શરીરને તંદુરસ્ત અને પેટને પણ ખુશ રાખતા કેટલાક હેલ્ધી સલાડ

2
300
Photo Courtesy: Aakanksha Thakore

આજે આપણે વાત કરીશું એક એવી વાનગીની જેમાં સામગ્રીના નાના ટુકડા વાપરવામાં આવે છે. ઉપરાંત તેને કોઈ એક ચોક્કસ કોર્સ નહીં પરંતુ ગમે તે કોર્સમાં-એટલે કે એપેટાઈઝર, મેઈન કોર્સ, સાઈડ ડીશ કે ડેઝર્ટ તરીકે લઇ શકાય છે. રૂમ ટેમ્પરેચર પર એને સર્વ કરવું આમ તો સૌથી સારું ગણાય છે, અને એમાં અમુક અપવાદ પણ હોય જ છે. આટલું બધું વાંચ્યા પછી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે વાત કરવાના છીએ સલાડ અંગે!

સલાડના મુખ્ય બે ભાગ હોય છે, બેઝ કે જેમાં શાકભાજી, લીફી વેજીટેબલ્સ, કઠોળ કે ફ્રુટ હોય છે અને ડ્રેસિંગ જેને લીધે મુખ્ય સ્વાદ આવે છે. ડ્રેસિંગને મુખ્ય ચાર એલીમેન્ટ્સમાં વહેંચી શકાય: ઓઈલ(જેમકે ઓલીવ ઓઈલ, નટ ઓઈલ, ઘી, વગેરે), એસીડ્સ (વિનેગર, લીંબુનો રસ, વગેરે), ફ્લેવર (આદુ, લસણ, રાઈનો પાઉડર, વિવિધ હર્બ્સ (કોથમીર, ફુદીનો, વગેરે), સોયા સોસ વગેરે) અને સીઝનીંગ (મીઠું, મરી)

હમણાં થોડા સમય પહેલા આપણે લંચબોકસની સમસ્યા ઉકેલવાનો થોડો થોડો પ્રયાસ કર્યો હતો ઉપરાંત એને એક ટ્રેડીશનલ ટ્વિસ્ટ પણ આપ્યો હતો. આજે એ જ ટ્રેન્ડમાં આગળ જોઈશું થોડા હેલ્ધી આઈડીયાઝ.

આપણી સામાન્ય માન્યતા છે કે સલાડ ફક્ત ઘાસફૂસથી જ ભરેલા હોય છે અને એને લીધે આપણું પેટ ન ભરાય. પણ અમુક સલાડ એવા હોય છે કે જેને લીધે તમારું પેટ સહેલાઈથી ભરાઈ જશે. આજે #LunchboxStoryના આ ભાગમાં આપણે આવા જ અમુક સલાડ જોઈશું જે ઘાસફૂસથી મુક્ત હોય, સ્વાદિષ્ટ હોય અને પેટ ભરી શકે તેવા હોય.

થ્રી બિન સલાડ

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1/3 કપ રાજમા, આખી રાત પલાળીને બાફેલા

1/3 કપ દેશી ચણા, આખી રાત પલાળીને બાફેલા

1/3 કપ કાબુલી ચણા, આખી રાત પલાળીને બાફેલા

1 મધ્યમ ટામેટું, બિયાં કાઢીને સમારેલું

1 મધ્યમ કાકડી, બિયાં કાઢીને સમારેલી

1 મધ્યમ ડુંગળી, સમારેલી

ડ્રેસિંગ માટે:

¼ કપ લીંબુનો રસ

1 ટેબલસ્પૂન ઘી

1 ઝીણું સમારેલું લીલું મરચું

1 ટીસ્પૂન ઓરેગાનો

1-2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

મીઠું સ્વાદ મુજબ

રીત:

 1. એક બાઉલમાં રાજમાં, ચણા અને કાબુલી ચણા લો.
 2. હવે તેમાં સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા અને સમારેલી કાકડી ઉમેરી બરાબર મિક્સ કરી દો.
 3. અન્ય એક બાઉલમાં ડ્રેસિંગ માટેની બધી જ સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.
 4. આ ડ્રેસિંગને ચણાના મિશ્રણમાં ભેળવી, બરાબર મિક્સ કરી દો.
 5. સલાડ તૈયાર છે. સલાડને તરત જ અથવા થોડો સમય ફ્રીજમાં રાખીને પીરસો.

