શેરબજારના પ્રલોભનો કેવા હોય અને તેનાથી કેવી રીતે બચી શકાય?

1
260
Photo Courtesy: cnbc.com

“શેરબજારમાં તો ખુબ કમાણી છે” કે પછી “પછી આ ભાવે આ કંપનીનો શેર નહીં મળે “ આ પ્રકારના પ્રલોભનો સાંભળી સામાન્ય માણસો શેરબજારમાં રોકાણ કરવા લલચાય એમાં નવાઈ શી?

Photo Courtesy: cnbc.com

શેરબજારના ખાં એક્સપર્ટ સૌથી શ્રીમંત એવા રોકાણકાર વોરન બફે કહે છે કે “શેરબજારના પ્રલોભનો સાંભળી વિચલિત ન થતા પરંતુ એ પ્રલોભનો છે કે રોકાણ કરવાની તક એ કઈ રીતે સમજવું? ટીવીની આર્થિક ચેનલો પર આવો સિનારિયો તમે જોયો જ હશે. જે પ્રોગ્રામમાં એક આર્થિક (શેરબજારનો) નિષ્ણાત દર્શકોના ફોન કોલ્સ લેતો હોય છે.

દર્શકો સામાન્ય રીતે આ પ્રકારનાં પ્રશ્નો પુછતા હોય છે કે :

“મેં ફલાણી કંપનીનો શેર રૂ 200 ના ભાવે 150 શેર લીધા હતાં હવે આ શેરનો ભાવ 250 રૂપિયા છે તો મારે શું કરવું ?….”
આવા પ્રકારનાં સવાલ જો હું એ ચેનલ પર નિષ્ણાત તરીકે હોઉં અને મને જો પૂછવામાં આવે તો મારો જવાબ આ જ હોય કે :
“ભાઈશ્રી આપે એ ફલાણી કંપનીના શેર જયારે લીધા હતા ત્યારે મને પૂછ્યું હતું કે હું લઉં કે ન લઉં? તો હવે મને કેમ પૂછી રહ્યા છો? જાવ જેમણે તમને આ શેર લેવડાવ્યા એને જ જઈને પૂછો ને કે હવે શું કરવું.”

આવા પ્રશ્નોનો આવો જ સીધોને સટ જ જવાબ હોય અન્ય કોઈ હોઈ ન શકે. પરંતુ ટીવી ચેનલ અને એ નિષ્ણાતને TRPની ચિંતા સતાવતી હોવાથી એ ગોળગોળ શુષ્ટ જવાબ આપશે.

જરા વિચાર તો કરો કે મુંબઈ સ્ટોક એક્સેંજ પર 2000 થી વધુ લીસ્ટેડ કંપનીના સોદા રોજેરોજ પડતા હોય છે અને આ કેહવાતા નિષ્ણાતો આમાની કોઈપણ કંપનીનો શેર ક્યારે કયા ભાવે લેવો કે વેચવો એની સલાહ એક સેકન્ડમાં એની સામે મુકેલા કમ્પ્યુટરની ચાપ દબાવી તમને સલાહ આપે છે!
હાવ એમ્યુંઝીંગ??? દાદ દેવી પડે એમની રીસર્ચ ક્ષમતા ને.

મુદ્દે અહીં જેમના કહેવાથી તમે એની મફતની સલાહ માની શેર લીધા હતા એ એમના અસંખ્ય પ્રલોભનો માંથી એક પ્રલોભન જ હતું તમારું અને હવે જો તમે એ નક્કી નથી કરી શકતા કે એ લીધેલ શેરનું શું કરવું એથી તમે જો આમ ટીવીમાં બેસેલા નિષ્ણાત પર ભરોસો મૂકી નિર્ણય લેતાં હોવ તો એ હવે એથી પણ મોટું નુકસાનકર્તા પ્રલોભન જ છે.

ટીવી પરના આવા કંપની સ્પેસિફિક લે વેચની સલાહ અને નિર્મલબાબાની જ્યોતિષ અંગેની ટીવી પરની સલાહમાં કોઈ જ ફરક નથી બંને સરખી ગેરમાર્ગે દોરનારી અને નુકસાનકર્તા જ છે.  ખાસ તો આર્થિક નુકસાનકર્તા  ટીવી પરના આવા પ્રશ્નોત્તર અંગે મારો કાનૂની અભિપ્રાય એ છે કે જો આવા પ્રશ્નો છાપા કે સામયિકમાં છપાય અને નિષ્ણાત જવાબ આપે તો એ માટે જો કોઈ નુકસાન થાય તો છાપાના માલિક અને તંત્રી સહિત નિષ્ણાત સામે નુકસાન વળતરનો દાવો માંડી શકાય કારણકે એનો લેખિત પુરાવો છાપાની નકલ રૂપે એ તમારાં હાથમાં હોય છે પણ ટીવી પરની આવી સલાહ નો કોઈ પુરાવો તમારી પાસે રહેતો નથી એથી આ લોકો સામે કામ ચલાવવું મુશ્કેલ જ છે. વળી ચેનલમાં બેઠેલો નિષ્ણાત દિલ્હીમાં હોય અને તમે હોવ મુંબઈ કે દેશનાં કોઈ ખૂણા ના ગામડે અને તમારી પાસે હોય માંડ 100 કે 500 શેરની નાનકડી રકમ એથી લડી કઈ રીતે શકાય ?

