હાલના પેપર લીક અંગે મુખ્યમંત્રી વિ. રૂ. એટલેકે વિજય રૂપાણીનું એમ કહેવું છે કે…

0
343
Photo Courtesy: indiatoday.in

મિત્રો, ડાંગે માર્યા પાણી જુદાં ના પાડે.. એવી જ રીતે  જય, વિ. રૂ. અને પાણીનો અનોખો નાતો છે. આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નામમાં ત્રણેય સમાવિષ્ટ છે… થોડા મહિના પહેલાં આપણા fryday ફ્રાયમ્સના મંચને શોભાન્વિત કર્યા પછી આજે ફરી એક વાર શ્રી વિજયભાઈ રૂપાણી આપણી સમક્ષ ઉપસ્થિત છે… જોરદાર તાળીઓથી વધાવી લઈએ…..

Photo Courtesy: indiatoday.in

પંકજ પંડ્યા : વેલકમ વન્સ અગેઈન સર….

વિજય રૂપાણી :  આભાર….

પંકજ પંડ્યા : fryday ફ્રાયમ્સમાં ફરી એક વાર આવીને કેવું લાગી રહ્યું છે ?

વિ. રૂ. : મને ફરી ના બોલાવ્યો હોત તો ચાલત…

પંકજ પંડ્યા : તો પછી કેમ આવ્યા…

વિરૂ : ગઈ વખતે મજા આવેલી…. એટલે થયું ફરી એકવાર મજા માણી લઉં…

પંકજ પંડ્યા : તો પછી કેમ એવું બોલ્યા કે ના બોલાવત તો પણ ચાલત….

વિ. રૂ. : અમે “સબ કા સાથ, સબ કા વિકાસ” માં માનીએ છીએ… જો હું ના આવ્યો હોત તો બીજાને લાભ મળ્યો હોત..

પંકજ પંડ્યા : તો ઠીક…  સારું…. નાસ્તો લેશો કે લિકવિડ….

વિરૂ : leak વિડ ? નહિઈઈઈઈઈઈ………

પંકજ પંડ્યા : અરે લિકવિડથી મારો કહેવાનો મતલબ છે…. ચા, કોફી, કોલડ્રિંક્સ એવું કંઈક….

વિ. રૂ. : તો બરાબર.. બાકી અત્યારે leakનું તો નામ જ ના દેશો…

પંકજ પંડ્યા :  સાચી વાત છે… હમણાંનું લીકર નું ચલણ વધી ગયું છે નહીં….

વિરૂ : આપણા ત્યાં દારૂબંધી છે….

પંકજ પંડ્યા : અરે સર liquer નહીં…. Leaker…. Leaker….

વિ. રૂ. : ઓહ…  હવે તો કોઈ click કરે તો પણ leak દેખાય છે….

પંકજ પંડ્યા :  હા.. એક જવાબદાર વ્યક્તિ તરીકે સ્વાભાવિક છે…. સારા પ્લમ્બર ની જરૂર છે….

વિરૂ : ઘણી બધી પ્રકારના લીકરો થી માથાકૂટ કરવી પડે છે….

પંકજ પંડ્યા : એટલે ?

વિ. રૂ. : એક તો liquer….. ભલે આપણા ત્યાં દારૂબંધી હોય…. તો પણ એનું અસ્તિત્વ તો છે જ…

પંકજ પંડ્યા : ok… બીજું ?

વિરૂ : lickers એટલે કે ચાટુકારો….

પંકજ પંડ્યા : એક મોભો મળે એટલે એ તો રહેવાનું જ……

વિ. રૂ. : અને હવે એ ઓછું હોય એમ આ leakers ઉમેરાયા…..

પંકજ પંડ્યા : પરીક્ષા એ જાણે ધંધો જ થઇ ગયો છે… pay-per leak….

વિરૂ : હાહાહાહાહા….. જબરું લાવ્યા…..

લાગતું વળગતું: મુખ્યમંત્રીનો ઘટસ્ફોટ: વિરુ અને જય બંને એક જ છે!!

પંકજ પંડ્યા :  પેપર લીક થવા એ તંત્રની ઘોર નિષ્ફળતા નથી શું ?

વિ. રૂ. : ખરું કહું તો ચોરી આપણા લોહીમાં વણાઈ ગઈ છે… ખાસ કરીને પરીક્ષાની બાબતમાં… અને એમાં પણ જો એ પરીક્ષા તમને સરકારી નોકરી અપાવી શકતી હોય તો… તમે સમજી શકો છો…

પંકજ પંડ્યા : એટલે તમે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી….

વિરૂ : એવું જરા પણ નથી… એક જવાબદાર સરકાર તરીકે અમે ત્વરિત પગલાં લીધાં… પણ મારે એમ કહેવું છે કે કોઈપણ ક્ષેત્રે નિજી સ્વાર્થ ત્યજીને અને સૌનો વિચાર કરીને કાર્ય કરવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય…..

પંકજ પંડ્યા : સત્યવચન… મુઠ્ઠીભર સ્વાર્થીલોકોના લીધે લાખો લોકોની મહેનત પર પાણી ફરી વળે….

વિ. રૂ. : અને પાણીની તંગી હોય ત્યારે તો….

પંકજ પંડ્યા : પાણીથી યાદ આવ્યું…..  આ સરદાર સરોવર બંધ ખાતે સરદાર પટેલનું સ્ટેચ્યુ  લોકાર્પિત થયું….  ગાંધીજી માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિર બન્યું… તો નહેરુજી પ્રત્યે ઉદાસીનતા કેમ ?

વિરૂ :  ગાંધી અને સરદાર બંને ગુજરાતના પનોતા પુત્ર હતા… એટલે સ્વાભાવિક છે કે….

પંકજ પંડ્યા :  તો પણ…..

વિ. રૂ. : અરે યાદ આવ્યું…….  તમે અમારા સૌરાષ્ટ્રમાં જઈને કોઈ પણ ને પૂછશો તો કહેશે.. કે ડેમ ભલે સરદારના નામે રહ્યો… પણ નહેરું વિના પાણી ગામેગામ ના પહોંચી શકે…

પંકજ પંડ્યા : હાહાહાહાહા…. હાહાહાહાહા…..  સુપર્બ…. સાંભળ્યું છે કે તમે સચિવાલયના કર્મચારીઓનું બહું ધ્યાન રાખો છો….

વિરૂ :  એ તો રાખવું જ પડે ને….

પંકજ પંડ્યા : પણ આ વખતે કર્મચારીઓ ની ધનતેરસના દિવસે દીપ પ્રાગટ્ય કરવાની ઈચ્છા… તમે આગળ વધીને દીપડા પ્રાગટય થી પરિપૂર્ણ કરી….

વિ. રૂ. : હાહાહાહા……

પંકજ પંડ્યા : ચાલો ત્યારે…. શટર પાડીશું ?

વિરૂ : ok….

પંકજ પંડ્યા : અમારા આમંત્રણને માન આપીને અહીં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર… ફરીથી બોલાવીએ તો આવી જ રીતે આમંત્રણ વધાવી લેશો એ જ અભ્યર્થના…..

વિ. રૂ. : ચોક્કસ… તમારો પણ ખૂબ ખૂબ આભાર….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: તનુશ્રી દત્તા નાના પાટેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ દાખલ નથી કરતી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here