શિયાળો આવી ગયો છે, તો નવી નવી વાનગીઓ સાથે તેનું સ્વાગત કરીએ?

0
318
Photo Courtesy: inspiredtaste.net

દિવાળી પતવાની સાથે સાથે તેમજ શિયાળો દસ્તક દેતાં વાતાવરણમાં થોડી થોડી ઠંડક શરુ ગઈ છે. અત્યાર સુધી જે એ.સી. અને ફુલ -સ્પીડ પર પંખા ચાલતા હતા એ ધીમે ધીમે ધીમી સ્પીડ પર ચાલતા પંખા પર આપણે પહોંચી રહ્યા છીએ. આમ જોઈએ તો ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાનમાં આપણે  એક બાજુ આ વૈવિધ્યસભર વાતાવરણને કારણે જ આપણે બાકીની દુનિયાથી અલગ છીએ, કેમકે આ શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી વિવિધ મોસમ જ ખાવા-પીવામાં વિવિધતા લાવે છે.

ભારતમાં દરેક મોસમ સાથે સંકળાયેલી એક ટ્રેડીશન છે, જેમકે ઉનાળામાં કેરીનો રસ અને અથાણા, ચોમાસામાં જાત જાતના વ્રત અને ઉપવાસ અને શિયાળો આવે એટલે વસાણા. આ દરેક બાબતમાં કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે.પરંતુ હવે આજનાં જમાનામાં એ જ, પેઢીઓથી ચાલતી આવતી વાનગીઓ ખાવાનો કંટાળો આવે છે, પણ જોડે જોડે ઠંડીથી બચવા માટે બીજા રસ્તાઓ સૂઝતા ન હોવાથી એ જ રસ્તા પર ચાલીએ છીએ. શિયાળો આવે એટલે અનેક શાકભાજી, અને એ પણ પ્રમાણમાં સસ્તા દરે, મળતા હોય છે એટલે જ આખા વર્ષ માટે વટાણા કે લીલવા તો આપણે ભરતાં જ હોઈએ છીએ, પણ આ વખતે ફૂડમૂડમાં જોઈશું એક “મસ્ટ હેવ” સૉસ જેનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય એમ છે.

ઉપરાંત આજે આપણે જોઈશું રસમ, જે એક સાઉથ ઇન્ડિયન વાનગી છે અને એની ખાસિયત એ છે કે રસમ એક વર્સેટાઈલ ડ્રીંક છે, તમે એને એકલું પણ લઇ શકો અને રાઈસ કે વડા સાથે પણ લઇ શકો. આ ઉપરાંત તે શાકભાજી અને હળદર તથા અન્ય મસાલાથી ભરપૂર હોવાને લીધે આખો શિયાળો એક અનોખી તાજગી પૂરી પાડે છે. સાથે જ અપને જોઈશું ગુરેર સોન્દેશ જે એક પરમ્પરાગત બંગાળી મીઠાઈ છે અને તે ખજૂરમાંથી બનતા ગોળમાંથી બનાવવામાં આવે છે જેને કારણે તે ખૂબ જ પૌષ્ટિક હોય છે.

મેરિનારા સૉસ

Photo Courtesy: inspiredtaste.net

સામગ્રી:

8 થી 10 નંગ ટામેટાં, ચીરો પાડેલા

3 નંગ ડુંગળી, સમારેલી

1 ટેબલસ્પૂન લીલું લસણ, ઝીણું સમારેલું

3 ટીસ્પૂન તેલ

1 ટીસપૂન લાલ મરચું પાઉડર (અથવા સ્વાદ પ્રમાણે)

મીઠું સ્વાદાનુસાર

ખાંડ ચપટી

રીત:

 1. એક તપેલીમાં પાણી ભરી તેને ઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ટામેટાં નાખી, ટામેટાની છાલ છૂટી પડવા લાગે ત્યાં સુધી બાફી લો.
 2. ટામેટા ઠંડા પડે એટલે છાલ ઉતારી, બ્લેન્ડરમાં ફેરવી સ્મૂધ પલ્પ બનાવી દો.
 3. હવે એક હેવી બોટમ પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં લસણ ઉમેરી સાંતળી લો.
 4. હવે એમાં ડુંગળી ઉમેરી, આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.
 5. હવે તેમાં ટામેટાની પેસ્ટ, લાલ મરચું, મીઠું ઉમેરી બરાબર ખદખદવા દો.
 6. હવે તેમાં ખાંડ ઉમેરી એક-બે મિનિટ માટે ખદખદવા દો.
 7. મેરીનારા સૉસ તૈયાર છે. ઠંડો પડે એટલે એર-ટાઈટ ડબ્બામાં ભરી, ડીપ-ફ્રીજમાં મૂકી દેવો.
 8. જરૂર પડે પિઝા કે પાસ્તામાં વાપરવો.
  1. પીઝા માટે:

તૈયાર પીઝા બેઝ પર મેરિનારા સૉસ લગાવી, ચીઝ અને અન્ય ટોપીંગ્સ ઉમેરી ઓવનમાં ચીઝ પીગળે ત્યાંસુધી બેક કરી લેવું.

