Midnights With મેનકા વિષે એની ટીમ એમ વિચારે છે કે…

0
138
Photo Courtesy: nowrunning.com

Welcome again to your favorite show Fryday ફ્રાયમ્સ…. મિત્રો, આજ સુધી આપણે fryday ફ્રાયમ્સમાં  દરવખતે એક જ મહેમાન સાથે વાર્તાલાપ કરતા હતા….. આજે પ્રથમ વાર આપણી સાથે એક સાથે ચાર મહેમાનો ઉપસ્થિત છે…  તો let’s welcome the wonderful team of મિડનાઈટ્સ વિથ મેનકા  ..    અનુક્રમે મલ્હાર ઠાકર, એશા કંસારા, હાર્દિક સાંગાણી અને વિનિતા મહેશ……

Photo Courtesy: nowrunning.com

પંકજ પંડ્યા : વેલકમ ઓલ ઓફ યુ…

મલ્હાર ઠાકર : થેન્ક યુઉઉઉ.. થેન્ક યુ… થેન્ક યુ… થેન્ક યુ…

હાર્દિક સાંગાણી : અમારા ચારેય વતી થેન્ક યુ કેમ કીધું ? તમારું એકલું આલીને બાકીના ત્રણ પાછા લઈ લો..

મ.ઠા. : કહી દે… કહી દે ભઈ…..

હાર્દિક : થેન્ક યુ વેરી મચ…..

એશા :  થેન્ક્સ અ લોટ ફોર વોર્મ વેલકમ…

વિનિતા : થેન્કસ અ બિલિયન…

પંકજ પંડ્યા : મિડનાઇટ્સ વિથ મેનકા જ કેમ? મિડ ડે કેમ નહીં ?

હાર્દિક : એમાં એવું છે ને…

મ.ઠા. : એય… તું રે’વા દે ભઈ….. હું કહું છું…  વાત મેનકા અંગે છે…  મનુભઇ ની હોત તો મિડ ડે રાખત… હોં ભઈ…..

પંકજ : હાહાહાહા….. ફિલ્મમાં તમારા પાત્રોનાં નામ શું છે ?

હાર્દિક : ફિલ્મમાં મારું નામ…

મ.ઠા.. : ભઈ હીરો હું છું… પે’લા મારે બોલવાનું હોય….

હાર્દિક : મને તો કોઈ બોલવા જ નથી દે’તું… સારું.. પહેલાં તમે બોલો…

મ.ઠા. : ફિલ્મ મારી ફેક બાયોપિક છે એટલે સ્વાભાવિક રીતે ફિલ્મમાં મારા પાત્રનું નામ મલ્હાર છે..

એશા : અને મારા પાત્રનું નામ એશા છે… પણ મિડનાઈટ્સ વિથ મેનકા મારી ફેક બાયોપિક નથી… એટલે તમે એને મારી રિયલ બાયોપિક કહી શકો…

પંકજ : હાહાહાહા…..

હાર્દિક : મારા પાત્રનું નામ હાર્દિક જ છે.. અને મિ.ના વિથ મેનકા મારી રિયલ બાયોપિક જ છે…

પંકજ : વાહ… રિયલ બાયોપિક ઓફ ફેક સુપર સ્ટાર…

હાર્દિક : હહઃ….

વિનિતા : હું કંઈ બોલું ? ફિલ્મમાં મારા પાત્રનું નામ રિયા છે….

પંકજ : સરસ….. તો પછી રાત્રીના નિરાશા ભર્યા વાતાવરણમાં મદહોશીની ફસલ ઉતારવામાં ખાતરનું કામ કરતી મેનકા કોણ છે ?

હાર્દિક : આમાં હું કશું ના કહી શકું… તમે જ કહો… યુ….. રિયા……

વિનિતા : એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડે….

પંકજ : એ તો મેં જોયેલી જ છે…

વિનિતા : તો પછી ?

પંકજ : એ રેડિયો પ્રોગ્રામ દરમ્યાન મોનિકાનું મ્હોં નથી બતાવતા એટલે પૂછ્યું..

હાર્દિક : આખું ગામ મોનિકાની પાછળ પડ્યું છે ને તમે મ્હોંની કાં પત્તર ખાંડો છો ?

પંકજ : સારું… પત્તર નહિ ખાંડું બસ?… ચાલો આપણે ફીફાં ખાંડીએ…

મ. ઠા. : શું કહ્યું ?

પંકજ : ઓહ… સૉરી… મારો કહેવાનો મતલબ હતો કે આપણો પ્રોગ્રામ આગળ વધારીએ…

મ. ઠા. : ઓ. કે.

પંકજ :  અરે ભૂલી જાઉં એ પહેલાં પૂછી લઉં… આ રવિવારે અમારી બાજુ એક સાંસ્કૃતિક પ્રોગ્રામ છે… તમારી ટીમ ત્યાં આવશે તો ફિલ્મનો પ્રચાર પણ થઇ જશે…

એશા : હું આવીશ…. પણ જો પ્રોગ્રામ મણિનગરમાં હોય તો જ… જો ઘોડાસરમાં હોય તો મારું નામ કેન્સલ રાખજો..

પંકજ : કેમ ઘોડાસરમાં શું પ્રોબ્લેમ છે ?

