શિયાળામાં કસરત અને સ્ટ્રેસના વધતા જતા લેવલ વચ્ચે શું સંબંધ છે?

0
126
Photo Courtesy: beautybeats.in

શિયાળા સાથે દિલ્હીમાં ફરી એકવાર પ્રદુષણ લિમિટ ક્રોસ કરી ભયજનક હદે વધી રહ્યું છે તે તો આપે સાંભળ્યું જ હશે? ખેર, વધતા પ્રદૂષણની ચિંતા ભલે આપણે ગંભીરતાથી ન કરીએ, પણ પ્રદૂષણની અસર મન પર પડે છે. તેનાથી સ્ટ્રેસના લેવલમાં વધારો થાય છે. કારણ કે શુદ્ધ ઓક્સિજન સરળતાથી ઉપલબ્ધ થતો નથી અને ઓક્સિજન એ મગજનો એકમાત્ર ખોરાક છે.

Photo Courtesy: beautybeats.in

હવે, કદાચ આ વૈશ્વિક લેવલે વધતા પ્રદુષણ સામે આપણે શું કરી શકીએ એવો સવાલ આપને થયો હશે? વધુ તો ઘર પાસે વૃક્ષો વાવી શકીએ ઓન તેનો ફાયદો તાત્કાલિક તો થવાનો નથી. તો શું કરવું?

વેલ, શિયાળામાં જેમ દિલ્હીમાં પ્રદુષણમાં વધારો થાય છે તેમ શિયાળામાં કસરત કરવાની ઇચ્છામાં પણ વધારો થાય છે. બરાબર ને? આ કસરત અને સ્ટ્રેસના લેવલને સીધો સંબંધ છે. યસ, અનેક લોકો વહેલી સવારે ઊંઘના આકર્ષણમાંથી છૂટી કસરત કરતા, ઉકાળા પીતા જોવા મળે છે.

તો સાથે જ કેટલાક લોકો માત્ર કસરતના ફાયદાઓ વાંચીને સુતા રહે છે. ઉઠવું જ મુશ્કેલ હોય કસરત કઈ રીતે કરવી? અને કઈ રીતે સ્ટ્રેસના લેવલને ઓછું કરવું? તો ચાલો જણાવીએ કસરતથી કઈ રીતે માનસિક રોગ, તણાવ અને ચિંતામાં ફાયદો થાય છે.

આમ તો તેના માટે નિયમિત કસરત કરવી અનિવાર્ય છે. તેમ છતાં માત્ર એક જ અઠવાડિયા સુધી રોજ કસરત કર્યા બાદ તમે પોતે અનુભવ કરશો કે પહેલા કરતા વધુ ઝડપથી કાર્યો થવા લાગે છે. ફોકસ વધે છે, કામ કરવામાં જે તણાવ અનુભવાતો તે ઓછો થવા લાગે છે અને તમે સતત ખુશ રહેવા લાગો છો.

રૂટિન સિમ્પલ કસરતો જેમ કે ઝડપથી ચાલવું, દોડવું, સ્ટ્રેચિંગ, સાદા યોગાસન વગેરેથી શરીરમાં ઇન્ડોર્ફિંન નામનું રસાયણ છૂટું પડે છે એટલે કે શરીરમાં આ રસાયણનું ઉત્પાદન વધે છે. આ રસાયણ ફિલ ગુડ રસાયણ તરીકે પણ ઓળખાય છે. એટલે કે હકારાત્મકતા, ખુશી જેવી લાગણીઓ ઇન્ડોર્ફિંનને આભારી છે. દરરોજ કસરત કરવાથી આ રસાયણની માત્રામાં વધારો થાય છે, જેનાથી નકારાત્મકતા ઘટે છે. તેથી સ્ટ્રેસના સ્તરમાં ઘટાડો થાય છે અને દરરોજની એ જ તણાવભર્યા કાર્યો કરતા હોવ છતાં ખુશમિજાજ રહી શકાય છે.

લાગતું વળગતું: અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ એરોબિક્સ કરો અને સ્ટ્રેસને દૂર રાખો

ગેરમાન્યતાઓ અને પાતળા થવાની ઘેલછા હોવાથી લોકો માત્ર વજન ઉતારવા કે બોડી બનાવવા કસરતો કરે છે, આ ગેરમાન્યતાના કારણે આપણે થોડા સમયમાં કંટાળીને કસરત મૂકી દઈએ છીએ. હકીકતમાં કસરતનો સૌથી મોટો ફાયદો છે સ્ટ્રેસ ઓછો થવો. આજની તણાવભરી લાઇફસ્ટાઇલમાં રોજની માત્ર 10 કે 15 મિનિટમાં સ્ટ્રેસ ઓછો થતો હોય તો તે વરદાન કહેવાય. બીજી તરફ સ્ટ્રેસ પોતે જ અનેક રોગનું જન્મસ્થળ છે એ વાત સમજવી ખૂબ જરૂરી છે.

ક્યારેય વિચાર્યું છે કે શા માટે સતત જાતજાતની દવાઓ ખાવા છતાં ફરી ફરીને કંઈક ને કંઈક બીમારી આવ્યા જ કરે છે? કારણ છે સ્ટ્રેસના લેવલનું વધતું પ્રમાણ. ડોકટર્સ પણ અનેક વખત કહેતા હશે કે ચિંતા ઓછી કરો. તણાવના કારણે શરીર બીજા અંગોના કાર્યો પર ધ્યાન ફોક્સ કરી શકતું નથી. તેથી કબજીયાત, વજન વધવો, સ્કિનના રોગ, વારંવાર માથું દુઃખવું, ઊંઘ ઓછી થવી આ તમામ રોગ ધીરે ધીરે વધતા જાય છે.

પ્રદુષણ ઉપરાંત રોજબરોજની લાઇફસ્ટાઇલ, પ્રદુષિત ખોરાક, દવાઓથી પકાવેલા ફળો, પોષણ વગરની ગાય-ભેંસનું દૂધ, નાના નાના રોગમાં લેવામાં આવતા ટિકડાઓ તેમજ નાની નાની આદતો જેમ કે ટીવી કે મોબાઈલમાં ધ્યાન રાખી જમવું વગેરે પણ સ્ટ્રેસ વધારવામાં મોટો ફાળો ભજવે છે.

તો આ શિયાળામાં નક્કી કરી કે સ્ટ્રેસથી છુટકારો મેળવવો જ છે અથવાતો સ્ટ્રેસના સ્તરને મોટાભાગે ઓછું કરવું જ છે. માત્ર 15 મિનિટ કસરત કરવાથી સ્ટ્રેસ ઘટશે તે સાથે જ તણાવથી થતી અનેક બીમારીઓમાં પણ તમને ફર્ક મહેસુસ થવા લાગશે.

આ શિયાળો સ્વાસ્થયમય બને તેવી આપને શુભેચ્છાઓ તો કરો શ્રીગણેશ તણાવમુક્ત જિંદગીના.

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: ‘માડી તારું કંકુ ખર્યું’ થી ‘ચાર બંગડીવાળી ઑડી’ – ગરબા છે સદાબહાર!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here