અહીં મહત્વનો મુદ્દો એ જ કે આવી સલાહ એક વ્યક્તિ સ્પેસિફિક એટલે કે અંગત જ કહેવાય અને છતાં ટીવી પર એ સલાહ સાંભળી બીજા હજારો એ કંપનીના નાના નાના રોકાણકારો એની સલાહ માનવા પ્રેરાઈને એક્શન લેશે એ સ્વીકાર્ય બાબત છે. વળી આ નિષ્ણાતો કંપનીના હકારત્મક પાસાઓ પર જ વધુ ચર્ચા કરતાં હોય છે અને કંપનીના શેરમાં રોકાણ અંગેના નકારત્મક પાસાઓ પર ભાગ્યેજ  તેઓ પ્રકાશ પાડતા કે ચર્ચા કરતાં હોય છે જ્યાં નુકસાનીની માત્રા અને છેતરપીંડીની શક્યતા છે. અહીં પેઈડ ન્યુઝ ને મોકળું મેદાન મળે છે
જો ટીવી પર રાજકારણના મુદ્દાઓ અને રાજકારણીઓ વિશે શાસક અને વિરોધ પક્ષ વચ્ચે એ મુદ્દાના જમા અને ઉધાર પાસાઓ એમની ટીકાઓ થઇ શકતી હોય તો જે કંપનીમાં લાખો નાના નાના રોકાણકારો હોય એ કંપનીના પેર્ફોર્મન્સ એની નકારત્મક બાજુઓની ચર્ચા કેમ ના થઇ શકે?

પરંતુ અહી ટીવી પર કંપનીના નકારત્મક પાસા વિષે ખાસ ચર્ચા નથી થતી. તો ટીવી પરના આવા નિષ્ણાતોને તમને મફતમાં સલાહ આપવા અને એમનો સમય બગાડવા એમની સાથે વ્યવસાયિક કરાર થતાં હોય છે પણ એ નિષ્ણાતો તમે ફોનથી પ્રશ્ન પૂછનાર જોડે કોઈ કરારથી બંધાએલો નથી હોતો. તો હવે ટીવી જોતાં આવા નિષ્ણાતોની સલાહ કેટલી મૂલ્યવાન તમારાં માટે હોઈ શકે એ તમે જ નક્કી કરો અને એને અનુસરો તો એ તમારી મરજી.

લાગતું વળગતું: શેર બજારમાં રોકાણ કરવું શું રોકાણકાર માટે ફાયદાકારક છે ખરું?

ધારોકે તમને કોઈ એમ કહે કે “મને અમુક કંપનીના શેર ખરીદવાની ટીપ મળી છે જેના ભાવ એક મહિનામાં બમણા થશ. “ એ ઉપરાંત એ એમાં ઉમેરે કે “આ ટીપ મને પ્રતિષ્ઠિત દલાલના રીસર્ચ વિભાગમાંથી મળી છે એથી અધિકૃત છે “ તો આ સાંભળી તમારા મનમાં સવાલ એ ઉભો થવો જોઈએ કે આ માણસ મારા જેવા સાવ નાના રોકાણકાર કે જે માત્ર 100 થી 300 શેર ખરીદવાનો છે એને કયા સંબંધ ને આધારે ટીપ આપી રહ્યો છે ? શક્ય છે એ કોઈ શેર પ્રચારક નો જ એજન્ટ હોય એને આ ટીપ એ શેર દલાલના રીસર્ચ ખાતાના કોઈ કારકુને આપી હોય જેને રીસર્ચ જોડે કોઈ સંબંધ ના હોય જે કંપનીના શેર લેવાનું એ કહે એ ભલે પ્રતિષ્ઠિત કંપની હોય પણ અહી જે નફાનો અંદાજ દર્શાવી રહ્યો છે એ ખોટો હોય અને જો અંદાજ ખોટો હોય તો એ એક જાતનું પ્રલોભન જ છે કારણકે શેરનો ભાવ એક મહિનામાં બમણો ના પણ થાય અને માત્ર દસ ટકા જ વધે પણ તમે તો બમ્પ્પર નફો સાંભળીને શેર ખરીદ્યો છે એમ કહેવાય.

