નેટફ્લિક્સ ઓરિજિનલ્સ સીઝન 2: વધુ જુઓ અને વધુ માણો

2
355
Photo Courtesy: NBC Store

ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ માં અત્યાર સુધી આપણે એમેઝોન પ્રાઈમ ની સિરીઝ વિષે જોયું. અને ગયા અંક માં આપણે અમુક જાણીતી અને બહુ ચર્ચિત નેટફ્લિક્સ ઓરિજિનલ્સ વિષે જોયું હતું. આ અંકમાં આપણે નેટફ્લિક્સ ઓરિજિનલ્સનો સિલસિલો આગળ વધારીશું જેમની ઘણી સિરીઝ આપણા માટે નવી છે.  આ નેટફ્લિક્સ સિરીઝમાં કોમેડી, સાયન્સ ફિક્શન, હોરર, સેટાયર અને ક્રાઇમ ડ્રામા બધુજ સામેલ છે. તો વખત બગાડ્યા વગર આવો શરુ કરીએ નેટફ્લિક્સ ઓરિજિનલ્સ સીઝન 2.

પાછલા અંક થી આગળ કન્ટિન્યુ કરતા..

11. સ્ટ્રેન્જર થિંગ્સ(2016-)

Courtesy: Wikimedia

સીઝન્સ અને એપિસોડ્સ: 42-62 મિનિટ્સના એક એવા 8 એપિસોડ ની પહેલી અને 9 એપિસોડ્સની બીજી સીઝન. ત્રીજી સીઝનને નેટફ્લિક્સ દ્વારા મંજૂરી મળી ગઈ છે.

શો રનર્સ: મેટ અને રોસ ડફર્સ. આ શો ના ઘણા એપિસોડ્સ એન્ડ્રુ સ્ટેન્ટન(પિક્સાર)શૉન લેવી(નાઈટ એટ ધ મ્યુઝિયમ સિરીઝ) જેવા જાણીતા ડિરેકટર્સે ડિરેક્ટ કર્યા છે.

સિરીઝ વિષે: 80ના દસકની શરૂઆતમાં એક નાના એવા શહેર હોકિન્સમાં એક બાળક વીલ બાયર્સ નું અપહરણ થાય છે, અને આ તરફ નજીકની સરકારી લેબોરેટરી માંથી ઇલેવન નામની કિશોરી ભાગી આવે છે. જેના કહેવા પ્રમાણે વીલ નું અપહરણ એક અલૌકિક તાકાત ધરાવતા પ્રાણી દ્વારા થયું હોય છે. વીલ ને બચાવવા વીલ ની માતા, હોકિન્સ નો પોલીસ ચીફ, ઇલેવન અને વીલ ના મિત્રો આકાશ પાતાળ એક કરી દે છે. કઈ રીતે આ મિત્રો વીલ ને બચાવે છે, અને આ અલૌકિક શક્તિની એમના પર શું અસર થાય છે એ જોવા જેવું હશે.

મારુ સ્ટેટસ: જોવાની બાકી છે….

12. માઈન્ડહન્ટર(2017-)

Courtesy: Pinterest

સીઝન્સ અને એપિસોડ્સ: 34-60 મિનિટ નો એક એવા 10 એપિસોડ્સ ની એક સીઝન. બીજી સિઝનને મંજૂરી મળી ગઈ છે.

શો રનર: જો પેનહાલ

સિરીઝ વિષે: 1977માં FBIએ ગુન્હેગારોના વિચારો અને વર્તનને સમજવાનું શરુ જ કર્યું હતું, અને એક વિજ્ઞાન તરીકે ક્રિમિનલ સાઇકોલોજી ભાંખોડિયા ભરી રહ્યું હતું. ત્યારે બે એજન્ટ્સ હોલ્ડન ફોર્ડ(જોનાથન ગ્રોફ) અને બિલ ટેન્ચ(હોલ્ટ મેકકોલોની) સાયકોલોજીસ્ટ વેન્ડી કાર (એન્ના ટ્રોવ) સિરિયલ કિલર્સ અને ખુંખાર ગુન્હેગારો નો અભ્યાસ કરવા માંગે છે, જેની મદદ થી આવા ગુન્હેગારો ને પકડી શકાય અને આવા કેસ માં મદદ મળે. ગયા વર્ષ માં ઘણા બધા ક્રિટીક્સ અને પબ્લિકેશન્સ ના ટોપ 10 માં માઈન્ડહન્ટર ને જગ્યા મળી છે.

