2002 બાદ કેવી રીતે વાસણા-સરખેજ રોડની બદલે એસ જી રોડ મહત્ત્વનો બન્યો

0
312
Photo Courtesy: mouthshut.com

સંસ્મરણ 2002 ફેબ્રુઆરી માર્ચનું છે. પશ્ચિમ અમદાવાદના એક વિસ્તારના ઓચિંતા વિકાસને લગતું જ્યારે વાસણા-સરખેજ રોડનું મહત્ત્વ શૂન્ય થઈને એસ જી રોડ શહેર માટે મહત્ત્વનો બન્યો હતો.

Photo Courtesy: mouthshut.com

ગોધરા દુર્ઘટના ના પ્રત્યાઘાત રૂપે આખા ગુજરાતમાં રમખાણો ભયંકર રીતે ફાટી નીકળેલાં.  આમ તો આ શહેરમાં વિધર્મીઓ ખભેખભા મિલાવી ધંધો રોજગાર કરતા હોય. પણ એ સંજોગો એવા થયા કે બંને ધર્મીઓ ગઈકાલ સુધી મિત્રો આજે એકમેકને શંકાથી જોવા લાગ્યા. તીવ્રતાથી રામખાણોએ કોટ વિસ્તાર ઉપરાંત જ્યાં કોઈએ આજ સુધી કલ્પના ન કરી હોય તેવા પશ્ચિમ વિસ્તારના છેલ્લા 15 વર્ષમાં અસ્તિત્વમાં આવેલા વિસ્તારોને ગ્રસી લીધા જેમાં એસ જી રોડ પણ સામેલ હતો.

ઠેર ઠેર ધડાકા ભડાકા  સાંભળવા લાગ્યા અને અફવાઓ તો દાવાનળની પેઠે ફાટી નીકળી.

એક વાર હું મારા એક મિત્રને ત્યાં પ્રહલાદનગર  રોડ, જે પાંચેક વર્ષથી જ અસ્તિત્વમાં આવેલો, ત્યાં શરણમ ફ્લેટમાં સહકુટુંબ  બેઠો હતો. ઓચિંતું તેમના પડોશીએ બાલ્કનીમાંથી ભડકા બતાવ્યા અને કહ્યું કે નજીકના સરખેજ, જુહાપરાના તોફાનીઓએ આગ લગાવી છે.
એક અફવા તો એવી આવી કે તોફાની ટોળાં એ તરફથી આ તરફ આવી રહ્યાં છે અને ઘરઘરમાંથી યુવાન સ્ત્રીઓને ખેંચી લઈ જવાના પ્રયત્નો થાય છે. હવે જે લોકો એકલી કન્યાનું બગડેલું એક્ટિવા પળવારમાં ઠીક કરતા હોય, જે સોસાયટીના નાકે સ્ત્રીઓને તાજું ફ્રુટ વેંચતા હોય એ આવું કરે એ હું માનતો ન હતો પણ એ વસાહત આસપાસના લોકો હિંદુઓ જ હતા જે ખૂબ ડરેલા હતા.

અરે પુરુષો રક્ષણ કરે. પણ અફવા આવી કે એ લોકો પાસે આગ લગાડવાની સામગ્રીઓ અને ઘાતક હથિયારો છે અને આપણે જોયા  ન કરીએ પણ પહોંચી પણ ન વળીએ. સુધરેલા શિક્ષિતો. અમને તુરત ઘેર જતા રહેવા કહેવાયું અને ઘેર પહોંચી તુરત ફોન કરવો એમ કહેવાયું. ડીનર ડીનરને ઠેકાણે રહ્યું.

એમાં નવી વાત બની. સૌરાષ્ટ્ર, કચ્છથી આવતો બસરસ્તો પાલડી  વાસણા થઈ આવે. વચ્ચે પહેલાં જુહાપુરા. આ વિસ્તારોને પણ તોફાનીઓએ પણ ભડકાવેલા. એમણે ટાયરો સળગાવી, આડશો મુકી એ રસ્તો બંધ કર્યો.  જાણેકે એમ કહેતા હોય કે ‘તમે જોયા કરો. કેવી રીતે અમદાવાદમાં પ્રવેશી શકો છો.’

