WhatsAppની નવી updates જાણો અને તમારું ખુદનું WhatsApp સ્ટીકર બનાવતા શીખો

0
342
Photo Courtesy: blog.whatsapp.com

પરિવર્તન એ સંસારનો નિયમ છે અને Mobile Application Updates  ની તો વાત જ અલગ છે. દરરોજ કશું નવું આપી અને Users ને આકર્ષવામાં application makers સફળ રહેતા હોય છે. આજે આપણે અહીંયા Whatsapp ની નવી આવેલી તથા આવનાર Updates વિશે ચર્ચા કરીશું.

Photo Courtesy: blog.whatsapp.com

Social networking users માં Snapchat એ ઓછું જાણીતું નામ નથી. આજની યુવા પેઢી જે Speed Dating માં માને છે તેઓ Snapchat નો ભરપૂર ઉપયોગ કરે છે. થોડા સમય પહેલા Snapchat દ્વારા filters નો વપરાશ શરૂ કરવામાં આવ્યો હતો. તમે Snapchat Camera શરૂ કરો અને Filters નો વિકલ્પ નક્કી કરો એટલે તમારી સામે અલગ Filters આવી જાય. તમે જે Filter નક્કી કરો એવું મોઢું તમારું દેખાય. યાદ છે Puppy Dog, Rabbitt Face ધરાવતી અગણિત છોકરીઓ ?? બસ એ જ filters ની સફળતા જોયા પછી facebook દ્વારા Instagram માં પણ નવી updates પછી આવા પ્રકારના Filters નો વપરાશ શરૂ થઈ ગયો.

Facebook Messengerમાં પણ તમે આ પ્રકારના Filters નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય Snapchat ની સફળતાનું મુખ્ય કારણ તેની Auto Delete Stories હતી. તમે કોઈ પણ Story મુકો એ 24 કલાકમાં તેની જાતે જ delete થઈ જતી હતી. આ Feature ની સફળતા જોતા જ Facebook દ્વારા પહેલા Facebook Stories માં વાપરવામાં આવ્યું અને હવે ટૂંક સમયમાં Whatsapp પર પણ આવનારી updates બાદ Auto Delete feature નો વપરાશ થવાનો છે.

આ Update હેઠળ તમે કોઈને મોકલાવેલ Message કે Emoji અમુક સમય પછી તેની જાતે જ delete થઈ જશે. આ સિવાય Whatsapp દ્વારા NameTag Update માટે પર વિચારણા કરવામાં આવી રહી છે જે ફરી પાછી Snapchat ની Copy હશે, જ્યાં QRCode દ્વારા તમે જે-તે વ્યક્તિને તમારા Contact માં ઉમેરી શકો છો. AutoDelete વાળું feature હાલ માત્ર Telegram પાસે ઉપલબ્ધ છે પરંતુ Whatsapp પાસે Users વધારે હોય આ update પછી Whatsapp users ને વધુ એક કારણ માડી જશે તેને ચાહવાનું.

લાગતું વળગતું: સ્નેપચેટ: એરોગન્સ કે પછી આ બૈલ મુજે માર?

Whatsapp Stickers

Hike અને Viber દ્વારા શરૂ થયેલ Stickers Mania હવે Whatsapp સુધી પહોંચી ગયો છે. Whatsapp ની તદ્દન નવી આવેલી updates માં તેના Users હવે Stickers download કરી શકે છે. તમારી chat typing screen ના left side જે emoticon જોવા મળે છે તેના ઉપર ક્લિક કરતા જ Emojis જોવા મળશે અને તેમાં નીચે GIF ના બાજુમાં જ તમને Stickers જોવા મળશે. તમારે જોઈતા Stickers તમે Google Playstore અથવા Apple App Store થી download કરી શકો છો.

આ વખતે દિવાળીની શુભેચ્છાઓ માટે Personalized Stickers નો રીતસરનો રાફડો ફાટ્યો હતો. જે તે વ્યક્તિ પોતે જ પોતાનું Sticker બનાવી અને બીજાને મોકલાવી શકે. અહીંયા નીચે હું તમને બહુ સરળ steps માં એ જ વસ્તુ શીખવવાનો છું.

  1. Whatsapp ની સાથે સાથે Working Internet Connection હોવું જરૂરી છે.
  2. કોઈ પણ Sticker બનાવવા માટે તેની 3 Image તમારી પાસે હોવી જોઈએ.
  3. Google Play Store માં તમને Background Clear Application મળશે તેને Download કરી દો.
  4. Background Clear Application install કર્યા બાદ image માંથી background clear કરી અને Image save કરી દો.
  5. હવે ફરી Google Play Store માં જઈને Personal stickers for whatsapp Application download કરી દો.
  6. Personal stickers for whatsapp install કર્યા પછી sticker માટે તમે background clear કરેલી image ને અહીંયા મુકવાની છે અને એ પછી Add પર click કરતાં જ તમારું personal sticker તૈયાર થઈ જશે.

છે ને બહુ સરળ ??

Final Conclusion વિશે વાત કરતા પહેલા ભારત સરકાર દ્વારા અફવાઓ ફેલાતી રોકાય તે માટે એક સાથે માત્ર 5 જ લોકો ને message ફોરવર્ડ થાય તેવા તદ્દન વાહિયાત નિર્ણયની નિંદા કરવાનું મન થાય છે. Whatsapp Business users પણ આ નિર્ણયથી તકલીફમાં છે અને ખાસ્સા એવા લોકોએ data security ની ચિંતા વગર  Yo Whatsapp, Whatsapp+ તથા GB Whatsapp જેવા Moded Whatsapp તરફ વળી ચુક્યા છે.

હવે final conclusion એટલું કહી શકાય કે નવી નવી updates ની સાથે whatsapp ચોક્કસપણે પોતાનો market share મજબૂત કરે છે પણ 5 message વાળા એક નિર્ણય માટે ફરી વિચારવું જોઈએ અને હા ખાસ તો આ message 11 લોકો ને મોકલાવવા થી શુભ સમાચાર મળશે વાળા message મોકલનાર ને તો life time banned કરી દેવા જોઈએ.

eછાપું

તમને ગમશે: સીનીયર સિટીઝન્સ એમના નાણાંનું રોકાણ કઈ જગ્યાએ કરે તો વધુ ફાયદો થાય?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here