નોંધી લો કે જયારે કોઈ સામાયિક કે ટીવી જેવા માધ્યમમાંથી આવી ટીપ આવે કે અમુક શેર આ ભાવે ખરીદવા જેવો છે ત્યારે મેન્યુપ્લેટરો એ શેર વધુ કે ઓછા ભાવે ખરીદવા કે વેચવા જ બેસેલા હોય છે.

ઘણી કંપનીના શેર લાંબાગાળા માટે રાખી મુકવા જેવા હોય છે આ લાંબો ગાળો એક વર્ષ થી વધુ બે પાંચ વર્ષનો હોઈ શકે તો આવા સંજોગોમાં ટુંકાગાળામાં શેર વેચીને નાના રોકાણકાર એ કંપનીમાંથી નીકળી જઈ નુકસાન જ કરતો હોય છે આમ આ પ્રકારના સવાલો જવાબ કે ટીપ પણ પ્રલોભનો જ કહેવાય.

મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં જો બે દિવસમાં સેન્ક્સેક્સ 1000 પોઈન્ટ નીચે જાય તો શેરબજારમાં મંદીનો ભય પ્રસરે અને નવી નવી વાતો સાંભળવા મળે હજી નીચે જશે અથવા આ તો મંદીની શરુઆત છે, જેમ બને એમ જલ્દી આમાંથી નીકળી જઈ નુકસાન ઘટાડો અથવા જે મળે એ નફો બુક કરો વગેરે પરંતુ આવા સમયે ડરી જઈ ઉતાવળે શેર વેચવા ના જોઈએ.

શક્ય છે એ ખરીદવાની ઉત્તમ તક પણ હોય માટે થોડી ધીરજ રાખી એ જોવું જોઈએ કે જેટલો સેન્સેક્સ નીચે ગયો એના પ્રમાણમાં તમારી પાસે જે કંપની છે એનો ભાવ પણ નીચે ગયો કે? જો ન ઘટ્યો હોય અથવા એ રોજીંદી વધઘટ હોય તો એ કંપની નક્કી જ ફન્ડામેન્ટલી સ્ટ્રોગ હોવાની અને એમાંથી નીકળવું ના જોઈએ પણ પકડી રાખવો જોઈએ આનો અર્થ સેન્સેક્સ પાછો વધતા જ એ કંપનીનો ભાવ પણ વધવાનો જ.

જે કંપનીમાં સટોડીયાઓ સક્રિય હોય એ કંપની જો ફન્ડામેન્ટલી નબળી હોય તો ઘટાડો વધુ જોરમાં થવાની શક્યતા વધી જાય આવા સમયે સટોડીયાઓને નુકશાન કદી થતું નથી કારણકે એ લોકો સ્ટોપ લોસથી ધંધો કરતા હોય છે. સ્ટોપ લોસ એટલે દલાલને અગાઉથી આદેશ આપવામાં આવે કે આ કંપનીનો ભાવ કોઈ ચોક્કસ રૂપિયા જેટલો ઘટે તો વેચી દેવા. આ સ્ટોપ લોસમાં મોટેભાગે નફો પણ આવરી લેવામાં આવતો હોય છે એથી તમે જો સટોડીયાઓની ચાલે તેમજ તેમના પ્રલોભનો થી ચાલી રહ્યા હોવ તો યાદ રાખો કે “લાંબા સાથે ટુંકો જાય, મરે નહીં તો માંદો થાય“, આમ નુકશાન ભોગવવાનો જ વારો આવે ભૂતકાળમાં હર્ષદ મહેતા કે કેતન પારેખ સાથે ચાલનારના બેહાલ જ થયા છે.

ફન્ડામેન્ટલી સ્ટ્રોગ કંપનીમાં રોકાણ કરવાથી નુકશાન ઘટી જાય છે અને નહીવત થાય છે અને એ પણ લાંબો સમય પકડી રાખવાથી આમ આવી સ્ટ્રોંગ કંપનીના શેર લેતી વખતે સેન્સેક્સની ચાલ પર મદાર રાખવાની જરૂર નથી રહેતી. ટૂંકમાં પ્રલોભનો થી દૂર રહીએ અને આપણી અક્કલ લગાવીને જ શેરબજારમાં રોકાણ કરાય.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: સાચી પડેલી ફેન થિયરીઝ, હેરી પોટર થી લઈને સ્પાઇડરમેન સુધી

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here