મારી 143મી જન્મ જયંતિ હતી….

પંકજ પંડ્યા :  એમ નહીં…. 143 એટલે… આઈ લવ યુ….. આઈ લવ યુ સરદાર સાહેબ ફોર વ્હોટએવર યુ ડીડ ફોર અવર નેશન….

વપ:  આ ખરું…. 143 એટલે આઈ લવ યુ? બધું કેટલું બદલાઈ ગયું છે ?

પંકજ પંડ્યા : હા સરદાર સાહેબ. ઘણું બધું બદલાઈ ગયું છે… તમારા જન્મદિવસે તમારું 182 મિટર ઊંચું સ્ટેચ્યુ દુનિયા સમક્ષ મૂકવામાં આવ્યું.. આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો ?

વપ:  હાહાહાહાહાહા….

પંકજ પંડ્યા :  એમાં હસવા જેવું શું છે સાહેબ ?

વલ્લભભાઈ પટેલ :  અરે આ વાત ઉપર તો એ દિવસે હું અને બાપુ સ્વર્ગમાં ખૂબ હસેલા….

પંકજ પંડ્યા :  જરા અમને કહો તો અમે પણ હસીએ…

વપ :  ચોક્કસ…

પંકજ પંડ્યા :  તો થવા દો…

લાગતું વળગતું: આખાબોલા સરદાર અને તેમના વ્યંગબાણ – જબરદસ્ત કોમ્બિનેશન!!

વલ્લભભાઈ પટેલ : મારા 182 મિટરના બાવલાના સમાચાર વાંચીને બાપુ મારી પાસે આવ્યા..મને કહે… “ અલ્યા તું તો મારા કરતાં ઘણો ઊંચો થઈ ગયો….”

પંકજ પંડ્યા :  પછી તમે શું કહ્યું ?

વપ:  મેં કહ્યું.. “બાપુ, હું તમારાથી ઊંચો ના થઈ શકું… હા એ વાત સાચી કે લાંબો જરૂર થયો છું”

પંકજ પંડ્યા :  હાહાહાહાહસ….. હાહાહા… જબરદસ્ત… તમે અમદાવાદમાં બેરિસ્ટર તરીકે કાર્યરત હતા… પછી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા…. સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી ?

વલ્લભભાઈ પટેલ : લંડનમાં વકીલાતનું ભણીને હું  ભારત પરત આવ્યો ને અમદાવાદ સ્થાયી થયો. બેરિસ્ટર તરીકેની પ્રેક્ટિસ કરતો હતો ને ખ્યાલ આવ્યો કે આમ જુઓ તો દરેક જણ બેરિસ્ટર છે..

પંકજ પંડ્યા : દરેક જણ બેરિસ્ટર ? એ કઈ રીતે ?

વપ: બે રિસ્ટર (wrister) એટલે કે બે કાંડાવાળો…..

પંકજ પંડ્યા :  હાહાહાહા…. You are the real punster…. હા તો દરેક જણ બે કાંડાવાળો છે.. તો શું ?

વલ્લભભાઈ પટેલ :  એ જ કે દરેકે અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે કાંડા માં હોય એટલું જોર લગાવવું જોઈએ…. અને પછી હું મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈ ગયો…

પંકજ પંડ્યા :  વાહ… તમારી મૂર્તિનું હજું હમણાં ઉદ્ઘાટન થયું છે અને ઘણા વાંકદેખાઓ કહી રહ્યા છે કે પક્ષીઓને ચરકવા માટે નવું સરનામું મળી ગયું….

વપ:  હાહાહાહા….

પંકજ પંડ્યા :  કેમ પક્ષીઓ તમારી ઉપર ચરકે તો તમને મજા આવે?

વલ્લભભાઈ પટેલ :  નહીં…. પણ એ નાસમજ  લોકોને કહેજે કે મારા બાવલાનું કદ સામાન્ય બાવલા કરતાં પચાસેક ઘણું મોટું થયું છે… પણ પક્ષીઓની  ચરકની સાઈઝ તો એની એ જ રહેવાની છે…..

પંકજ પંડ્યા :  હાહાહાહા….. લાયા લાયા બાકી….

વપ: સારું હું હવે જાઉં.. મોડું થશે તો કોઈ સ્વર્ગનો દરવાજો નહીં ખોલે….

પંકજ પંડ્યા : દરવાનને પટાવી રાખવાનો….

વલ્લભભાઈ પટેલ : તું સમજે છે શું તારા મનમાં ?

પંકજ પંડ્યા : ઓહ સોરી સોરી સાહેબ…. અહીંયા બધે એવું જ ચાલે છે…. એટલે એવું બોલાઈ ગયું….

વપ: ઠીક છે ઠીક છે…. ચલ હું જાઉં હવે….

પંકજ પંડ્યા :  વંદે માતરમ

વપ: વંદે માતરમ…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: Technical જ્ઞાનનો મહાસાગર એવી YouTube ની 5 મહાચેનલ્સ કઈ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here