શું 2018માં તમે કોઈને THANK YOU કીધું હતું? 2019માં જરૂર કહેજો!

1
254
Photo Courtesy: inc.com

2018 હજીતો પૂરું પણ નહોતું થયું અને સોશીયલ મીડિયા પર GOOD BYE 2018ના મેસેજ વાયરલ થવા લાગ્યા હતા. આપણેત્યાં હમણાં દર વર્ષે એક મેસેજ કોમેન હોય છે કે ફલાણા-ઢીંકણા વર્ષમાં કોઈનું મન દુભાવ્યું હોય કે કઈક ખરાબ વર્તન કર્યું હોય તો sorry કેહવું વગેરે વગેરે! જોકે આમતો એ વાત સાચી પણ છે પણ આપણે અહિયાં બીજી વાત કરવી છે એ છે THANK YOU કહેવાની!

હા.. THANK YOU! એટલે કે અભાર માનવો!! ગયાવર્ષમાં યાદ કરો તમે કોને દિલથી THANK YOU કહ્યું હતું? એટલે અહિયાં FORMALITYવાળા THANK YOUની વાત નથી! ઘરમાં પતિ કે પત્નીએ, માતા-પિતા, મિત્રો અથવા કોઈ પણ. જેને કારણે ખરેખર તમારા જીવનમાં સારો બદલાવ આવ્યો છે અથવા  જેને તમારા માટે દિલથી કઈક કર્યું છે એવી કેટલી વ્યક્તિને THANK YOU કહ્યું છે?

મારા અંગત વિચાર પ્રમાણે આપણે બધાએ સૌથી પેહલું THANK YOU તો ભગવાનને કેહવું જોઈએ કારણકે એણે આપણને લાયક બનાવ્યા છે, શારીરીક રીતે સક્ષમ બનાવ્યા છે. ભગવાનનો એ માટે આભાર માનવો જોઈએ કે આવી ઠંડીમાં આપણે પોતાના ઘરમાં ગરમ રજાઈ ઓઢીને સુઈ શકીએ છીએ, આપણને રોજ ખાવા મળે છે, પહેરવા પૂરતા કપડા મળે છે. આવી તો અનેક બાબતો છે જે માટે ભગવાન આભારને પાત્ર છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો એવા છે જેને આવી ઠંડીમાં રહેવા માટે ઘર નથી મળતું, પહેરવા માટે કપડા નથી મળતા અને પુરતું ખાવા પણ નથી મળતું. આપણને રોજ-રોજ આ બધું મળે છે પણ આપણું ધ્યાન જ ક્યાં હોય છે? આ બાબતો માટે તો ભગવાનને આપણને જે મળ્યું છે એ માટે તારો આભાર કહેવું જ જોઈએ!! THANK YOU ભગવાનજી!

બીજું આપણે ક્યારેય આપણા માતા-પિતાને કઈ જ કારણ વિના અમસ્તા જ THANK YOU કીધું છે? કહેવું જોઈએ કારણકે તેઓ તો હકદાર છે એના. જો આપણે આપણી માંગણી કે જીદ પૂરી ન થવા માટે એમને જવાબદાર કહીએ છીએ તો પછી આભાર બાબતે કેમ નહિ? દુનિયામાં ઘણા લોકો એવા છે જેને મા-બાપ નથી હોતા, અનાથ હોય છે. એકવાર ખાલી એમને પૂછી જોજો માતા-પિતા વિશે તો ખબર પડશે કે આપણી પાસે માંગણી કે જીદ કરવા માટે તેઓ હાજર તો છે ને? પછી જયારે તેઓ ન હોય અને ત્યારે તેમની કદર થાય એના કરતા આજે જ હમણાં જ તેમને THANK YOU કહો, એમ જ. બસ પછી જોજો તેમના ચેહરાની ચમક. THANK YOU મમ્મી-પપ્પા!

લાગતું વળગતું: ટીકા – સ્વીકારવી એ ભૂલ કે પછી એને અવગણવી એ ભૂલ?

અને ત્રીજું આપણે રોજ WHATSUPમાં કે TWITTERમાં કે ફેસબુક વગેરેમાં પતિ ના કે પત્નીના જોકસ સાંભળીને હસીએ છીએ પણ પુરુષો એ ભૂલી જાય છે કે જે પત્નીના જોક્સ સાંભળીને એ એની મજાક ઉડાવે છે એ જ પત્ની રાત-દિવસ અને પોતાની તબિયતનું ધ્યાન રાખ્યા વિના તેઓની  રોજીંદી જરૂરિયાતનું અને નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે અને સ્ત્રીઓ પણ આ એજ પતિ છે જે ગમે તેટલી મોઘી વસ્તુ માત્ર તેમની ખુશી માટે ખરીદી આપે છે અને તેમની નાનીનાની ખુશીઓનું ધ્યાન રાખે છે પણ કયારેય એક બીજાને THANK YOU કહે છે? ના…ભાગ્યે જ કોઈ પતિ-પત્ની એક બીજાનો આભાર માનતા હશે કેમ તેઓ બંને ખરેખર તેના હકદાર નથી હોતા? તો પછી જયારે કોઈ બીજાની નાનકડી મદદ માટે THANK YOU કહીએ છીએ તો પછી પતિ કે પત્નીની આટલી મદદો અને સહકાર છતાં તેઓ તમારા THANK YOUને લાયક નથી? તો આજે જ પોતાના પાર્ટનરને THANK YOU કહો!!

હવે 2019 શરુ જ થયું છે અને ઉપર કહ્યું એમ આ વર્ષે કોઈને sorry કહો છો એમ એને THANK YOU પણ કહો. ખાસ કરીને પોતાના અંગત લોકોને!!જેનું આપણા જીવનમાં મહત્વનું સ્થાન છે. તમારું એક THANKS એમના જીવનમાં તમારું સ્થાન વધુ મજબુત કરે છે અને એમને પણ તમારા જીવનમાં તેમની IMPOTANCE સમજાય છે અને ક્યારેય એ લોકોનો પણ આભાર માનો જે જાણે અજાણે પણ તમારી મદદ કરે છે.

પેલું  મુન્નાભાઈ M.B.B.S માં સંજય દત્ત પેલા હોસ્પીટલમાં કામ કરતા અંકલને કહે છે ને એમ..

આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

eછાપું

તમને ગમશે: દિવસના ચોઘડિયાં અને રાત્રિના ચોઘડિયાં – હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here