હવેથી કૂતરાઓને બહાર ફરવા લઈ જવા પર પ્રતિબંધ મુકાઈ જવાનો છે??

0
331
Photo Courtesy: npr.org

શું તમને કુતરાઓ પાળવાનો શોખ છે? કે પછી તમને ડોગ ગમે છે? જો આ સવાલનો જવાબ હા હોય તો જરૂર ટાઇટલ વાંચીને તમને આંચકો લાગ્યો હશે.

આ હકીકત છે. હવેથી કૂતરાઓને સવારે 7 વાગ્યા પછી અને રાત્રે 10 વાગ્યા પહેલા બહાર ટહેલવા નહીં લઈ જઈ શકાય. પણ થેન્ક ગોડ કે આ નિર્ણય આપણા પડોશી દેશ એટલે કે ચીનમાં લેવામાં આવ્યો છે.

ચીનમાં વધતા વિકાસ સાથે લોકોમાં પ્રાણીપ્રેમ પણ વધતો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં કૂતરા પાળવાનો શોખ ફેલાઈ રહ્યો છે. તેનાથી પરેશાન થઈને 29 ઓક્ટોબરના દક્ષિણ પશ્ચિમ ચીનમાં યુનાન પ્રાંતના વેનશાન શહેરના પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Photo Courtesy: npr.org

ચાલો જોઈએ કે આ નાનકડા નિર્ણય વિષે શું કહેવાઈ રહ્યું છે…

  • આ નિર્ણય દેશના સૌથી કઠોર નિર્ણયમાનો એક ગણાય છે.
  • તે મુજબ દિવસ દરમિયાન કૂતરાઓને બહાર ફરવા નહીં લઈ જઈ શકાય.
  • ઘરના શ્વાનોને માત્ર સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 10 વાગ્યા બાદ જ બહાર કાઢી શકાશે.
  • પાર્ક, શોપિંગ સેન્ટર, રમવાની જાહેર જગ્યાઓ અને સાર્વજનિક સ્થળો પર પ્રવેશ તેમને આપવામાં નહીં આવે.
  • કૂતરાની ચેઇન 1 મીટરથી વધુ લાંબી નહીં રાખી શકાય.
  • કૂતરાઓને માત્ર વયસ્ક વ્યક્તિ દ્વારા જ ઘરની બહાર લઈ જઈ શકશે.

કમ્યુનિસ્ટ ચીનના સંસ્થાપક માઓ ત્સે તુંગ દ્વારા ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હતો. આજે પણ ચીનના અનેક પરિવારો તેનું પાલન કરે છે. તેમનું માનવું હતું કે કુતરાઓ પાળવા એ શોકની નિશાની છે. તે અશુભ ગણવામાં આવે છે. તેમણે એક માર્ગદર્શિકા આપી હતી જેમાં કયા વિસ્તારમાં ક્યાં જાતિના અને કેટલી સાઈઝના કુતરાઓ પાળી શકાશે જેવા અનેક નિયમો હતા.

બહારથી વિકસિત દેખાતા ચીનમાં આવા અનેક નિયમો છે જેના કારણે લોકો પરેશાન બન્યા છે. ચીન લોકોની સ્વતંત્રતા પર તરાપ મારવા માટે જાણીતું છે. હવે તેણે કુતરાઓની સ્વતંત્રતા પર પણ તરાપ મારી છે.

જો કે આ નિયમ તો પાલતુ કુતરાઓ એ તેમના માલિક પર લાગુ કરી શકાય પણ શેરીના કુતરાઓનું શું થશે? કુતરાઓની સ્વતંત્રતા પર લાગી તરાપ, નહિ ફરી શકે મરજીથી…. હવે કદાચ ચીનમાં આવા બોર્ડ લાગે તો નવાઈ નહીં. કે પછી ચીનમાં શું રસ્તાઓ પર કૂતરા જોવા જ નહીં મળતા હોય? એ પણ એક સવાલ છે.

લાગતું વળગતું: હાસ્ય લઘુકથા – કૂતરાં, કાર, કવર

જો કે ભારતમાં હજુ વિદેશો જેટલો જાનવરો પ્રત્યેનો પ્રેમ જોવા નથી મળતો. હવે અનેક લોકો કુતરાઓ પાળવા લાગ્યા છે. પણ હજુ તેમને બસ, ટ્રેન, પ્લેન કે જાહેર સ્થળો, શોપિંગ સેન્ટરોમાં પ્રવેશ આપવામાં નથી આવતો. લોકો તેમના ડોગ્સને આવી જગ્યાઓ પર લઈ પણ નથી જતાં કારણ કે હજુ કુતરાઓ પાળતા લોકોને તેમને પ્રોપર ટ્રેઈન કરવા અંગે ખાસ કંઈ માહિતી હોતી નથી. આથી જો કુતરાઓ લઈ જવામાં આવે તો મુસીબત પણ સર્જાય શકે છે.

બીજી તરફ તેના કારણે એ મુસીબત પણ સર્જાય છે કે, થોડા દિવસ માટે બહાર ફરવા જવું હોય અને કુતરાઓ બસ, ટ્રેઈન, પ્લેન કે હોટેલોમાં સાથે ન લઈ જઈ શકાય તો તેમને ક્યાં રાખીને જવા? પણ એટલું આશ્વાસન લઈ શકાય કે આપણે ગમે ત્યારે તેમને બહાર ફરવા તો લઈ જઈ શકીએ છીએ.

દિવાળી પર 10 વાગ્યા બાદ ફટાકડા નહીં ફોડવાના નિર્ણયો લેનાર આપણી સુપ્રિમ કોર્ટની નજર હજુ બહાર મોજથી ફરતા કુતરાઓ પર નથી પડી. તો તમે ત્યાં સુધી તમારા પોમેરિયન, આલ્સેશિયન, ડોબરમેન, પગ કે પછી કોઈપણ જાતના વહાલા કુતરાઓ સાથે મોજથી ટહેલવા નીકળી શકો છો.

વેલ શું તમને એ ખબર છે કે ભારતમાં પાલતુ કુતરાઓની કેટલી જાતિ જોવા મળે છે? મુખ્યત્વે આઠ જાતિ છે. પોમેરિયન, આલ્સેશિયન કે જર્મન શેફર્ડ, પગ, ડોબરમેન, લેબ્રાડોર, ડાલ્મેટિયન, પરાહિયા અને ડક્શન્ડ.

આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: Section 377 ની નાબુદી – જેટલું દેખાય છે એટલું સોનું નથી!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here