મારુ સ્ટેટસ: જોવાની બાકી છે.

13. લોસ્ટ ઈન સ્પેસ(2018-)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 48-66  મિનિટ્સ નો એક એવા 10 એપિસોડ્સની પહેલી સીઝન. બીજી સિઝનને મંજૂરી મળી ગઈ છે.

શો રનર્સ: ઝાક એસ્ટ્રીન(પ્રિઝન બ્રેક) અને મેટ સાઝામા અને બર્ક શારપ્લેસ(ડ્રેક્યુલા અનટોલ્ડ, ગોડ્સ ઓફ ઇજિપ્ત)

સિરીઝ વિષે: પૃથ્વી પર જયારે જીવવું અસહ્ય બની રહ્યું હોય છે, અને માનવજાતનું અસ્તિત્વ ખતરામાં હોય છે ત્યારે માનવજાતે સૂર્યમાળા અને આકાશગંગાની બહાર પોતાના વિકલ્પ શોધવાનું શરુ કર્યું હોય છે. અને એના માટે રોબિન્સન ફેમિલી ને અન્ય ફેમિલીઝ સાથે અવકાશમાં મોકલવામાં આવી છે. પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચતા પહેલાજ એ લોકોના અવકાશ યાનમાં ભાંગફોડ થાય છે અને તેઓ એક બીજા જ ગ્રહ પર આવી ચડે છે. ત્યાં રોબિન્સન ફેમિલીને એક રોબોટ મળે છે. કઈ રીતે રોબીન્સન્સ અને બીજા લોકો અને આ રોબોટ એ ગ્રહ પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, એ આ સિરીઝમાં જોવા જેવું હશે.

મારુ સ્ટેટસ: જોવાની બાકી છે.

14. માસ્ટર ઓફ નન(2015-2017)

Courtesy: Calvin leats

સીઝન્સ અને એપિસોડ્સ: 20-50 મિનિટ્સ ના એક એવા 10 એપિસોડ્સની એક સીઝન. આવી બે સીઝન છે.

શો રનર્સ: અઝીઝ અન્સારી અને એલાન યાન્ગ

સિરીઝ વિષે: સ્ટ્રગલિંગ એક્ટર દેવ શાહ(અઝીઝ અન્સારી) પોતાની ત્રીસીમાં છે. હજી કુંવારો છે અને પોતાના મિત્રો સાથે રખડે છે. આ બે સીઝનમાં દેવ શાહ જે કરે છે એ બધું કા તો એના મિત્રો ને લગતું હોય છે, કાં તો એના ડેટિંગ વિષે હોય છે, અને કાં એની એક્ટિંગ કેરિયર વિષે હોય છે. બહુ સિમ્પલ લાગતી આ વાર્તા લોકોને બહુજ પસંદ પડી હતી અને આ સિરીઝ ને લોકોએ અને ક્રિટિક્સે બહુ વખાણી છે.

મારુ સ્ટેટસ: બહુ પહેલા એકાદો એપિસોડ જોયો હતો. પછી મુકાઈ ગઈ અને હવે ફરીવાર શરુ કરવાની છે.

