eChhapu @ 1000! સાથીઓ સાથે ‘એકથી હજારા’ સુધીની અત્યંત મજેદાર સફર

2
312
Photo: eChhapu Graphics: Kanji Makwana

જ્યારે કોઈ શરુઆત થતી હોય છે ત્યારે તેની શરૂઆત જે-તે મુસાફરે એકલા જ કરવી પડતી હોય છે, પછી સફરમાં સહમુસાફરો મળતા જાય છે અને તે મજેદાર બનતી જાય છે. 27 જુલાઈ 2017ના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા એક આદેશ પરનો પ્રથમ આર્ટિકલ લખવાથી શરુ થયેલી આ સફર આજે  eChhapu સાથે સમયાંતરે જોડાયેલા સાથીઓની મદદથી 1000 આર્ટિકલ્સ સુધી પહોંચી છે.

Photo: eChhapu
Graphics: Kanji Makwana

સામાન્ય રીતે આવા પ્રસંગોએ એમ કહેવાતું હોય છે કે સફરની શરૂઆતના સમયે અમે આટલી લાંબી મજલ કાપીશું એનો અંદાજ જ ન હતો. પરંતુ eChhapu માટે આવું કહેવું બિલકુલ યોગ્ય નહીં હોય કારણકે કોઇપણ પ્રકારની અપેક્ષા વગર મેં eChhapu ની સફર કોઈ નક્કી સમય માટે કે કોઈ નક્કી ગંતવ્ય સુધી પહોંચવા માટે નહોતી કરી એટલે અહીં કોઈને કોઈ દિવસે તો પહોંચવાનું જ હતું, પણ હા eChhapu કયા પ્રકારના આર્ટિકલ્સ પ્રકાશિત કરશે તે પહેલેથી જ નક્કી હતું.

આ સાઈટ માટે નીતિ નિર્ધારણ નક્કી કરતી વખતે એક હકીકત નજર સામે સ્પષ્ટ હતી કે eChhapu ક્યારેય બ્રેકિંગ ન્યૂઝ તો શું પરંતુ કોઇ સાદા ન્યૂઝ પાછળ પણ નહીં દોડે. કારણ સાફ છે કે એકલેહાથે મોટા અને જાણીતા તેમજ વર્ષોથી સ્થાપિત મિડિયા ગૃહો સાથે સીધી સ્પર્ધા કરવાની આવે જેનો અંજામ નિષ્ફળતા સિવાય બીજો કશો જ ન હતો.

તો પછી શું કરવું જોઈએ? કશુંક એવું જે ન્યૂઝ અને માહિતી બંનેની વચ્ચેનું કશુંક હોય કે પછી એ બંનેનો સમાવેશ હોય. આ અંગે વધુ વિચાર કરતા આઈડિયા આવ્યો કે જો ન્યૂઝ પાછળ દોડ્યા કરતા મહત્ત્વની ઘટના બની ગયા પછી તેના પર ગહન વિચાર કર્યા પછી જો તેનું પૃથક્કરણ કરવામાં આવે તો કદાચ eChhpu અન્ય સમાચાર વેબસાઈટ્સ કરતા અલગ બને અને વાચકો સાથે જલ્દી સંપર્ક સાધવામાં મદદ મળે.

એક વાર આ અંગે નિર્ણય લઇ લીધા બાદ સફર શરુ થઇ અને આજે 1000 આર્ટિકલ્સ બાદ પણ તે ચાલુ જ રહેશે તેવી અપેક્ષા છે.

પરંતુ એક ચિંતા સતત રહેતી હતી કે આર્થિક ઉપાર્જન કરી આપતા મારા અન્ય દૈનિક કાર્યો સાથે હું eChhapuને ન્યાય કેવી રીતે આપી શકીશ? કારણકે જો વાચકો અને નિયમિત વાચકો મેળવવા હોય તો દરરોજ કોઈ એક નક્કી સંખ્યામાં આર્ટિકલ્સ તેમને પીરસવા જ પડે. તો શરુઆતની નિષ્ફળ કોશિશો બાદ એક વિચાર ઝબક્યો કે જો ફેસબુક મિત્રોની મદદ લઉં તો?

એ જ રીતે જે રીતે અમુક વર્ષો પહેલા માતૃભારતી એપના અઠવાડિક ઈ મેગેઝીન હું ગુજરાતી માટે મેં મારા ફેસબુક મિત્રોને લખવા માટે આમંત્રણ આપ્યું હતું તે જ રીતે મેં eChhapu માટે કર્યું અને હું ગુજરાતીના ઘણા મારા લેખક મિત્રો તરત જ જોડાઈ ગયા. એમના જોડાવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો અને ફેસબુક પર ઘણું સારું લખતા પરંતુ ધારી પ્રસિદ્ધિ ન પામી શકતા મિત્રોને લખવા માટે કહેણ મોકલ્યું અને બસ… મારી ટીમ બનતી ગઈ.

