શું તમને ટેક્નોલોજી શીખતાં ડર લાગે છે? મળો કાર્તિયાયાની અમ્માને

0
153
Photo Courtesy: newindianexpress.com

આજે ટેક્નોલોજીની વધતી બોલબાલા વચ્ચે અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજી ધરાવતા કમ્પ્યુટર, લેપટોપ, આઈફોન, સ્માર્ટફોન અને ટાઈપ ટાઈપના ગેજેટ્સ બધાના હાથમાં જોવા મળે છે. તો વળી લાઈફ મહદ અંશે એપ્લિકેશનમાં જીવાઈ રહી છે.

Photo Courtesy: newindianexpress.com

ત્યારે ખાસ તો 90’s પહેલા જન્મેલા લોકો ટેલેન્ટેડ હોવા છતાં પરેશાન બની રહ્યા છે. આમ, તો અનેક ટેક્નોલોજી ન જાણતા લોકો પણ ટેક્નોલોજી સાથે પનારો પડે કે કંટાળે છે.

જો કે વાત ટેક્નોલોજીની નથી. વાત છે નવું નવું શીખવાની, કેપેસિટી સતત વધારવાની. લોકોમાં એ માન્યતા ખૂબ જ દ્રઢ છે અને તેથી જ અવારનવાર સાંભળવા મળે છે કે, “આ હવે આપણાથી ન થાય”, “આ ઉંમરે હવે આ ન સમજાય”, “આવું અમારા જમાનામાં નહોતું તેથી જ ન આવડે”, આ આપણી મર્યાદા બાંધી દે છે. આ માનસિક મર્યાદા છે જેને માત્ર માનસિક હિંમતથી જ તોડી શકાય છે.

જો ખરેખર તમને એવું લાગતું હોય કે અમુક તમુક ઉંમર પછી કમ્પ્યુટર કે ટેક્નોલોજી જેવા પળોજણવાળા કામ ન શીખી શકાય તો તાજેતરમાં જ સામે આવેલો એક કિસ્સો તમારે ખાસ જાણવો જોઈએ.

આ અંગે વધુ ચર્ચા કરીએ તે પહેલાં હું એ કિસ્સો જ તમને જણાવી દઉં.

ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય એટલે કેરળ. કેરળમાં હાલમાં ‘અક્ષરલક્ષમ સાક્ષરતા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ લેવાતી પરીક્ષામાં લેખન, પઠન અને ગણિત વિષયને આવરી લેવામાં આવે છે. આ પરીક્ષામાં 43,000 વિદ્યાર્થીઓ વચ્ચે એક 96 વર્ષીય અમ્માએ 98 માર્ક્સ લાવી ઇતિહાસ રચ્યો છે.

આ પરીક્ષામાં ટોપ કર્યા પછી આ કાર્તિયાયાની અમ્માએ કમ્પ્યુટર શીખવાની ઈચ્છા જાહેર કરી હતી અને એટલે કેરળના શિક્ષામંત્રીએ તેમના ઘરે જઈને તેમને લેપટોપ આપી સન્માનિત કરી છે. કાર્તિયાયાની અમ્મા 100 વર્ષની ઉંમર પહેલા 10મું ધોરણ પાસ કરવા ઇચ્છતી હતી એટલે જ તેણે મહેનત કરી આ પરીક્ષામાં ટોપ કર્યું. કેટલાક મહિના પહેલા લેવાયેલી અક્ષરલક્ષમ મિશન હેઠળની પરીક્ષામાં પણ કાર્તિયાયાની અમ્માએ ખૂબ સારા માર્ક્સ મેળવ્યા હતા.

શું 96 વર્ષે 98 માર્ક્સ લાવનારી કાર્તિયાયાની અમ્માની આ સાચી વાત જાણ્યા બાદ પણ તમે કહેશો કે, કંઈક નવું શીખવા માટેની તમારી ઉંમર જતી રહી છે? 96 વર્ષે કમ્પ્યુટર શીખવાની ઈચ્છા જાહેર કરનારી અમ્મા આ ઉંમરે ટેક્નોલોજી શીખી શકે તો તમે કેમ નહીં? વિચારો 96 વર્ષ પહેલાં શું હતું? આજે કેટલો ફેરફાર થયો છતાં તે નવું નવું શીખે છે કારણ કે તેમણે પોતાની જાતને માનસિક મર્યાદાથી અટકાવી નથી રાખી.

લાગતું વળગતું: શું Digital India નિષ્ફળ છે?: પૂછો મુન્નાર કેરળના કૂલી શ્રીનાથ કે ને

આ અક્ષરલક્ષમ મિશન હેઠળ યોજાયેલી પરીક્ષામાં 80 કેદીઓએ પણ પરીક્ષા આપી હતી. જો કે અમ્મા સૌથી મોટી ઉંમરના પરિક્ષાર્થી હતા અને હવે તેમણે આ પરીક્ષામાં ટોપ કરી ખૂબ જ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અનેક બિઝનેસમેન જેઓ તેમના ક્ષેત્રમાં ટોપ પર હોય, ટેક્નોલોજીએ અને ઓનલાઇન બિઝનેસનો જમાનો આવ્યા બાદ તેમણે કોઈ જ માનસિક મર્યાદા બાંધ્યા વગર નવું શીખવાનું શરૂ કર્યું.

અનેક નામી બિઝનેસમેન તેમના બાળકો પાસેથી કમ્પ્યુટર શીખતાં જોવા મળે છે. એક વખત મનથી નક્કી કરી લો કે હવે માર્કેટમાં કે જિંદગીમાં કંઈ નવું આવ્યું છે તે જરૂરી છે અને શીખવું જ છે. પછી તે શીખતાં તમને કોઈ નહિ રોકી શકે. અઘરું છે, ન સમજાય જેવા વિચારોને મનમાં આવા જ ન દો. પછી તમને કંઈ જ અઘરું કે મુશ્કેલ નહિ લાગે.

જો નરેન્દ્ર મોદી આ ઉંમરે આટલી ટેક્નોલોજી વાપરી શકે, તેમના પહેલાંના કોઈ જ વડાપ્રધાને ચૂંટણી કે ભાષણો માટે ટેક્નોલોજીનો ઉઓયોગ કરેલો નથી. તો પછી તમને કોઈ જ ઉંમર આગળ વધતા કે નવું શીખતાં રોકી નહિ જ શકે.

યાદ રાખો, બિઝનેસથી માંડી ઘરમાં કામ કરતી ગૃહિણીઓએ સતત અપડેટ રહેવું આજના જમાનામાં અનિવાર્ય બની રહ્યું છે. ત્યારે તમે શહેરમાં રહેતા હોય કે ગામડામાં, તમે 25 વર્ષના હોય કે 75 વર્ષના ટેક્નોલોજી શીખ્યા વગર પ્રગતિ કરી નહીં શકાય.

તો બસ, નક્કી કરો, તમામ માનસિક બેડીઓને કાઢીને ફેંકી દો અને મનની આ શક્તિને તમારી મહબૂરી નહિ તાકાત બનાવી નવું શીખવાનું શરૂ કરી દો. કાર્તિયાયાની અમ્માની જેમ 96 વર્ષે પણ સપનાઓને પુરા કરો.

eછાપું

તમને ગમશે: શેર બજારમાં જો અક્કલ વાપરીને લેવેચ કરો તો ભરપૂર કમાણી થઇ શકે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here