લાગતું વળગતું: કંકોત્રીમાં આમંત્રણ એક વ્યક્તિનું અને Canada PM સહકુટુંબ પહોંચી ગયા

બાવળા-ચાંગોદર આસપાસ બસો ફસાઈ. કોઈ ડ્રાઈવરએ પોતાના ઉપરીને ફોન કર્યો. સ્ટેટ ટ્રાન્સપોર્ટના એ વખતના વહીવટી વડાઓએ રસ્તો સુચવ્યો કે જુહાપુરા આવતા પહેલાં, વિશાલા પણ આવતા પહેલાં એસ જી રોડ પર એક નાનો ટુ ટ્રેક રોડ છે તેના પરથી જોધપુર બિગબઝાર તરફથી આવવું. બસો નવા રસ્તે આવવા લાગો. બિગ બઝાર  અને આગળ ઉભવા પણ લાગી. એ સમયે એસ જી રોડ પર ઇસ્કોન લેન્ડમાર્ક તરીકે બહુ પ્રખ્યાત ન હતું.

બસો આવવા લાગી અને પાલડી વાસણાના રસ્તાઓપર ટ્રાફિક ઓછો થયો, બસો અર્ધો કલાક જેવી વહેલી પહોંચવા લાગી. મોટા ભાગના યાત્રીઓ સેટેલાઇટ, બોપલ, વસ્ત્રાપુર બાજુ અને  132ફૂટ રોડથી જવાય એવી જગ્યાએ રહેતા હોઈ  ખૂબ વહેલા ઘેર પહોંચવા લાગ્યા. એ વ્યવસ્થાને  ખૂબ આવકાર મળ્યો. એ પછી જ ઝાંસીની રાણી પાસેનું બસસ્ટોપ અસ્તિત્વમાં આવ્યું અને તુરત લોકપ્રિય બન્યું.

સેટેલાઇટ રોડથી  હાઇવે પકડતી બસો એસજી રોડ ના હાર્દ સમાં બિગ બઝાર ઉભી લોકોને લેવા લાગી. આના પરિણામે એસ જી હાઇવે તુરત વિકસિત થઈ ગયો. ત્યાં સુધી એ આટલો ભરચકક નહોતો રહેતો.

‘તમે જોયા કરો ‘ કહેનારા જોતા રહ્યા અને એસ ટી સાથે પ્રાઇવેટ ટ્રાવેલ્સ પણ જોડાઈ. જોતજોતામાં એ રસ્તો કાયમી થઈ ગયો અને વાસણાવાળો રસ્તો ભુલાઈ ગયો. એ સ્ટેન્ડ પહેલાં બીગબઝાર કહેવાતું, પછી ઇસ્કોન કહેવરાવા લાગ્યું. આજની ઘડી ને કાલનો દી.
એની આડપેદાશ એ થઈ કે સાઉથ બોપલ, પ્રહલાદ નગર, વેજલપુરનો પાછલો ભાગ, મિર્ચી ટાવર, દિવ્યભાસ્કર આસપાસ જેવા વિસ્તારોનો એ રોડ નજીક અત્યંત ઝડપથી વિકાસ થયો.

ટ્રાન્સપોર્ટ એની સાથે એવી તો  વાણિજ્યિક ઇમારતો તાણી લાવી કે બસ જોયા કરો. એ વિસ્તારની ઓચિંતી ઝડપી આર્થિક પ્રગતિ ‘તમે જોયા કરો, આવવા દઈએ તો ‘ આહવાહન ને આભારી છે.  એ કહેનારા જોતા રહ્યા અને એ બાજુનું અમદાવાદ એવું તો વિકસિત થઈ ગયું કે બસ તમે જોયા જ કરો.

eછાપું

તમને ગમશે: રક્ષાબંધને પરમ ‘ક્રશ’ ના પ્રેમબંધનની થઇ જબરદસ્ત ધમાચકડી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here