મ. ઠા. : પ્રોબ્લેમ છે… એને ઘોડાસરથી પ્રોબ્લેમ છે… પણ તમે છોડો… આપણો પ્રોગ્રામ આગળ વધારો…

પંકજ :  એક સુપર સ્ટાર તરીકે  ટકી રહેવું કેટલું અઘરું છે ?

હાર્દિક : બહુ જ અઘરું… તમે માનશો નહિ….

પંકજ : એક મિનિટ… મેં તમને નહિ… રિયલ સુપર સ્ટારને પૂછ્યું છે..

હાર્દિક : (મલ્હાર તરફ જોઈને) લો… તમારો જ વારો છે….

મ.ઠા. : એક કલાકાર તરીકે અમારે શ્રેષ્ઠ અભિનય કરીને ભાગે આવેલા પાત્રને પૂરતો ન્યાય આપવાનો હોય છે…  વાર્તા અને દિગ્દર્શન ઉચ્ચતમ હોય અને તમે ઉત્કૃષ્ટ અભિનય થકી દર્શકોનાં દિલો પર છવાઈ જવામાં સફળ થાઓ તો એવી ફિલ્મો તમારી સ્ટારડમ ક્રિએટ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.. પછી વારો આવે છે સ્ટારડમને લણવાનો… એકવાર સ્ટારડમ મળી જાય પછી એ સ્ટારડમને લણવાની કવાયત શરૂ થઈ જાય… પણ ફિલ્મોના સિલેક્શનમાં પૂરતી કાળજી રાખવામાં આવે તો સ્ટારડમ જળવાઈ રહે… અથવા તો કહી શકાય કે સ્ટારડમને કોરાણે મૂકીને અંદરના કલાકારના કીડાને જીવંત રાખવામાં આવે તો જ નટરાજની અવિરત કૃપા બની રહે…

લાગતું વળગતું: Midnights With મેનકા – સફળતાનું અભિમાન ડૂબતી હોડી જેવું હોય છે

પંકજ : વાહ…

હાર્દિક : ક્યાં જવા ગયા… ને ક્યાં પહોંચી ગયા…. ખાલીપાઓ આં….ખોમાં રહી ગયા….

પંકજ : અરે હાર્દિકભાઈ.. શું કરો છો ? અચાનક આમ ગીત કેમ ગાવા લાગ્યા ?

હાર્દિક : તમે અમને તો કંઈ પૂછતા જ નથી… તો નવરો બેઠો શું કરું ?

પંકજ : ઓકે… ઓકે… btw.. ગીત સરસ છે અને તમે ગાઓ છો પણ સરસ…

હાર્દિક : થેન્ક યુ….  આ ગીત બનવાની ક્રિયામાં મારો પણ ફાળો છે…

પંકજ : ઓહો… કઇ રીતે ?

હાર્દિક : “આઈ એમ ધ સુપરસ્ટાર’ ઓલરેડી રેકોર્ડ થઈ ગયેલું… બીજું ગીત લેવા માટે વિચારણા ચાલી રહી હતી અને એક દિવસ હું સેટ પર કિશોર કુમારે ગયેલું…. ચલતી કા નામ ગાડીનું… “જાના થા જાપાન.. પહોંચ ગયે ચીન સમજ ગયે ના…” ગણગણી રહ્યો હતો અને આ ગીતનો આઈડિયા ઉદ્દભવ્યો…

પંકજ : વાહ સુપર્બ…  મલ્હારભાઈ…. તમને રાજકારણમાં રસ ખરો ?

મલ્હાર : થોડો ઘણો…

હાર્દિક : મેરી બરબાદીયોં કા… આજ કારણ ઢૂંઢતા હૂં…, કૌન ખેલ ગયા.. રાજકરણ ઢૂંઢતા હૂં..

મલ્હાર : આને જ પૂછી લો… રાજકારણ વિશે..

પંકજ : ok… હાર્દિકભાઈ…. ગત દિવસોમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ વચન આપેલું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો દસ દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરશે… શું વાસ્તવમાં આ શક્ય છે ?

હાર્દિક :  દસ દિવસ એટલે ઘણો સમય કહેવાય…  કોંગ્રેસ આ યોજના કુંભકર્ણ લિફ્ટ યોજના અંતર્ગત લાવવા ઈચ્છે છે…. હવે તમને ખબર જ હશે કે કુંભકર્ણ છ મહિના ઊંઘતો હતો અને છ મહિના જાગતો હતો… એ હિસાબે એના માટે એક દિવસ એટલે આપણું એક વર્ષ… અને એ જ રીતે જોઈએ તો દસ દિવસ એટલે દસ વર્ષ… સિમ્પલ… દસ વર્ષમાં તો ઘણી ઊથલપાથલ થઇ ચૂકી હશે…

પંકજ : ગજ્જબ લઈ આવ્યા… માન ગયે ઉસ્તાદ….

હાર્દિક : ( કોલર ઊંચા કરીને) આભાર….

પંકજ : તો મિત્રો, આજે આપણે મિડનાઇટ્સ વિથ મેનકા ની ટીમ સાથે fryday ફ્રાયમ્સ તળ્યાં…. આશા છે કે તમને ચટાકેદાર લાગ્યાં હશે… તો આ જ રીતે તળતાં રહીશું અને મળતાં રહીશું…. One and only fryday ફ્રાયમ્સમાં… આવજો…

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: પંજાબીઓની ભૂખ અને મૂડ જ નહીં પરંતુ ઈમોશન્સ સાથે જોડાયા છે પરાઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here