15. ઓઝાર્ક(2017-)

ઓઝાર્ક: નેટફ્લિક્સ ઓરીજીનલ સીઝન 2 નું પોસ્ટર Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 52-80 મિનિટ્સ વચ્ચે નો એક એવા 10 એપિસોડ્સ ની બે સીઝન્સ

શો રનર્સ: બિલ ડૂબુક(ધ જજ, ધ એકાઉન્ટન્ટ અને અ ફેમિલી મેન ના લેખક)

સિરીઝ વિષે: માર્ટી બ્રાઈડ(જેસન બેઈટમેન) એક ફાઇનાન્સિયલ પ્લાનર છે. જે માફિયા અને ક્રિમિનલ બોસ સાથે કામ કરે છે. એક વાર એનાથી એવી ભૂલ થઇ જાય છે જેના લીધે એને અને એના ફેમિલીને ભાગી જવું પડે છે. અને એ જ્યાં જાય છે ત્યાં પણ માર્ટી ને પોતાની ભૂલ સુધારવા એવા કામ કરવા પડે છે જેના લીધે એ અને એનું ફેમિલી સલામત રહે. ઓઝાર્કમાં પહેલી સીઝનમાં જેસન બેઈટમેન અને બીજી સીઝનમાં ફિમેલ કેરેક્ટર્સ ના પરફોર્મન્સના બહુ વખાણ થયા છે.

મારુ સ્ટેટસ: બાકી છે….: ¯\_(ツ)_/¯

લાગતું વળગતું: NARCOS – કોલમ્બિયાના ડ્રગ માફિયાની દુનિયાની સફર કરાવતી Netflixની સિરીઝ

16. GLOW(2017-)

Courtesy: The Verge

સીઝન્સ અને એપિસોડ્સ: 27-46 મિનિટ્સ ના એક એવા 10 એપિસોડ્સ અને બે સીઝન્સ, ત્રીજી સીઝન ને મંજૂરી મળી ગઈ છે.

શો રનર્સ: લીઝ ફાહીવ અને કાર્લિ મેનશ્ચ

સિરીઝ વિષે: GLOW(Gorgeous Ladies Of Wrestling) અમેરિકામાં 80ના દાયકામાં થઇ ગયેલો રેસલિંગ શો હતો. આ એની ફિકશનલાઇઝડ આવૃત્તિ છે. સ્ટ્રગલિંગ એક્ટ્રેસ રૂથ વિલ્ડર(એલીસોન બ્રી)ને ઓવર  એક્ટિંગ કરવાની આદત હોય છે. અને એ એના ઓડિશનમાં જવાના અને એમાંથી રિજેક્ટ થવાના રૂટિન થી કંટાળી હોય છે. જયારે એને GLOWમાં ઓડિશન આપવાની આમંત્રણ મળે છે ત્યારે એ સહર્ષ સ્વીકારી લે છે. પણ GLOW માં એને ભટકાય છે એની ભૂતપૂર્વ મિત્ર અને હવે હરીફ એવી ડેબી ઈગાન(બેટી ગિલપિન) પણ આવી છે. શું GLOW જે ઓલરેડી રેસલિંગ વિષે છે આ બંનેની કેટ ફાઇટ સહન કરી શકશે? ઉપરાંત એને GLOW ના ડિરેક્ટર સામ સિલ્વિયા સાથે પણ બનતું નથી, GLOW આ કઈ રીતે સહન કરી શકશે??

મારુ સ્ટેટસ: નેક્સ્ટ ઈન ધ લિસ્ટ

17. અનબ્રેકેબલ કિમિ શ્મિડ્ટ(2015-2019)

Courtesy: NBC Store

સીઝન્સ અને એપિસોડ્સ: 23-36 મિનિટ નો એક એવા 13 એપિસોડ્સની એક સીઝન, અત્યાર સુધી 45 એપિસોડ (લગભગ સાડા ત્રણ સીઝન્સ) આવ્યા છે અને અંતિમ ભાગ નેટફ્લિક્સ પર આ જાન્યુઆરીમાં આવવાનો છે.

