આ મહીને આવનારા બે નવા Mobile Phones અને નેટફ્લિક્સ એમેઝોનની મુશ્કેલીઓ

0
411
Photo Courtesy: androidcentral.com

નવા વર્ષે એક નવતર પ્રયોગ કરવો છે. હવે થી દર મહિને એક આર્ટિકલ એવો આપવાની કોશિશ કરવી છે જેમાં 2-3 અલગ સબ્જેક્ટ પર એક જ આર્ટિકલમાં વાત કરી શકાય. દિવાળીની રાજાઓ પછીનો આમ તો આ બીજો આર્ટિકલ છે અને આપણે ત્યાં જ આ નવો ધડાકો કરી દેવો છે. આજે જે ૩ ટોપિક પર વાત કરવી છે તેમાં 2 Mobile Phones આ આર્ટિકલ પૂરો કરશો ત્યાં સુધી Launch થઇ જશે અને ત્રીજો મુદ્દો હાલમાં ચર્ચા માટે ખાસ પસંદ કરવામાં આવી રહ્યો છે, એ વિષે આગળ જતા તમને જણાવીશ. સહુ પ્રથમ 2 નવા નક્કોર Phone જે 20 November અને 22 November ના રોજ આવી રહ્યા છે તેના વિષે જાણી લઈએ.

Xiomi Redmi Note 6 Pro

Photo Courtesy: androidcentral.com

છેલ્લા કેટલાય સમયથી ભારતીય Mobile Phones બજારમાં Xiaomi એક મજબૂત Brand તરીકે ઉભરી રહ્યું છે અને એમાં પણ Made In India Phone પછીતો તેને એક અલગ જ Boost મળ્યું છે. ખાસ કરીને  ભારતીય યુવા વર્ગ Xiomi નો ચાહક બની રહ્યો છે અને તેનું કારણ છે હંમેશા Pocket Budget Mobile Phones જ મુકે છે. રૂપિયા 15000 કે રૂપિયા 18000 નો Mobile Phone લીધા પછી જો 2 વર્ષ પણ ટકી જાય એટલે મોટેભાગે એના પૈસા વસૂલ થઇ જ ગયા.

Pocket Budget અને એમાં પણ technology નો મહત્તમ ઉપયોગ કરી લેવાની Xiomi ની રીત યુવાવર્ગને વધુ આકર્ષિત કરે છે. Xiomi Redmi Note 6 Pro વિષે વધુ વાત કરીએ તો આ Phone ની કિંમત રૂપિયા 15000 થી રૂપિયા 17000 ની વચ્ચે રહી શકે છે.

6.26 Inch ની ખાસ્સી મોટી display ધરાવતા Xiomi Redmi Note 6 Pro માં પણ હવે Front Camera Notch આવી ગયું છે એટલે Screen ની બંને તરફ ની Corner હવે Occupied થઇ જશે. Octa Core Processor ની સાથે સાથે Basic Model માં 4 GB RAM અને 64 GB Inbuilt Storage મળવાનું છે. બીજા Version માં 6GB RAM અને 64 GB Internal Storage મળશે. Camera ની વાત કરીએ તો Mobile Phones  માં હાલ ના trend ને ધ્યાનમાં રાખી અહીંયા Rear Camera માં 12 Megapixel + 5 Megapixel અને Front Camera માં 20 Megapixel + 2 Megapixel Dual Camera આપવામાં આવ્યા છે.

4000 mh ની battery એક normal user માટે પૂરતી સાબિત થઇ શકે છે. રૂપિયા 15000 ના બજેટમાં મળી રહેલી સુવિધાઓને જોતા આ Phone Xiomi માટે વધુ એક વખત હુકમનો એક્કો સાબિત થઇ શકે છે તેમ છતાં phone માર્કેટમાં આવ્યા પછી જ તેના વિષે વધુ વાત કરી શકાય.

લાગતું વળગતું: Apple ના બે નવા સ્માર્ટફોન્સ iPhone XS અને iPhone XR કેવા છે?

Samsung Galaxy A9

Photo Courtesy: mysmartprice.com

4 Camera ધરાવતો વિશ્વનો સહુ પ્રથમ Smartphone ના Tag સાથે 20 November ના રોજ Samsung Galaxy A9 Launch થઇ રહ્યો છે. 35999 ની કિંમત સાથે Launch થઇ રહેલ આ Phone Oneplus 6T ને સિદ્ધિ ટક્કર આપવા જઈ રહ્યો છે. 6.3 Inch ની full Hd display ધરાવતા આ phone માં પણ તમને On Screen Notch જોવા મળશે. જોકે એ Notch ની સાથે સાથે તમને 24 Megapixel નો Front Camera પણ મળવા જઈ રહ્યો છે. જયારે Phone ના Processor ની વાત કરવામાં આવે તો Qualcomm Snapdragon 660 processor અહીંયા હાજર છે. જેને support કરવા માટે 6GB અને 8GB RAM ધરાવતા બે અલગ અલગ model મળશે.

