તમારા મોબાઈલની મેમરીને હળવી કરતી કેટલીક share એપ્સ

0
451
Photo Courtesy: digitaltrends.com

વિવિધ Share drives વિષે ચર્ચા કરતા અગાઉ eછાપું ના તમામ વાંચકમિત્રોને દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખુબ શુભેચ્છાઓ.

દિવાળી વેકેશનમાં આપણે સહુ ફરવા જતા હોઈએ છીએ અને જ્યારે ફરવા જઈએ ત્યારે આપણે ત્યાં કેટકેટલા ફોટોગ્રાફ્સ અને વીડિયો રેકોર્ડિંગસ કરતા હોઈએ છીએ અને હવે તો slo-mo એ નવું આકર્ષણ બન્યું છે. આટઆટલા ફોટોગ્રાફ્સ અને videos ચોક્કસપણે ફોનમાં ઘણી જગ્યા રોકે અને બધા એક સાથે share પણ નથી થઈ શકતા તો પછી એનો ઉપાય શુ ? બસ આજે આપણે અહીંયા એ જ ચર્ચા કરવાના છીએ કે ઈંટરનેટ પર આસાનીથી share થઇ શકતી drive અથવાતો એપ્સ અને વેબસાઈટ્સ કઈ કઈ છે.

Google Drive

Photo Courtesy: medium.com

Google દ્વારા google drive એ free storage અને free file sharing માટેની શ્રેષ્ઠ application છે. તમે કોઈ photography folder હોય કે video files હોય તેને તમારે જરૂરિયાત મુજબના folder માં store કરી શકો છો. દરેક Google user ને 15gb ની storage free આપવામાં આવે છે. File કે folder save કર્યા બાદ તમે તેને જે લોકો sathe share કરવા માંગો છો તેમનું e-mail id અને તેમને જરૂરી permission આપતા જ તમારી file અથવા folder બહુ સરળતાથી share થઈ જશે.

Dropbox

Photo Courtesy: j2store.org

Google drive જેવું જ અદ્દલકામ Dropbox નું પણ છે.અહીંયા free user ને 2GB data storage નો વિકલ્પ મળતો હોય છે અહીંયા તમે pictures, videos ની સાથે સાથે તમારા project ની files પણ store અને share કરી શકો છો. તમારી જરૂરિયાત મુજબનું group બનાવી તેમને સરળતાપૂર્વક તમારી files કે folder પહોંચાડી શકો છો.

લાગતું વળગતું: જાણો કેવીરીતે તમે તમારા PCમાંથી ઈન્સ્ટાગ્રામ પર તમારા મનગમતા ફોટોગ્રાફ્સ અપલોડ કરી શકો છો

We Share

આમ તો We Share પણ Dropbox ની જેમ 2GB storage જ આપે છે પરંતુ free user માટે અહીંયા એક time limit set કરવામાં આવી છે. તમારી સાથે share કરવામાં આવેલી file કે folder તમારે 3 દિવસમાં જોઈ અને જરૂર હોય તો download કરી લેવાનું હોય છે. 3 દિવસ પછી જે-તે link expire થઈ જાય છે. We Share નું paid version We Share Plus તરીકે ઓળખાય છે અને તેમાં file share કરનાર વ્યક્તિ file/folder. કેટલા સમય સુધી shared રહેશે તે નક્કી કરી શકે છે.

Airdroid

Photo Courtesy: digitaltrends.com

આમ તો આ storage application નથી પણ sharing માટે આ સહુથી fast છે. તમારા લેપટોપ અથવા કમ્પ્યુટર પર આ ઇન્સ્ટોલ કરી દો અને ફોનમાં તેની application install કરી દો. બસ હવે Bar Code Scan કરીને અથવા તો IP Address ની મદદથી તમારા લેપટોપ અથવા કમ્પ્યુટર પર તમે તમારો ફોન બહુ જ આસનીથી મેનેજ કરી શકો છો. તમારા ફોનમાં રહેલ તમામ files અને folder ને કોપી કરીને તમારા કમ્પ્યુટરમાં પેસ્ટ કરી શકો છો અથવા તો drag and drop નો વિકલ્પ પણ અહીંયા મોજુદ છે અને એથી વિપરીત જો કમ્પ્યુટર થી કશું ફોનમાં મૂકવું હોય તો તે પણ ઘણી સરળતાથી તમે કરી શકો છો.

Xender

Photo Courtesy: news4c.com

File Sharing માટે આપણે જો Airdroid ની વાત કરીએ તો Xender ને ચોક્કસપણે ભૂલી ન શકાય. અત્યાર સુધી mobile to mobile sharing માટે xender એ અત્યંત ઝડપી file transfer એપ્લિકેશન હતી અને હવે તેઓ web based file transfer માં પણ આવી ચુક્યા છે. Web.xender.com પર જઈ અને bar code scan કર્યા બાદ તમે xender ની web application નો ઉપયોગ પણ સરળતા થી કરી શકો છો

Final Conclusion તરીકે એટલું કહી શકું કે આ storage નો ઉપયોગ કરવાથી ફોનમાં તમને ખાસ્સી એવી જગ્યા વધુ મળી રહેશે અને હું google. drive ને વધુ પસંદ કરું છું કેમ કે તેઓ free user ને 15 gb જેટલો storage આપે છે અને જો તમે કોઈ નવો ફોન ખરીદો છો તો તમને અમુક શરતોને આધીન 50gb સુધી free storage મળતો હોય છે. આશા છે કે દિવાળીના વેકેશન માણીને આવ્યા બાદ આ ટૂંકોને ટચ પણ ખુબજ અગત્યનો આપણો પહેલો આર્ટિકલ તમને જરૂર ગમ્યો હશે.

eછાપું

તમને ગમશે: હિરોશીમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલા : કારણો અને તારણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here