શો રનર્સ: ટીના ફે( સેટરડે નાઈટ લાઈવ માં લેખિકા હતી) પોતે લેખક, એક્ટર, પ્રોડ્યુસર અને કોમેડિયન છે. અને રોબર્ટ કાર્લોક

સિરીઝ વિષે: આઠમા ધોરણમાં ભણતી કિમિ શ્મિડ્ટને પાદરી કમ આતંકવાદી(જોયું! આવા સાધુના વેશમાં શેતાન તો બધા ધર્મમાં છે, ખોટે ખોટા હિંદૂઓને બદનામ કરે છે લોકો) એવા ફાધર રિચાર્ડ વેઈને બીજી ત્રણ છોકરીઓ સાથે એક ભંડકિયામાં પુરી દીધી હોય છે. પંદર વર્ષ પછી પોલીસ જયારે એને આઝાદ કરે છે ત્યારે કિમીએ નક્કી કરી લીધું હોય છે કે બીજા લોકોની જેમ બિચારી બનીને નહિ જીવે. અને એટલે એ ન્યુયોર્કમાં એકલી રહેવા જતી રહે છે. પંદર વર્ષ દુનિયા થી દૂર રહેલી થોડી જક્કી અને જિદ્દી કિમિ જયારે એલાઈટિસ્ટ લોકો થી ભરેલા ન્યુયોર્કમાં જાય છે ત્યારે કેવી કોમેડી સર્જાય છે એ જોવા જેવું હશે….

મારુ સ્ટેટસ: નેક્સ્ટ ઈન ધ લિસ્ટ….

18. ઓરેન્જ ઇઝ ધ ન્યુ બ્લેક(2013-2019)

Courtesy: IMDB

સીઝન્સ અને એપિસોડ્સ: 50-92 મિનિટ્સ ના એક એવા 13 એપિસોડ્સ ની એક એવી છ સીઝન, સાતમી અને અંતિમ સીઝન આવતા વર્ષે આવવાની છે.

શો રનર્સ: જેંજી કોહાન

સિરીઝ વિષે: 10 વર્ષ કરેલા એક ગુન્હા માટે પાઇપર ચેપમેન(ટેલર શિલિંગ)ને 15 મહિનાની સજા થાય છે. હાઇઅર મિડલ ક્લાસની ચેપમેન પહેલા તો જેલને અને એના વાતાવરણ ને સ્વીકારતી નથી. પણ ધીરે ધીરે એને આ જેલ અને એના સાથી કેદીઓ સાથે મિત્રતા થઇ જાય છે. અને ધીરે ધીરે એ બધીજ મહિલા કેદીઓ એક બીજા ની સાથે જીવતા શીખી જાય છે. એના ઉપર નો આ ડ્રામા કમ કોમેડી છે….

મારુ સ્ટેટસ: બાકી છે

અને અંતે….

19. બોજેક હોર્સમેન(2014-)

Courtesy: Wikimedia

સીઝન્સ અને એપિસોડ્સ: લગભગ 25 મિનિટ નો એક એવા 12 એપિસોડ્સ ની એક સીઝન. આવી 5 સીઝન છે, પાંચમી હમણાં આવી. અને છઠ્ઠી સિઝનને મંજૂરી મળી ગઈ છે.

