ગઈકાલે ગાંધીનગર સચિવાલય ખાતે ઘુસેલા દીપડાની અત્યંત હ્રદય દાવક આત્મકથા

3
195
Photo Courtesy: indianexpress.com

હા હું એજ દીપડો છું કે જે સચિવાલયમાં ઘુસીને મારા સો કોલ્ડ ઘરે પરત ફરેલો છું. મારો જન્મ એક નાનકડા જંગલમાં થયેલો હતો. હું નાનો હતો ત્યારથી જ મને એવું સાંભળવા મળતું કે, સચિવાલયમાં આવો નિર્ણય લેવાયો, સચિવાલય દ્વારા આવા કામો કરવામાં આવે છે તેવા કામો કરવામાં આવે છે. કદાચ આથીજ મને સચિવાલય જોવાની અને જાણવાની ઉત્સુકતા હતી.

Photo Courtesy: indianexpress.com

હું જેમ જેમ મોટો થતો ગયો (જલ્દીથી મોટો નહીં થાઉં તો ખોટેખોટો આર્ટીકલ લાંબો થઇ જશે) મારી સચિવાલય જોવાની અને ત્યાં કામ થતું જોવાની ઉત્સુકતા વધતી જ જતી હતી. મને દરરોજ થતું કે આ માનવીઓ કેટલું કામ કરતા હશે? રોજ અમદાવાદ ખાતેથી પોઈન્ટની બસમાં જઈને 11 થી 6 કામ કરતા માનવીઓને મારે નિહાળવા હતા અને એમને તેમના કામ અંગે નતમસ્તક થઇ ને વંદન કરવું હતું.

માટે જ હું અડધી રાતે આઝાદીની જેમ અડધી રાત્રે જ સચિવાલયમાં ઘુસી ગયો કે જેથી હું બીજા દિવસે સવારે સચિવાલયના મહેનતુ કર્મચારીઓને કામ કરતા જોઈ શકું. બીજા દિવસે સવાર પડી, કર્મચારીઓ આવ્યા પણ ખરા પરંતુ આવીને હાજરી પુરાવીને સીધા બહાર ચાની કિટલીએ જતા રહ્યા. આ જોઈ હું આશ્ચર્યચકિત થઇ ગયો.

હું ઠેરઠેર દરેક વિભાગમાં ફરવા લાગ્યો પરંતુ મને તો બીક લાગવા લાગી કે જંગલમાં પણ આટલી શાંતિ અને ખાલીપણું મેં જોયું નહતું. બધે ભેંકાર લાગતી ખાલી ખુરશી, ટેબલો અને કોમ્યુટરો કોઈ કામ કરતુ મને જડ્યું નહીં. અચાનક હું થોડો આગળ વધ્યો મેં એક પ્યુન તરીકે ફરજ બજાવતો માણસ જોયો અને એને પૂછ્યું કે બધા કામ કરતા માનવીઓ ક્યાં મળશે? તો એણે કીધું કે પચાસ રૂપિયા આપો તો કહું! મારી પાસે તો રૂપિયા ક્યાંથી હોય એટલે ત્યાંથી હું આગળ વધ્યો.

એક છોકરો મોબાઈલ લઈને બેઠો હતો મને થયું કે એને પૂછું એણે કીધું હું PUBG રમવામાં બિઝી છું કામ કરતા માનવીઓ અંગે પૂછપરછ વિભાગનો સંપર્ક કરો. હું આગળ વધતો ગયો, ફાઈલોનાં ઢગલા ભરેલા જંગલમાંથી પસાર થતો ગયો. એ ફાઈલો ઉપર એટલી ધૂળ હતી કે મને એલર્જી વાળી શરદી થઇ ગઈ. છીંકો ખાતો ખાતો હું આગળ વધ્યો તો જોયું કે રાત્રીનાં CCTVમાં દીપડો આવ્યાનાં સમાચારથી સચિવાલય ખાલી કરાવામાં આવ્યું છે એવા સમાચાર એક ભાઈ મોબાઈલ ટીવીમાં જોતા હતા. મને થયું કે મારા નામે સચિવાલય ખાલી કરાવાયાનું કહેવાય છે અહી તો પહેલેથી જ કોઈ હતું નહીં તો પછી મને શું કામ વાગોવામાં આવી રહ્યો છે .

