Aquaman Review – DC (Detective Comics) કોમિક્સની એક અદ્ભૂત કલ્પના

0
422
Photo Courtesy: agn.com

14th December, 2017 એ Aquaman worldwide રિલીઝ થયું. સામાન્ય રીતે અમારા જેવા Marvel’s અને DC ના ચાહકો, આ બેનર હેઠળ બનેલી ફિલ્મ રિલીઝ થવાની રાહ જ જોતા હોઈએ. એમાં પણ Aquamanની ખાસ વાત એ છે કે એ 4DX માં રજૂ કરવામાં આવી છે.

Photo Courtesy: agn.com

સૌથી પહેલાં ફિલ્મ વિશે થોડી માહિતી આપી દઉં.

Aquaman કેરેક્ટર સૌ પ્રથમ વાર 2016માં રિલીઝ થયેલી Batman Vs Supermanમાં અને ત્યારબાદ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ Justice Leagueમાં દેખાયું હતું. એમાં આ કરેક્ટર મજબૂત રીતે ઉભર્યું હતું અને ત્યારે જ Aquaman solo ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. એટલે Aquamanને જોયા પહેલાં Batman Vs Superman અને Justice League જોવી જ રહી.

Cast

Aquamanની star castની વાત કરીએ તો Jason Momoa as Aquaman a.k.a Arthur Curry તરીકે બાજી મારી જાય છે. 39 વર્ષીય જેસને આ મૂવી માટે પોતાના શરીરને ઘણી કસરત અને અલગ અલગ માર્શલ આર્ટ શીખીને સ્ટ્રોંગ બનાવ્યું હતું. Game Of Thrones માં કામ કરી ચૂકેલા આ આર્ટિસ્ટને Aquamanની ભૂમિકામાં આપણે એક જ ઝલકમાં પસંદ કરી લઈએ તેવી એની પર્સનાલિટી છે. Amber Heard, ફિલ્મમાં Princess Mera ના કેરેક્ટર એક્દમ ફિટ બેસે છે. ખૂબ જ સુંદર દેખાતી Amber એ ફિલ્મમાં સ્ટંટ દ્રશ્યો પણ સરસ રીતે કર્યાં છે. Patrick Wilson કે જે Prince Orm ની ભૂમિકામાં છે, તે Ocean Master બનવા માટે કેટલી હદે જઈ શકે છે તે તો ફિલ્મ જોવાથી ખબર પડે પણ Patrick એ પાત્રને ખૂબ ન્યાય આપ્યો છે. Aquamanની મધર તરીકે તેના જમાનાની પ્રખ્યાત આર્ટિસ્ટ Nicole Kidman મેદાન મારી જાય છે. એક ક્ષણ માટે તો ઓળખાય જ નહીં કે આ Nicole છે. સહ કલાકાર તરીકે Yahya Abdul Mateen II, Willem Defoe, Dolph Lundgren, Temuera Morrison પણ એક્દમ યોગ્ય પસંદગી લાગે છે. Director James Wanની કુશળતા આ ફિલ્મ દ્વારા છતી થાય છે. Cinematographer Don Burgess એ ખરેખર રોમાંચક કામ કર્યું છે. અદ્ભુત ફોટોગ્રાફી.

Aquaman Storyline

Atlantisની Queen Atlanna ને દરિયા કિનારે લાઇટ હાઉસમાં કામ કરતો એક સામાન્ય માણસ, Thomas Curry વાવાઝોડામાં બચાવે છે. Queen Atlanna ને તેની સાથે પ્રેમ થઈ જાય છે અને તેઓને એક દીકરો જન્મે છે, જેને તેઓ Arthur નામ આપે છે. તેમનો દીકરો જન્મથી જ Atlantisની અદ્ભુત શક્તિઓ ધરાવે છે. પાણીમાં શ્વાસ લેવાથી લઈને ઝડપથી તરવું, પાણીમાં બોલી શકવું, પાણીનાં જીવો સાથે વાત કરવી વિગેરે વિગેરે. પણ સમય જતાં Queen Atlanna ને Atlantisની આર્મી forcefully પાછી લઈ જાય છે અને પતિ અને દીકરાનો જીવ બચાવવા તે આ કુરબાની આપે છે. વર્ષો જતાં તેમનો દીકરો Arthur Curry મોટો થાય છે અને તે Vulko, Atlantisના વફાદાર પાસે તાલિમ મેળવે છે. Arthurને ખબર પડે છે કે તેની મા, Queen Atlannaનો ભોગ લેવાઈ ચૂક્યો છે તેટલે Arthur Atlantis જવા માટે મન બનાવતો નથી કેમકે તેની માતાનાં મૃત્યુ માટે તે પોતાને જવાબદાર ગણે છે.

Arthur ને Atlantis એ અપનાવ્યો નથી હોતો કેમકે તે half – breed છે. તેનો તેને રંજ હોય છે. તેને એક Step Brother, Orm હોય છે જેને Atlantis પર રાજ કરવું હોય છે. પરંતુ Atlantis પર ધરતી પરથી હુમલો થાય છે અને તેનાં વળતા જવાબમાં Orm ધરતીનો નાશ કરવાનું નક્કી કરે છે. પણ તેનું આ પગલું ધરતી અને સમુદ્ર બંને માટે જોખમભર્યું છે તેનો અંદાજ તેને આવતો નથી. Princess Meraને Ormના આ વિચારો ચિંતા કરાવે છે અને તેથી તે Arthur Curry એટલે કે Aquaman પાસે જઈને તેને તેની મદદ કરવા કહે છે. Atlantis ના King બનવાનો મૂળ હક Arthurનો હોય છે પણ તે સ્વીકારવા Arthur તૈયાર નથી.

શું Princess Mera, Aquaman ને મનાવી શકે છે? Aquaman સામે સૌથી મોટો પડકાર કયો છે? શું Orm તેનાં ખરાબ ઈરાદાઓમાં કામયાબ થશે? જેવાં પ્રશ્નોના જવાબ આ મૂવી જોઈને મળી જશે.

લાગતું વળગતું: માર્વેલ સ્ટુડિઓઝ: જહાં સે હમ ખડે હોતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ

4DX Experience

આ મૂવી 3D ની સાથે સાથે 4DXમાં પણ રિલીઝ થયું છે. 4DX એક એવી ટેક્નોલોજી છે જેમાં theater Moving Chairs, Light and Sound technology નો ભરપૂર આનંદ માણી શકાય. Storm sequencesમાં વીજળી અને પાણીનાં છંટકાવનો અનુભવ થાય છે. સાથે સાથે પવન, perfumes ની મજા. અને fight sequences માં પણ રોમાંચ અનુભવાય. અમદાવાદમાં PVR એક થિએટર સ્ક્રીનને  4DX માં ફેરવી નાખવામાં આવ્યું છે. એક વખત અનુભવ લેવા જેવો ખરો.

Final Verdict

મારા તરફથી Aquaman ને 3.5 out of 5 points. Cinematic experience કરવા અને સમુદ્રની વિશાળ દુનિયાને એક કલાકારે પોતાની દ્રષ્ટિ ક્ષમતાથી કેવી રજુ કરી છે, તે જોવા આ ફિલ્મ જોવા હું તમને ચોક્કસ પ્રેરીશ.

અસ્તુ!!

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: ચાલો વિદેશ જઈએ! આ ટ્રેન્ડ શરુ થવા પાછળના કારણો વિચાર્યા ખરા?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here