બગડેલા સંબંધો સુધારવા માટે એકમાત્ર સોલ્યૂશન એટલે “બ્રેક કે બાદ”

1
806
Photo Courtesy: trbimg.com

લગ્નજીવન હોય, પેરેંટ્સ હોય, ભાઈ અને બહેન હોય, બાળકો હોય, કોઇપણ સંબંધો તમે ધરાવતા હોવ કે પછી તમારી આસપાસ કોઈ નહીં પણ માત્ર તમે જ હો, આ દરેક દર્શાવેલ situation માં એક સમય તો એવો આવે જ કે જ્યાં તમને એવું લાગે કે “બસ, બહુ થઈ ગ્યું. આ રિલેશનમાં આપણે ક્યાં છીએ?” આ વિચાર મારો, તમારો કે કોઈ એક વ્યક્તિનો નથી. આ વિચાર દરેકે દરેક વ્યક્તિ કે જે બોલીને વર્ણવી શકે છે, તે દરેકનો છે.

Photo Courtesy: trbimg.com

આપણને કોઈ એક રૂટીન સાથે વર્ષો સુધી જોડાયેલા રહેવામાં મોજ નથી પડતી અને ન જ પડવી જોઈએ. Infact, શું કામ પડવી જોઈએ? રોજેરોજ જમવામાં કચકચ કરતાં મનુષ્યો આપણી આસપાસ છે જ એટલે એનાથી વધારે સારો દાખલો નહીં આપી શકું. પરિવર્તન એ સંસારનો નિયમ છે, એ આપણે જાણીએ છીએ. જો પરિવર્તનનો નિયમ ન હોત તો આજે દરેક ક્ષેત્રમાં આપણી પ્રગતિની ચર્ચાઓ ન થતી હોત. પણ આ નિયમો માત્ર Science કે Law પુરતા નથી. સોશિયલ લાઇફમાં પણ પરિવર્તન આવતાં વાર નથી લાગી.

10-15 જણાનાં સંયુક્ત કુટુંબ હોવા એ એક સમયમાં સામાન્ય ગણાતું. અને હવે? હવે તો “ઓહો… આટલું મોટું કુટુંબ?” એવા વાક્યો સાંભળવા મળે છે. આપણે આપણાં દાદા – દાદી પાસેથી એકસાથે રહીને ઉછરેલા કાકા – મામાના બાળકોની વાતો સાંભળી હશે. એ વખતે First Cousin વિગેરે જેવો concept નહોતો. જે ટ્રીટમેન્ટ એકને મળે એ જ બીજાને. કોઈને કોઈ ફરિયાદ નહીં. જમવામાં પણ, થાળીમાં જે પીરસાયું હોય તે જ જમવાનું. બીજી વખત નહીં માંગવાનું વિગેરે જેવા નિયમો વચ્ચે ઉછરેલી પેઢીઓ છેલ્લી આપણી જ હશે કદાચ. પણ સમય બદલાતાં આપણે બદલાયાં. મોટા કુટુંબમાંથી “નાનું કુટુંબ સુખી કુટુંબ” ની વ્યાખ્યા આવી. એટલે આ પરિવર્તનને પણ આપણે સમય સાથે સ્વીકાર્યું.

વાત ત્યાં પતતી નથી. કુટુંબ નાનું પણ માનસ સંકુચિત થઈ રહ્યાં છે. હું અને મારો પરિવારની લાગણી આસાનીથી જોવા મળે. એમાં કાંઈ ખોટું પણ નથી, છતાં એક યુગ બદલાયો છે તે નક્કી. રૂટીન પહેલાં જેવું નથી. પુરુષ સાથે સ્ત્રી પણ નોકરી કરવા લાગી. બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે માતાપિતા દિવસ રાત મહેનત કરવા લાગ્યા છે. સ્ટ્રેસ લેવલ વધી રહ્યું છે. અને એમાં સંયુક્ત કુટુંબ હોય તો “Generation Gap” નામનો કીડો હજી કોરી ખાય છે.

અહીંયા એક વાત સમજવા જેવી છે. “ઉછેર” નો તફાવત. આપણે ચોક્કસપણે માનીએ છીએ, in fact, સ્વીકારીએ છીએ કે આપણા બાળકો મોટા થઈને એમની દુનિયામાં વ્યસ્ત હશે અને આપણે બનતો પ્રયત્ન કરશું કે આપણે એમને “નડીએ” નહીં. જ્યારે એક જનરેશન પાછળ વિચારીએ તો આપણાં મોટા ભાગના પેરેંટ્સ હજી એ માનસિકતા સાથે જીવે છે કે” આપણા બાળકોએ પહેલા ફરજ પુરી કરવાની પછી એમને જે કરવું હોય તે કરે.” વાત સો ટકા સાચી, પણ જે પરિવર્તન ઝડપથી થઈ રહ્યાં છે તેને પણ સ્વીકારવા પડે છે, જે સમજતાં કે સમજાવતાં હજી ઘણી વાર લાગશે. જો એ ન સમજાય તો એવાં કોઈ પણ રિલેશન લાંબો સમય ટકતાં નથી. રિલેશન પણ maintenance માંગે છે. ઘર ખરાબ થાય તો દેખાય અને એને રીપેર કરાવી એને નવું બનાવાય. અથવા જૂનું બદલીને નવું ખરીદાય. પણ સંબંધોનું શું કરશો? કોની પાસે maintain કરાવશો? નવાં સંબંધો ખરીદાતાં નથી એટલે એનાં એ જ સંબંધને renovate કરવો પડે. કેવી રીતે એ શક્ય છે? એ એક સળગતો પ્રશ્ન છે.