અત્યારે અમારી શરૂઆતના લેખક સભ્યોની ટીમ એક વોટ્સ એપ ગ્રુપમાં એક્ટીવ છે અને અમે અમારા લખેલા આર્ટિકલ્સ પર, અન્ય રસપ્રદ આર્ટીકલ્સ, ટુચકાઓ વગેરે પરની ચર્ચાઓ ઉપરાંત ગામ આખાની પંચાત કરતા હોઈએ છીએ, પરંતુ અમારા બધા વચ્ચેનું બોન્ડિંગ ખૂબ મજબૂત બન્યું છે અને અમે ખરેખર એક ટીમ બનીને કાર્ય કરીએ છીએ.

eChhapuનો 1000મો આર્ટિકલ: eChhapu @ 1000! – થઇ જાય ક્વિક રેસિપીઝ સાથે ક્વિક સેલિબ્રેશન? (આકાંક્ષા ઠાકોર)

ટીમના એક પણ સભ્ય માટે eChhapu એ આર્થિક ઉપાર્જનનું નાનકડું સાધન પણ નથી પણ તેમ છતાં તેના તમામ સભ્યો એક પ્રોફેશનલ લેખક કે કોલમિસ્ટની જેમ ડેડલાઇન ન ચૂકી જવાની પૂરતી સંભાળ લેતા હોય છે. આટલું જ નહીં અમારી ટીમના કેટલાક સભ્યો તો ઘણીવાર કોઈ મહત્ત્વની ઘટના પર eChhapuમાં કોઈ વિશ્લેષણ ચૂકી ન જવાય તે માટે સામે ચાલીને આર્ટિકલ્સ એમનો વારો ન હોવા છતાં મોકલી આપતા હોય છે.

તો સામે પક્ષે એડિટર અને ટીમ લીડર હોવાના નાતે કદાચ કોઈ ટીમ મેમ્બરથી ડેડલાઇન ચુકાઈ જવાય કે જે-તે દિવસે એ આર્ટીકલ આપી શકવા સમર્થ ન હોય તો તેમને કોઇપણ ફરજ ન પાડવાનું ધ્યાન મેં સતત રાખ્યું છે. ટીમના તમામ સભ્યો વચ્ચેનું બોન્ડિંગ એટલું તો જબરદસ્ત છે કે અમે બધાએ આ વર્ષે સાઈટના 1,00,000 પેઈજ વ્યુઝનું લક્ષ્ય પ્રાપ્ત થવાની ઉજવણી અમદાવાદના કર્મ કાફેમાં ભેગા થઇને કરી હતી. હવે અમે તમામ અઢીલાખ પેઈજ વ્યુઝનું નવું લક્ષ્ય પાર પાડવાની રાહ જોઈ રહ્યા છે જે બહુ જલ્દીથી અચીવ થઇ જશે અને અમે તમામ ફરીથી ક્યાંક પાર્ટી કરીશું.

અમારી આ સફરને વચ્ચે જરૂરી આત્મવિશ્વાસનું ઇંધણ પૂરું પાડવાના ધન્યવાદ મારે મોજેમોજ અથવાતો જ્ઞાન સાથે ગમ્મત પેઈજના સંચાલક ધર્મેશ વ્યાસને આપવા અત્યંત જરૂરી છે. એમણે સામે ચાલીને ગયા વર્ષના અંતથી આ વર્ષની શરૂઆતમાં eChhapu ના શ્રેષ્ઠ આર્ટિકલ્સ તેમના પેઈજ પર રેગ્યુલર પબ્લીશ કર્યા હતા જેમણે અમને અમારી સાઈટને ઝડપથી આગળ વધારવામાં અને અમારી ટીમના સભ્યો દ્વારા લખવામાં આવેલા આર્ટિકલ્સ પણ હજારો લોકો વાંચે છે એવો વિશ્વાસ પ્રાપ્ત કરવામાં ખુબ મદદ કરી હતી.

1000 આર્ટિકલ્સ આમ જુઓ તો કોઈ જ માઈલસ્ટોન નથી પણ આમ જુઓ તો એ માઈલસ્ટોનથી ઓછો પણ નથી અને આથી જ આજે હું એ તમામ ટીમ મેમ્બર્સના નામ અને તેમણે લખેલા આર્ટિકલ્સની સંખ્યા જાહેર કરીને એમને ધન્યવાદ આપવા માંગુ છું. તો

આ રહ્યા eChhapuના તમામ લેખકોના નામ અને તેમના દ્વારા લખવામાં આવેલા આર્ટિકલ્સની સંખ્યા.

લેખક

આર્ટિકલ્સની સંખ્યા
આકાંક્ષા ઠાકોર 35
અજીત ચૌધરી 1
આનંદ કણસાગરા 6
અશ્વિન મજીઠીયા 1
ભૂષણ છાયા 2
ભાર્ગવ પટેલ 33
ભાવિકા વેગડા 8
ભાવિન ચંદારાણા 2
ભાવિન પટેલ 1
ભીષ્મક પંડિત 47
દિનેશ માંકડ 2
ઈછાપું (ટીમ) 287
ગૌરાંગ દરજી 33
ગિરા પાઠક 12
ગોપાલી બુચ 3
હાર્દિક ક્યાડા 1
હિતેશ ચાવડા 1
જાસ્મીન ભીમાણી 24
જક્સ મુસાણી 1
જોબન મોઢા 1
જ્યોતિ દવે બુચ 1
કાર્તિક પોમલ 8
કિંજલ ખૂંટ 3
મિતેશ પાઠક 7
નરેશ વણજારા 35
પંકજ પંડ્યા 36
પિનાકિન જોશી 2
પ્રદીપ પટેલ 1
પ્રાપ્તિ બુચ 49
પ્રશમ ત્રિવેદી 33
રૂપલ વસાવડા 1
રૂપેન પટેલ 2
સંજય પીઠડીયા 38
શ્લોકા પંડિત 13
શ્રદ્ધા વ્યાસ 13
સિદ્ધાર્થ છાયા 173
સુનીલ અંજારિયા 21
તેજસ જાની 4
વિશાલ કણસાગરા 4
યશ ચોટાઈ 46
યશવંત ઠક્કર 9
કુલ 1000

 

eછાપું

તમને ગમશે: અમદાવાદનો એક પ્રખ્યાત રોડ કમિશનર વિજય નહેરા શોધી શક્યા નથી

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here