ગ્રીક સલાડ

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

1 કપ ફ્યુસીલી પાસ્તા

1 ટામેટું, બિયાં કાઢીને સમારેલું

ડ્રેસિંગ માટે:

1-2 ટેબલસ્પૂન તાજી બેઝીલ, સમારેલી

1 ટીસ્પૂન લસણની પેસ્ટ

¼ કપ વિનેગર

મીઠું, મરી સ્વાદમુજબ

રીત:

 1. સૌથી પહેલા જરૂર્મુજ્બ પાણી લઇ પાસ્તાને બાફી લો.
 2. પાસ્તા બફાઈને તૈયાર થઇ જાય એટલે તેનું પાણી નીતારી લો.
 3. હવે તેમાં ટામેટા ઉમેરી હળવે હાથે મિક્સ કરો.
 4. હવે એક અન્ય બાઉલમાં ડ્રેસિંગ માટેની સામગ્રી લઇ બરાબર મિક્સ કરી લો,
 5. આ ડ્રેસિંગને પાસ્તા ઉપર રેડી હળવેથી મિક્સ કરી લો.
 6. ગ્રીક સલાડ તૈયાર છે. આ સલાડ રૂમ ટેમ્પરેચર પર સારું લાગતું હોવાથી તેને ઠંડુ કરવાની જરૂર નથી.

લાગતું વળગતું: દલીયા દરરોજ ઇન બ્રેકફાસ્ટ તો તમારું વજન ઘટે સુપરફાસ્ટ!

કોર્ન સલાડ

Photo Courtesy: bonappetit.com

સામગ્રી:

1 મધ્યમ અથવા મોટા મકાઈ ડોડામાંથી નીકળતા દાણા

1 નાની ડુંગળી, ઝીણી સમારેલી

1 મધ્યમ ટમેટા, ઝીણો સમારેલો

1 લીલું મરચું, ઝીણું સમારેલું

1 ટેબલસ્પૂન કોથમીર, ઝીણી સમારેલી

1 ટીસ્પૂન લીંબુનો રસ

¼ ટીસ્પૂન લાલ મરચું પાવડર

1 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર

જરૂર મુજબ મીઠું

રીત:

 1. મકાઈના દાણાને બાફી લો.
 2. હવે એક બાઉલમાં બધી જ સામગ્રીને બાફેલા મકાઈના દાણા સાથે ભેળવી લો.
 3. એકવાર ચાખી સ્વાદ મુજબ જો જરૂરી હોય તો વધુ મીઠું અથવા ચાટ મસાલા અથવા લીંબુ રસ ઉમેરો.
 4. હવે નાના સર્વિંગ બાઉલમાં તેને તરત જ સર્વ કરો.

મૂંગ સલાડ

Photo Courtesy: bongong.com

સામગ્રી:

1 કપ ફણગાવેલા મગ

1 ટીસ્પૂન તેલ

1 નાની ડુંગળી, ચીરી કરેલી

1 મધ્યમ ટમેટા, ચીરી કરેલું

1 લીલું મરચું, ઝીણું સમારેલું

1 ટેબલસ્પૂન કોથમીર, ઝીણી સમારેલી

1 ટીસ્પૂન લીંબુનો રસ

1 ટીસ્પૂન ચાટ મસાલા પાવડર

જરૂર મુજબ મીઠું

રીત:

 1. એક પેનમાં તેલ ગરમ કરો.
 2. તેલ ગરમ થાય એટલે તેમાં મગ ઉમેરી તેને પકવી લો.
 3. મગ બરાબર તૈયાર થાય એટલે તેમાં ટામેટા, ડુંગળી, લીલું મરચું અને મીઠું ઉમેરી થોડીવાર માટે પકવી લો.
 4. હવે ગેસ પરથી ઉતારી તેમાં લીંબુનો રસ, ચાટ મસાલો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
 5. સલાડને ગરમાગરમ અથવા રૂમ ટેમ્પરેચર પર પીરસો.

આશા છે તમને ઉપર આપેલી રેસિપીઓમાંથી તમને ગમતો હેલ્ધી સલાડ મળી જ ગયો હશે.

eછાપું

તમને ગમશે: આ PMS એટલેકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વળી કઈ બલાનું નામ છે?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here