આજે સુપર બાઈક્સ, ઇકોનોમી સાથેના સીટી બાઈક્સ, સ્પોર્ટ્સ બાઈકસ કે પછી ઇમ્પોર્ટેડ બાઈક્સ વડે બજાર ઉભરાઈ રહ્યું છે. દરેક પોતાના બજેટ, પરીવારની જરૂરીયાત કે શોખ પ્રમાણે બાઈક્સ લેતા હોય છે. 100 cc થી 750 cc અને વધુની રેન્જમાં અવનવી બાઈક્સ બજારમાં ઉપલબ્ધ છે. સાથે લોકોના શોખ અને બાઇક પર ફરતાં દેશ અને દુનિયા એક્સપ્લોર કરવાવાળાની સંખ્યા વધતી જાય છે.એ જોતાં લગભગ બે અઢી દશક પહેલાં જેનું અસ્તિત્વ અનિવાર્ય ગણાતું એ મોપેડ આજે વિસરાતા જાય છે. મોપેડ્સ એટલે ગીયર વગરના અને 50 cc કે એના કરતાં ઓછી કેપેસીટીના વાહનો. 1990 બાદ બાઈક્સમાં ઇકોનોમી, નવા નવા મોડેલ્સ અને ઓપ્શન્સ વધતાં મોપેડ્સ બજારમાંથી અદ્રશ્ય થવા લાગ્યા.
તો જોઇએ કેવી હતી એ મોપેડના દિવસોની દુનિયા.

સામાન્ય વ્યક્તિ માટે જ્યારે સાયકલ પણ એક લક્ઝરી ગણાતી તે સમયે પામતા પહોંચતા માણસો મોપેડ્સ દ્વારા પ્રતિષ્ઠા દર્શાવતા. સ્કુટર કે બાઈક તો જુજ લોકો પાસે જ હતા. મોનોપોલી અને લાયસન્સ રાજના દિવસો હતા. ઈટાલીયન કંપની લેમ્બ્રેટા અને પીયાજીયોના સહયોગથી દેશમાં સ્કુટર અને મોપેડ્સ બનતાં. મોપેડમાં બીલકુલ સરળતા રહેતી. સાયકલની સાયકલ અને વાહનનું વાહન. જો પેટ્રોલ ખતમ થાય તો પેડલીંગ કરીને પણ તમે નજીકના પંપ સુધી પહોંચી શકો. મોપેડ શરૂ કરવા માટે પણ પેડલની આવશ્યકતા રહેતી. અન્ય કોઈ સગવડ નહી. અમુક સીંગલ સીટ ધરાવતા અને અમુક ડબલ સીટ્સ. પણ મધ્યમ વર્ગના લોકોને માટે મોપેડ પણ એક લક્ષ્ય રહેતું. નવું આવે એટલે રીબન, કલર કલરના સ્ટીકર્સ વડે સજાવતાં. પતરાંનો ડબ્બો સાઈડમાં લગાવે. સ્ટોરેજ માટે. અને આગળ નાનું બાળક બેસી શકે એ માટે પાટીયું પણ ફીટ થાય.
કાઈનેટીક એન્જીન્યરીંગ – પુણે બેઝ્ડ કંપનીનું લ્યુના TFR લ્યુના TFR+ અને સ્પાર્ક અગ્રેસર મોડેલ હતાં. ચલ મેરી લ્યુના આ એની માર્કેટીંગ ટેગલાઈન હતી. સુવેગા ફ્રાન્સની કંપનીના કોલબરેશનમાં એનું નિર્માણ થતું. 1988 માં આ કંપની બંધ થઈ. ભારતમાં મોપેડના નિર્માણમાં અગ્રેસર કંપની હતી. સુવેગા એટલે ફેમિલી માટે ગાડી ગણાતી. સુવેગા કોઈમ્બતોર બેઝ્ડ કંપની હતી. સુવેગા 50, સુવેગા સમ્રાટ અને સુવેગા સુપર ડીલક્ષ એ રેન્જ હતી. સુવેગા સમ્રાટ બાઈક જેમ પેટ્રોલ ટેંક સાથે હતી.

રોયલ એન્ફિલ્ડ – આજે કાઈનેટીક લ્યુનાની જેમ રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 જોઈ ખુબ સારું લાગે છે. પણ આપને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ જ રોયલ એન્ફિલ્ડ 200 cc નું મીની બુલેટ પણ બનાવતું અને 35 cc નું મોફા નામના મોપેડ્સ પણ બનાવતું.