હું જે કર્મનિષ્ટ કર્મચારીઓને મળવા આવ્યો હતો એ લોકો તો બધા પહેલેથી જ કેન્ટીન અને ચા ની કિટલી ઉપર જ હતા તો સચિવાલય ખાલી કરાવામાં મારું નામ ખરાબ કરવામાં આવ્યું! હું દુઃખી થઈને, કંટાળીને છીંકો ખાતો ખાતો બહાર નીકળ્યો અને એક સુંદર મજાના નાળામાં બેઠો ત્યાં ખબર નહીં મારા પર ઈન્જેકશન મારવામાં આવ્યા અને હું બેભાન થઇ ગયો.

લાગતું વળગતું: એક EVM ની આત્મકથા

ઉઠ્યો ત્યારે પોતાને ઇન્દ્રોડા પાર્કમાં નિહાળ્યો ત્યાં એક ભાઈ મને જોવા આવ્યા વાત કરતા હતા આ પેલો દીપડો છે જેના કારણે સચિવાલયનું કામકાજ ખોરવાઈ ગયું હતું અને આટલા કરોડનું નુકશાન થયું હતું. મને થયું કે મેં શું ગુનો કર્યો ભાઈ એ લોકો તો નોકરી ઉપર આવ્યા ત્યારથીજ રીસેસનાં મુડમાં હોય છે, ટેબલ ઉપર ઓછા અને કિટલી ઉપર વધુ જોવા મળે છે. તોય કામકાજ ખોરવ્યાનો આરોપ મારા ઉપર કેમ? કાલે ઉઠીને પાછો હું જંગલમાં જઈશ તો ચાર દીપડા અને અમારો દીપડા સમાજ મારા માટે શું કહેશે?

ત્યારબાદ મેં એક ભાઈ ને છાપું વાંચતા જોયા એમાં મારો ફક્ત અડધો ફોટો છાપ્યો હતો ફેસ પણ કટ હતો મને થયું કે કાશ હું દીપડો નહિ પણ દીપડી હોત તો છાપાવાળા ને મારા ફોટા છાપવામાં રસ પડત પણ હશે હરી ને ગમ્યું એ ખરું!!

હવે હું જંગલમાં પાછો જઈશ ત્યારે મારે શિકાર શોધવા કામ કરવું પડશે, દોડાદોડ કરવી પડશે અને આ દોડાદોડીથી જ મારું પેટ ભરાશે. કાશ આવતી વખતે મને માનવજન્મ મળે અને નોકરી પણ સચિવાલયમાં મળે તો વગર મહેનતે મને બધું મળી જાય એવી મારી ઈચ્છા છે.

ચાલો હવે હું જંગલમાં પાછો જાઉં છું. કદાચ મને પણ બીજા દીપડાઓ સચિવાલયમાં જઈ આવ્યો હોવાથી કામચોર ના સમજી લે એટલે વહેલી તકે મારે જંગલ પાછા જવું પડશે તો આવજો રામ રામ.

લી – દીપડો (જાતે પોતે)

eછાપું

તમને ગમશે: આહાર અને જાતિવાદ – આઝાદીના સાત દાયકા પછી પણ ‘હમ સાથ સાથ હૈ’?

3 COMMENTS

  1. A very Very Pathetic expression here. Height of human mind’s hypocrisy. It is a normal event of the leopard crossing the secretariat on its trail at night. It doesnt have any of the thoughts mentioned here. In fact we are manipulating an innocent animal also by writing such bogus articles under their name. Newspapers are really hungry for fame and diverting human sentiments by any possible way, they can. #disagree. Totally disappointed reading this online. Sorry for my harsh comment but it is really unacceptable. Thumbs down for the author, editor, publisher and everyone who thinks this way. learn to take such human-wildlife conflicts in natural and normal way. leopard’s walk in secretariat indicates nothing of the above but its natural behavior to take a walk at night. AND IT IS NOT AN EASY TASK TO WORK IN GOVERNMENT. THEY ARE THE PEOPLE WHO HAVE SAVED YOU AND YOUR FAMILY IN NO TIME BY A GREAT ENDEAVOUR. IF ANYONE OF YOU IS READY TO KEEP THIS INNOCENT ANIMAL IN YOUR BACKYARD FOR A WEEK, GO FOR THE DEAL, IT IS EASIER SHIFTING BLAMES AND COLLECTING SETIMENTS BY FOOLING PEOPLE. IT IS HARD TO “WORK”.

    • સારો કકળાટ કાઢ્યો…
      પણ રમૂજ ને રમૂજ ની દ્રષ્ટિથી જોવાય

      • ના. એમના મૌલિક વિચારો સરસ છે. આમ દિપડાભાઈ વિશે લખી જ કેમ શકાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here