શો રનર્સ: રફેલ બોબ વેક્સબર્ગ અને લિસા હાનાવાલ્ટ

સિરીઝ વિષે: આપણી બાળવાર્તાઓ અને બકોર પટેલની વાર્તાઓમાં માણસો જેવા પ્રાણીઓ આવતા. બકોર ભાઈ પોતે ધોતી અને શર્ટ પહેરતા, અને બાળવાર્તાઓના ઉંદરભાઈ સ્કુલે જતા. એવીજ સૃષ્ટિ બોજેક હોર્સમેન ની છે. એન્થોમોર્ફિક(માણસો જેવા પણ માણસ નહિ) એવા પ્રાણીઓ અને માણસો સાથે રહેતા અને જીવતા હોય. બોજેક હોર્સમેન(વીલ આર્નેટ-ઘોડો) 90ના દસકાની સુપરહિટ ટીવી સીરિયલમાં કામ કરનારો અને અત્યારે ધોવાઈ ગયેલો ભૂતપૂર્વ અને બેજવાબદાર સુપર-સ્ટાર છે. એને એની આત્મકથા જે છ આઠ મહિના થી લટકાવી રાખી છે એ પુરી કરવા માટે ડીએન નુયેન(એલીસોન બ્રી) નામની એક હ્યુમન ઘોસ્ટ રાઇટર મદદમાં આવે છે. એક તરફ બોજેક ડીએન પર લાઈનો મારતો હોય બીજી તરફ ડીએન બોજેકના હરીફ એવા મિસ્ટર પિનટબટર(પોલ થોમ્પકિન્સ-લેબ્રાડોર રિટ્રીવર)ના પ્રેમમાં હોય. મિસ્ટર પિનટબટરને બોજેક પર માન હોય પણ બોજેકને પિનટબટર સહેજેય ન ગમતો હોય. આવામાં બોજેક ના ઘરમાં ટોડ શાવેઝ(એરોન પોલ) ક્યાંકથી ઘુસી જાય છે અને એની સાથે પાંચ વર્ષ રહે છે. ટોડ અને પિનટબટર રોજ રોજ કૈક નવી અને ધડમાથા વગર ની સ્કીમો લાવતા રહે છે. સામે બોજેક એક પછી એક કામ પોતાના એરોગન્સ અને બેજવાબદારીના લીધે બગાડતો રહે છે, એવામાં એની મેનેજર કમ ક્યારેક ક્યારેક ગર્લફ્રેન્ડ એવી પ્રિન્સેસ કેરોલીન(એમી સીડારીસ-પર્શિયન બિલ્લી) પણ સલવાઇ જાય છે. કઈ રીતે આ બોજેક હોર્સમેન અને એનું જીવન ચાલે છે એ જોવા જેવું હશે….

આ સિરીઝ ની પહેલી સીઝનના પહેલા પાંચ એપિસોડ થોડા અલગ અને કાંટાળાજનક લાગશે. પણ છઠ્ઠા એપિસોડ થી આ સીઝન એટલી ઊંચકાય છે કે તમને એમાં ખુબ મજા આવશે. આના લીધે અમુક ક્રિટીક્સ ને પણ અડધી સીઝન પરથી શોને રેટિંગ આપવાની ટેવ બદલવી પડી હતી. શો ની કોમેડી, એના શો બિઝનેસ અને લોકોની ઉપર પડતા ચાબખા, ઘણા સામાજિક અને માનસિક પ્રોબ્લેમ્સ ને કવર કરી એની સાથે હસતા રમતા જીવવાની આ શોની ફિલોસોફી એ ખરેખર કાબિલે તારીફ છે. હું પર્સનલી આ સિરીઝ જોવાની ભલામણ કરું છું. બેજવાબદાર બોજેક સાથે ચોથી સીઝનના એક પળ પર હું એટલો જોડાઈ ગયો હતો કે એક નાજુક (અને હળવા) તબક્કે જયારે બોજેક હસે છે ત્યારે આપણા ચહેરા પર પણ એક હળવી સ્માઈલ આવી જાય છે…

મારુ સ્ટેટસ: ચારે સીઝન એકાદ બે વાર જોઈ ચુક્યો છું. નેક્સ્ટ ઇસ સીઝન 5….

 

તો આ હતા મારા નેટફ્લિક્સ ઓરીજીનલ સિરીઝ ના રેકમેન્ડેશન્સ. ગયા અઠવાડિયાની જેમ આ વખતે પણ તમારા અભિપ્રાયો આપતા રહેશો….

અને હા…. હેપ્પી દિવાળી, અને સર્વે વાંચકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. ઘેર બેઠા આ ઓરીજીનલ સિરીઝ ઇન્જોય કરો….. પણ ઇન્જોય એન્ડ લેટ અધર્સ ઇન્જોય…..

જય શ્રી રામ 

અને

મે ધ ફોર્સ બી વિથ યુ…..

eછાપું

તમને ગમશે: અમદાવાદની મધ્યમાં આવેલું ધાબાગીરી રેસ્ટોરન્ટ કરશે સ્વાદની દાદાગીરી!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here