લાગતું વળગતું: શું દરેક સંબંધ ને આપણે કાયમ અલ્પવિરામ આપવું જરૂરી છે ખરું?

એક સિમ્પલ લાઇનમાં જવાબ આપવો હોય તો એમ કહી શકાય કે “એ સંબંધને બ્રેક આપો.” આપોઆપ એમાં પરિવર્તન આવશે. આપણી સોસાયટીમાં “ખરાબ લાગશે”, “કોણ શું વિચારશે?”, “મારું સારું નહીં લાગે” જેવી સમસ્યાઓ ઘેરાયેલી છે. સમાજ કરતાં પોતાને મહત્વ આપીને એક સમયે રૂટીન બદલવું પડે તો એમાં કોઈ મુશ્કેલી નથી. હા, એક ચોક્કસ સમય કોઈ પણ સંજોગને આપેલો હોવો જોઈએ. જેમકે, કોઈ ઘરમાં પેરેંટ્સ અને દીકરો – વહુ સાથે વર્ષોથી રહેતાં હોય પણ ઘરમાં કંકાસ, માનસિક ત્રાસ કે પછી શારીરિક ત્રાસ વધતો હોય અને એની સમજણ હોય તો મ્યુચુઅલ ડિસ્કશનની મદદ લઈ, એ જીવનમાં થોડો ફેરફાર લાવી શકાય. ભણતરનો ઉપયોગ માત્ર નોકરી પુરતો સીમિત નથી, સોશિયલી પણ તેનો ઉપયોગ કરવો જોઈએ.

જ્યાં શ્વાસ લેવામાં તકલીફ પડે, ત્યાંથી દૂર નીકળીએ છીએ આપણે. સંબંધોનું પણ એવું છે. સાથે રહીને જેની કદર ન થાય કે કદર ન હોય, તેવી સ્થિતિમાં દૂર રહીને સુધરેલાં સંબંધો પણ ઘણાં જોયા હશે. પતિ અને પત્ની છુટાછેડા લઈ શકે, બાકીનાં સંબંધોનું શું કરવું? પેરેંટ્સ પણ ઘણી વખત તેમનાં બનાવેલાં નિયમો મુજબ બાળકોને રહેવા હઠાગ્રહ  કરતાં હોય છે અથવા બાળકો પેરેંટ્સને પોતાની રીતે જીવવા મજબૂર કરતાં હોય છે ત્યારે કઈ કોર્ટમાં જવાનું?

એનાં કરતાં, સંબંધો માંથી એક લાંબો બ્રેક લેવામાં કોઈ શંકા નથી. જેની જેની ભૂલ હોય, જેને સમજવાની જરૂર હોય તે વ્યકિતઓ, એક રૂટીન ખસતાં સમજવા માંડે છે. આની પાછળ કોઈ રોકેટ સાઇન્સ નથી. દાખલા તરીકે, ઉંબરા મૂકીને ડુંગરા પૂજવા નીકળતી વ્યક્તિઓથી આવો બ્રેક લઈએ એટલે આપોઆપ (જો સમજી શકે અને સ્વીકારી શકે તેવી માનસિકતા ધરાવતા હોય તો જ) સુધારો જોવા મળી જાય અને ભવિષ્યમાં સોશિયલ રિલેશનશિપ સુધરી જાય. જવાબદારી માત્ર સાથે રહીને જ પૂરી થાય તેવું એકેય જગ્યાએ લખાયેલું નથી એટલે સમજ સાથે સંબંધ નિભાવીએ તો તેમાં મજા છે.

જેને જેને Generation Gap ની વ્યાખ્યા ખબર છે, તેમને માટે કુટુંબને જોડાયેલું રાખવું સહેલું છે અને એકસાથે એક ઘરમાં રહેવું પણ સહેલું છે. બાકી બોયફ્રેંડ અને ગર્લફ્રેંડની જેમ “બ્રેક કે બાદ” નો નિયમ આ પ્રકારના સંબંધો માં પણ અપનાવી જોજો. જીવન એટલું પણ જટિલ નથી.

અસ્તુ!!

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: મહાત્મા ગાંધી ના દાદા ‘ઓતાબાપા’ વિશે આપણે કેટલું જાણીએ છીએ?

1 COMMENT

  1. Aa article really use ful chhe j sabandha Puri zindgi sathe rahi ne na samjay e thodi dor hoy tyare samjay
    Great article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here