બંનેમાં Internal Storage તમને 128 GB નો મળશે જયારે 512 GB નું SD Card તમે અલગ થી ઉમેરી શકો છો. આ બંને Mobile Phones ની જે ખાસ ખૂબી છે તે તેના Quad Camera છે અને તેના વિષે વાત કરીએ તો તે 24 megapixel નો છે, secondary camera 10 Megapixel નો Telephoto lens છે જયારે અન્ય બે Camera માં એક 8 Megapixel with 120 Degree Ultra Wide lens ધરાવે છે જયારે છેલ્લો Camera 5 megapixel નો છે અને તે detail depth આપવાનું કામ કરે છે. Photographer મિત્રો માટે આ Phone હાલતો ચાલતો DSLR સાબિત થઇ શકે છે. જોકે હજુ Launch થવાના બાકી એવા આ બંને Mobile Phones ના detailed review માટે થોડો સમય થોભવું જરૂરી છે.

Netflix અને Amazon Prime ઉપર Censor ની લટકતી તલવાર

થોડા ઘણા સમયથી Web Shows ભારતમાં પોતાનું એક આગવું Audience બનાવી રહ્યા છે. આમ તો Inside Edge થી Amazon Prime દ્વારા આની શરૂઆત થઇ હતી પણ પછીથી Netflix પણ Sacred Games લઇ અને કૂદ્યું અને ભારતીય યુવાવર્ગને જાને એક અમૂલ્ય ખજાનો મળી ગયો. પોતાના Shows માં Netflix અને Amazon Prime દ્વારા Sexuality અને Abusive Words નો રીતસરનો વરસાદ થતો હોય છે અને તે જોતા જ કોઈ NGO દ્વારા આ મુદ્દે એક ફરિયાદ દાખલ કરવામાં આવી અને Censor Board ને Netflix તથા Amazon Prime અને અન્ય Web Shows Stream કરતી સાઇટ્સ પર તેમની કાતર ચલાવવા વિનંતી કરવામાં આવી છે.

જોકે હાલ પૂરતું આ મામલે વધુ સુનાવણી 8 February 2019 ના રોજ કરવામાં આવશે તેમ કહી દેવાયું છે, પરંતુ જો આ મામલે પણ હવે Censor Board હસ્તક્ષેપ કરે તો યુવાવર્ગ માટે ચોક્કસપણે એક તકલીફ ઉભી થઇ જશે કેમ કે કોઈ પણ show હોય તેનું Content જ તેનો Hero હોય છે અને જો એ Content સાથે જ છેડછાડ કરવામાં આવે તો એ ચોક્કસપણે તકલીફ આપે છે. ભારતમાં આમ પણ Hollywood ની films માં પણ Censor board દ્વારા ખાસ્સી એવી કાતર ચલાવવામાં આવતી હોય છે તેવામાં જો હવે આ પ્રકારના Web Shows પર પણ જો Censor ની કાતર ફરશે તો આંચકાજનક બાબત ગણાશે.

જોકે મામલે Netflix દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ રીતે જાહેર કરી દેવાયું છે અને કહ્યું છે કે જ્યાં સુધી આ મામલે કોઈ નિયમ/કાનૂન નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની અનસેન્સરડ વેબ સિરીઝ ચાલુ જ રાખશે.

આજ ના Final Conclusion માં એટલું ચોક્કસપણે કહી શકાય એક તરફ Mobile અને Technology બાબતે દુનિયા ખુબ આગળ વધી રહી છે ત્યારે Web Shows પર પણ Censorship જેવા મુદ્દે આપણે પીછેહટ કરી રહ્યા છીએ. Xiomi Redmi Note 6 Pro જેવા Mobile Phones તેમની માર્કેટ strength ને ચોક્કસપણે મજબૂત બનાવશે જયારે 36000 ના Samsung Galaxy A9 ને Midrange Phone તરીકે market માં મૂકવું Samsung માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એક તરફ સતત Dual Camera નું ચલણ વધી રહ્યું છે તેવામાં Samsung Quad Camera Phone મૂકી બીજી Smartphone Companies માટે મુશ્કેલીઓ વધારી રહ્યું છે.

eછાપું

તમને ગમશે: ઈદ, સલમાન ખાન અને તેના ચાહકો…દયા કુછ તો ગડબડ હૈ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here