 1. પાસ્તા માટે:

મેરિનારા સૉસને સહેજ ગરમ કરી, તેમાં બાફેલા પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી ચીઝ ભભરાવી સર્વ કરો.

લાગતું વળગતું: શિયાળુ રેસીપી: પીન્ની એટલે પંજાબનો અડદિયો

વેજીટેબલ રસમ

Photo Courtesy: hindi.boldsky.com

સામગ્રી:

main ingredients:

 • ૧ ટેબલસ્પૂન આમલી+ ૧/૨ કપ ગરમ પાણી
 • 1 મીડીયમ ટામેટું, સમારેલું
 • 2 કપ પાણી’
 • 10-12 મીઠા લીમડાના પાન
 • ચપટી હિંગ
 • ½ ટીસ્પૂન હળદર પાવડર
 • 1 ટીસ્પૂન રાઈ
 • 2-3 સૂકા લાલ મરચા
 • 2 ટીસ્પૂન સમારેલી કોથમીર
 • 2 ટેબલસ્પૂન તેલ
 • મીઠું સ્વાદમુજબ

વાટીને પાવડર કરવા માટે:

 • 3 ટીસ્પૂન જીરું
 • 2 ટીસ્પૂન આખા મરી
 • 6-7 લસણની કળી

રીત:

 1. આમલીને ૧/૨ કપ ગરમ પાણીમાં લગભગ અડધો કલાક પલાળી રાખીને તેમાંથી તેનો રસ કાઢી લો અને બાજુમાં રાખો.
 2. ગ્રાઈન્ડરમાં જીરું, મારી અને લસણની કળી લઇ તેનો પાવડર બનાવી લો.
 3. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ કકડે એટલે તેમાં મીઠો લીમડો, લાલ મરચા અને હિંગ નાખી મરચાનો રંગ બદલાય ત્યાંસુધી ધીમે તાપે સાંતળો.
 4. ત્યારબાદ તેમાં ટામેટા નાખી, ટામેટા પોચા થાય ત્યાંસુધી સાંતળો. ત્યારબાદ તેમાં હળદર અને વાટેલો પાવડર ઉમેરો.
 5. બરાબર હલાવીને તેમાં આમલીનો રસ અને પાણી ઉમેરો. મીઠું ઉમેરીને બરાબર હલાવો.
 6. ઢાંકણ ઢાંક્યા વગર રસમને ધીરે ધીરે ઉકાળવા દો.
 7. બરાબર ઉકલે એટલે ગેસ બંધ કરી સમારેલી કોથમીર ઉમેરો.
 8. રસમને ગરમાગરમ પીરસો.

ગુરેર સોન્દેશ

Photo Courtesy: peekncookassests.azurewebsites.net

સામગ્રી:            

 • 2 લીટર દૂધ
 • લીંબુનો રસ  3-4 ટેબલસ્પૂન
 • ખજૂરના ગોળ  4-5 ટેબલસ્પૂન + 1 ટેબલસ્પૂન ઓગળેલ
 • સુશોભન માટે કિસમિસ અને પિસ્તા

રીત:

 1. દૂધને ઉકાળી, તેમાં લીંબુની રસ ઉમેરીને તેમાંથી પનીર બનાવી લો. પનીરને મસ્લીન ક્લોથમાં ૨૦ મિનીટ જેવું રહેવા દો, પરંતુ જોડે જોડે એ પણ ધ્યાન રાખો કે આ પનીર સાવ ડ્રાય ના થઇ જાય નહીતો સંદેશ નરમ નહિ બને.
 2. ૨૦ મિનીટ બાદ પનીરને બરાબર મસળો જેથી કરીને તેમાં કોઈ ગઠ્ઠા નાં રહી જાય.
 3.  હવે એક પેનમાં આશરે ૨ ટેબલસ્પૂન જેટલું પાણી લઇ ધીમે તાપે ગોળને ઓગાળો.
 4. ગોળ ઓગળી જાય એટલે તેમાં પનીર ઉમેરીને બરાબર ભેળવો. તેની મીઠાશ ચાખીને જરૂર લાગે તે મુજબ બીજો ગોળ ઉમેરો.
 5. લગભગ ૫-૬ મિનીટ માટે પકવો. પનીર કિનારી છોડવા લાગે અને હાથમાં લેતા ચોંટે નહિ તો ગેસને બંધ કરી દો, પરંતુ મિશ્રણને બીજી ૪-૫ મિનીટ માટે હલાવતા રહો.
 6. મિશ્રણને એક પ્લેટમાં કાઢી.
 7. હાથને સહેજ ભીનો કરી આ મિશ્રણના એક સમાન ગોળા બનાવો, અન્ય આકાર પણ આપી શકાય છે.
 8. કીસમીસ અને પિસ્તાથી સજાવી ઉપર ઓગળેલો ગોળ થોડો રેડી ને સર્વ કરો.

eછાપું

તમને ગમશે: દૂંદાળા દેવ ગણેશ અને તેમના દેશવિદેશમાં પૂજાતા વિવિધ સ્વરૂપો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here