Tips and Tricks: ધીમી 4G સ્પિડ, પેટ્રોલ માટે કેશબેક, Online AADHAAR Update

0
333
Photo Courtesy: aiealumni.com

આજે આપણે કેટલીક મહત્ત્વની Tips and Tricks જાણીશું જે આપણા રોજીંદા જીવનની મુશ્કેલીઓ આસાનીથી હલ તો કરશે જ પરંતુ આપણને થોડો ઘણો નાણાંકીય ફાયદો પણ કરાવી આપશે.

Photo Courtesy: aiealumni.com

Tips and Tricks 1 : Slow 4G Internet Speed

જ્યારથી Jio આવ્યું છે ત્યારથી દેશના મોટા ભાગના Mobile Internet Users 4G Internet વાપરતા થઈ ગયા છે એટલે હવે તો કોઈ 2G કે 3G વાળું ભાગ્યે જ જોવા મળતું હોય છે. 4G Recharge કરાવ્યા પછી પણ જો Slow Internet Speed મળે તો ચોક્કસપણે તકલીફ થાય છે. અહીંયા નીચે કેટલાક Steps છે એ follow કર્યા બાદ તમારી slow internet ની તકલીફ ચોક્કસપણે દૂર થઈ જશે.

  1. Settings – Network Settings – SIM & Network Settings – Preferred Network Type – Select 2G/3G/4G
  2. તમારા Phone માં રહેલ Social Media Apps પર નજર રાખો ઘણી વખત Background Applications data use કરતી હોવાના લીધે Slow Internet Speed મળી શકે છે. Unused Applications તથા Widgets ને Uninstall કરી દો.
  3. Settings – Network Settings – Sim & Network Settings – Select Sim (If Dual Sim) – Access Point Name – Reset To Default.
  4. Settings – Storage – Cache Memories – Clear All

ઉપરોક્ત Settings/Steps કર્યા બાદ તમારા phone માં data speed માં ચોક્કસપણે વધારો થયો હશે.

Tips and Tricks 2: Whatsapp પર delete થયેલ message વાંચો

જ્યારથી whatsapp દ્વારા delete for everyone feature નો ઉપયોગ શરૂ થયો છે ત્યારથી ઘણી વખત લોકો ખોટો message મોકલે અને પછી delete કરી દેતા હોય છે અથવા તો અમુક વખત જાણીજોઈને message delete કરી દેવાતા હોય છે. હવે જો આ delete થઈ ગયેલ મેસેજ વાંચવો હોય તો નીચેના steps follow કરો તમારું કામ થઈ જશે.

  1. Google Play Store પર Notification History નામની Application હજાર છે તે download/install કરો.
  2. બસ હવે Application Settings માં જઈને permission આપી દો એટલે તમારા whatsapp પર આવતા તમામ notifications log file માં તમને જોવા મળી જશે અને કોઈ જો એ message ને delete કરશે તો પણ તમને આ Application ની મદદથી વાંચવા મળી જશે. બહુ લાંબો message હશે તો કદાચ આખો message નહીં મળે પરંતુ તમને Idea આવી જશે કે આ message શું હતો.
લાગતું વળગતું: કઈ Operating System શ્રેષ્ઠ? Google ની Android કે પછી Apple ની iOS?

Tips and Tricks 3: પેટ્રોલ / ડીઝલ ના ભાવ વધારા સામે આ રીતે તમે પૈસા બચાવી શકો છો

આપણે સહુ પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવથી પરેશાન રહેતા હોઈએ છીએ. પરંતુ Digitally Payment ના ફાયદાઓને આપણે અવગણી પેટ્રોલ ડીઝલની વધુ કિંમત ચૂકવીએ છીએ. નીચેના મુદ્દાઓ મુજબ પેટ્રોલ/ડીઝલ ભરાવશો તો થોડી ઘણી બચત ચોક્કસપણે થશે.

  1. Club HP/Indian Oil/Bharat Petroleum ની Official Applications Google Play Store તથા Apple App Store પર હાજર છે. માત્ર તમારા Location ની માહિતી આપી તમે તમારી આસપાસના petrol pumps પર આજની પેટ્રોલ/ડિઝલની કિંમત શું છે તે જાણી શકો છો.
  2. HP Refuel Application પરથી પેટ્રોલ/ડીઝલ ની ચુકવણી પર તમને Drivestar Points મળે છે જેને તમે Redeem કરી અને તદ્દન મફત પેટ્રોલ/ડીઝલ પણ મેળવી શકો છો. HP Refuel Application download કર્યા બાદ તએને તમારે Digital Wallet For Petrol pumps તરીકે વાપરવાનું રહે છે.
  3. PayTm થી પેટ્રોલ/ડીઝલ ની ચુકવણી કર્યા બાદ તમને અમુક રૂપિયાનું Cashback મળી શકે છે. એ જ રીતે અમુક વખત Offers હેઠળ પેટ્રોલ પુરાવ્યાં બાદ તમને 7500 રૂપિયા સુધીનું cashback પણ મળી શકે છે.
  4. Paytm ને ટક્કર આપવા PhonePe દ્વારા હવે Indian Oil સાથે tieup કરીને તમને 100 રૂપિયાના પેટ્રોલ/ડીઝલ પર minimum 40 રૂપિયાનું Cashback આપે છે. ત્રણેક દિવસમાં એક વખત આ offer નો ઉપયોગ કરી શકાય છે. આ ઓફર 31 ડિસેમ્બર 2018 સુધી ચાલુ રહેશે. HP સાથેના Tieup માં પ્રથમ વખત 100 રૂપિયા ના પેટ્રોલ/ડીઝલ પર તમને 70 રૂપિયાનું cashback મળશે તથા એ પછી 35 રૂપિયાનું Cashback મળતું હોય છે.

Tips and Tricks 4: આધાર કાર્ડમાં એડ્રેસ online બદલાવો

  1. સહુ પ્રથમ https://uidai.gov.in/ પર જાઓ અને Aadhar Update Request Online સિલેક્ટ કરો.
  2. તમારા તમામ જરૂરી Documents હાથવગા રાખો, Scanned copy system પર તૈયાર રાખો
  3. તમારા Aadhar Number સાથે Login કરતા જ Register Mobile number પર OTP આવશે તે Enter કરો
  4. હવે આવેલા વિકલ્પ માં Address Select કરો અને તમારું નવું address update કરો તથા addressની માહિતી ધરાવતું કોઈ પણ એક self attested document તમારે upload કરવાનું છે અને બસ તમારું નજીકનું BPO process centre નક્કી કરવાનું છે. આ સાથે જ તમને એક એક્નોલેજમેન્ટ નંબર મળી જશે. સાથે આવેલ referrence copy download કરી રાખવા વિનંતી છે. ટૂંક સમયમાં તમારું નવું address aadhar card પર update થઈ જશે જેની માહિતી તમને SMS/Email પર મળી જશે.

બસ તો આવી જ ઘણી બધી tips and tricks લઈને ફરી બહુ જલ્દી મળીશું.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: શેરનો ભાવ નક્કી કરવા થતું ટેકનીકલ એનાલીસીસ મદદરૂપ થાય ખરું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here