લક્ષ્મી – યસ ઈટાલિયન કંપની લેમ્બ્રેટા દ્વારા લક્ષ્મી નામ સાથે મોપેડ રજુ થયું હતું જે 48 cc અને ઘોડા જેવું ઉંચું અને ખડતલ મોપેડ હતું.
વિકી – ગ્વાલિયર ખાતે ઉત્પાદિત જર્મન કંપની વિક્ટોરિયાનું આ મોપેડ આવતું. થોડો વિચિત્ર દેખાવ ધરાવતું આ મોપેડ પણ માર્કેટમાં સારું ચાલતું હતું.
35 cc લ્યુના વિંગ્સ, મોફાની વિશેષતા એ હતી કે નો RTO રજીસ્ટ્રેશન કે નો લાયસન્સ (સોળ વરસ ઉપરના લોકોને) લ્યુના 49 & 55 cc એમ બે મોડલ ધરાવતું. લ્યુના એટલે ખડતલ, રીસેલ વેલ્યુ ધરાવતું મોપેડ. મરૂન અને બ્લેક એમ બે જ કલરમાં આવતા. લ્યુના પછી સ્પાર્ક આવ્યું હતું. અને સાથે સફારી પણ આવ્યું હતું.
શહેરમાં જેમ લ્યુના પોપ્યુલર એમ ગ્રામ્ય વિસ્તારોમાં હિરો મેજેસ્ટીક ભારે પોપ્યુલર હતું. હિરો મોટોકોર્પની પહેલાં અને હિરો સાયકલ સાથે આ મોપેડ્સ મોટા વ્હિલ સાથે આવતા. બડે પહીયે કી બડી બાત… એ ટેગલાઈન સાથે રજુ થયેલું. હીરો ગ્રુપ દ્વારા એ પછી એક અન્ય મોપેડ પણ આવેલું, ઓસ્ટ્રીયન કંપની સાથે પહેલાં ટાઈઅપ કરેલું તે હતું હિરો પુક. એ ભારત ઉપરાંત દક્ષીણ અમેરીકા અને અન્ય એશીયન દેશોમાં નિકાસ પણ થતું. એ ઉપરાંત એટલસ સાયકલ ગૃપનુ એટલસ સ્પીડોમેટીક આવતું.
દક્ષિણમાં થી મોપેડ માં તરખાટ મચાવતું ટીવીએસ 50 અને ટીવીએસ 50 XL પાવરફૂલ ગણાતું. સારું પીકઅપ, અને મજબુત. ટીવીએસ ગૃપ ટુ વ્હિલરમાં અગ્રણી ગણાવાની શરૂઆત હતી. આના બાદ સ્કુટી આવ્યું હતું. ટીવીએસ કંપની 35 cc કેપેસીટીનું ઇકો પણ બનાવતું. નાની સાયકલ જેવું એ દેખાતું.
લાગતું વળગતું: ગુજરાતના મુખ્ય શહેરોમાં રસ્તાઓની સહનશક્તિ કરતા ત્રણગણા વાહનો ફરે છે |
કેલ્વિનેટર ફ્રીઝ બનાવતી કંપની પણ મોપેડ ઉત્પાદન ક્ષેત્રે પ્રયોગ કરી ચુકી હતી. ઈટાલીની ગરેલી કંપની સાથે જોઈંટ વેન્ચરમાં અવાન્તિ ગારેલી પણ ટુંકા સમય માટે આવી હતી.
બજાજનું એમ 50 મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં અને દુધ વિતરકોનુ મોપેડ ગણાતું. બજાજનુ સની પણ શહેરી વિસ્તારમાં સ્કૂટર જેવું મોપેડ હતું.

BSA અને મોપેડ, યસ. BSA Falcon GT 50 એક સમયે આગમન પહેલાં જ તરખાટ મચાવી ચુક્યું હતું. એકદમ સ્પોર્ટી લુક, જોરદાર પીકઅપ અને સ્ટાઈલિશ.
ગુજરાતમાં બનતું મોપેડ કેમ રહી જાય? યસ, ગુજરાતમાં પણ મોપેડ બનતું, નર્મદા કે ગીરનાર સ્કુટર કંપનીનું નહીં. કેડીલા ફાર્મા ગૃપનુ કેડી-50 જે પ્રથમ ફોર સ્ટ્રોક મોપેડ હતું. પણ એ બહુ ચાલ્યું નહી.
ફ્રાન્સની અગ્રણી પ્યુજો કંપની પણ સ્પોર્ટીફ નામનું ઇલેક્ટ્રીક સ્ટાર્ટ મોપેડ લઈને આવેલી. પણ બહુ ચાલ્યું ન હતું. કારણ તે સમયે બેટરીની સમસ્યાઓ રહેતી.
બદલાતા સમય સાથે મોપેડ્સ ખોવાતા ગયા. બાઈક્સમાં ઇકોનોમી આવતી ગઈ, લોકોને કામ માટે વધુ લાંબી મુસાફરી કરવાની થઈ. કમ્ફર્ટ, સ્પીડ અને પરીવારની જરૂરીયાતોને કારણે બાઈક્સ અને સ્કુટર વધુ પસંદગી પામતા થયા. આજે મોપેડ્સ ફક્ત મેમરીમાં રહ્યા. હા, હજી ખુણે ખાંચરે ક્યારેક નજરે ચડી આવે છે.
e છાપું
તમને ગમશે: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની મનોરંજક લોકપ્રિયતા જળવાઈ રહે એવી પ્રાર્થના
કોઈ પાસે mofa હોય તો મારે ખરીદવું છે મારું સરનામું /મોં નંબર
ધૂમકેતુ ત્રિવેદી
” સારંગ ”
અંબાઈ ફળીયા , જુના નાગરવાડા
જૂનાગઢ મોં 9427285311
મિતેષભાઈ,
કદાચ મારી ભૂલ પણ થતી હોય શકે પણ, મારી સ્મૃતિમાં રહેલ એ જાહેરાત હું ગણગણું છું ત્યારે, મને આવું યાદ આવે છે,
બડે પહીયો કી હૈ બડી બાત..
પેન્થર…. પેન્થર…
જે મોપેડ હીરોનું જ ‘પેન્થર’ હતું, ‘મેજેસ્ટિક’ નહીં.
અને ટી.વી.એસ.નું ડાર્ટ આપ ભૂલી ગયાં?
થેન્ક્સ પ્રદિપભાઇ, ધ્યાન દોરવા બદલ. આપની માહિતિ ખરી છે.