વધતી જતી ઠંડી અને તમારા વાળ… સંભાળ કેવી રીતે કરશો?

  4
  187

  ઠંડી જામતી જાય છે, વાળ ઝટકાવતી સ્ત્રી હોય કે ઘુંઘરાળા કાળાવાળવાળો પુરુષ, વાળ એ શૃંગારમાં એક મોટો ભાગ ભજવે છે. શિયાળો આવે એમ શરીરમાં અને વાતાવરણમાં ઠંડીના કારણે રુક્ષતા વધી જાય છે. વાળ પર આવેલું પ્રોટીન કાંતો જામીને વાળને ફાટીને બે મોંઢાવાળા કરી દે છે, કાંતો ખરવાના ચાલુ કરી દે છે. વળી અતિશય ગરમ પાણી માથે નાંખીને નાહવાના કારણે પણ વાળ ઉતરવાના ચાલુ થઈ જાય છે. આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં કોઈની પાસે એટલો સમય નથી કે તેઓ પોતાના વાળની દેખરેખ કરે.

  Photo Courtesy: luxyhair.com

  વાળની કેર ન કરવાને કારણે જ વાળ જલ્દી સફેદ થવા અને તૂટવા માંડે છે. રોજના 20-30 વાળ તૂટીને કાંસકામાં આવવા સામાન્ય બાબત છે, પણ તેથી વધુ ખરતા કેશ ચોક્કસ દવા અને કેટલીક પરેજી માને છે.

  રાસાયણિક ખોરાકો, મોબાઈલ વગેરેના રેડીયેશન, પોષણ વગરના આહાર, દૂધ – ઘીનો રોજીંદા વપરાશમાં ઓછો ઉપયોગ, હોર્મોનલ થેરાપીઓ, ગરમ દવાઓ, તેલ ન નાંખવાની ફેશન, નોન સ્ટીકી તેલ માટે પ્રવાહી પેટ્રોલીયમ જેલી જેવા પદાર્થો વાળમાં નાંખવા, સતત ટેન્શન અને ભાગદોડ વાળું જીવન જીવવું વગેરે અનેક કારણો થી વાળ ઉતરવાના ચાલુ થઇ જાય છે. ઉતરવાની સાથેજ કન્ટ્રોલ ન કરવામાં આવે તો તેમાં માનસિક કારણ એક ઓર ઉમેરાય છે. માટે અહી કેટલીક સામાન્ય પરેજીઓ જોઈએ,બને એટલી પાળીએ અને તેનાથી સ્વસ્થ વાળ મેળવીએ…

  • ગાય કે બકરીના જ દૂધ, ઘી, છાશ, માખણ વગેરે લેવા.
  • સાકર, શેરડી ખાવા. ખાંડ ખાવી નહી.
  • જૂના મધનું સેવન કરવું.
  • કેળા, નાળિયેર, આમળા, કેરી (મીઠી), દાડમ (મીઠુ), સૂકો મેવો વગેરે લેવા.
  • ખાવામાં તેમજ માથામાં નાખવા માટે તલનું તેલ કે તેના અભાવે સરસીયું નાખવું. (શીંગતેલ કદી ન વાપરવું)
  • તાજું માખણ, મીઠાઈઓ, મીઠા ફળો, કોપરેલ, સીતાફળ, ગુંદર, ભીડાં વગેરે લેવા.
  • મીઠું, ક્ષાર, અથાણા, વધુ પડતી ખટાશ, અતિ તીખું, પિત્ત કરનાર ખોરાક, મદ્યપાન, બજારૂં પીણા, કડક ચા –કોફી ત્યજવા.
  • શિંગતેલ, તળેલો આહાર, માંસાહાર, વાસી ખોરાક ખાવા નહી.
  • ચોકલેટ, બીસ્કીટ, વેજીટેબલ ઘી, ખાંડ, ચક્કીનો લોટ, પોલીશ્ડ ચોખા, પાઉં, બન, ઢોંસા, સંભાર, રાયતા વગેરે ન ખાવા.
  • દૂધ સાથે ગોળ, કેળા, તલ, ડુંગળી વગેરે ન ખાવા.
  • અતિશય પાણી ન પીવું તેમજ ચોખ્ખા ઊકાળેલા પાણીનો જ સ્નાન-પાન-ખાનમાં ઉપયોગ કરવો.
  લાગતું વળગતું: શિયાળામાં વહેલી સવારે મીઠી ઊંઘ છોડી કસરત કરવાના એકદમ સરળ ઉપાયો

  વાળ માટે શું બાબત ધ્યાને લેવી ??

  • આંગળીના ટેરવા પર તલ (નવ શેકું ગરમ) લઈ વાળના મૂળ માં માલિશ કરવી તથા અભ્યંગ કરવો.
  • પગના તળિયે ઘી-કોપરેલ-દિવેલ-સરસવ તેલ વગેરેની માલિશ કરવી.
  • પગ પંપાળવા કે તળીએ ગલીપચી કરવી.
  • વૈદ્યકીય સલાહ મુજબ નાકમાં ટીપા પાડવાની દવા લેવી.
  • વ્યવસ્થીત પહોળા દાંતાવાળા કાંસકા વડે વાળ ખેંચાય નહીં તેમ માથું ઓળવું તથા ગૂંથવું.
  • વૈદ્યકીય સલાહ મુજબના ઔષધથી માથું ધોવું પરંતુ ક્ષાર કે સાબુ કે શેમ્પૂ કદી ન વાપરવા.
  • માથું ધોયા બાદ સ્વચ્છ ટુવાલથી લૂછવું, ધીમે ધીમે સંભાળપૂર્વક ઝટકોરી સૂર્યના કોમળ તાપમાંજ વાળ સૂકવવા.
  • માથું ઢાંકીને રાખવું તેનું તાપ, ધૂળ, ધૂમાડો, વરસાદ, ભેજ, ઝાકળથી અવશ્ય રક્ષણ કરવું.
  • વૈદ્યકીય સલાહ મુજબ જરૂરી લેપ કરવા.
  • યોગ્ય માર્ગદર્શક પાસેથી શીખી શીર્ષાસન, નૌકાસન, સર્વાંગાસન, યોગમુદ્રાસન, પવનમુકતાસન, તાડાસન, મૂલ બંઘ, પ્રાણાયામ ઈત્યાદી કરવા.
  • સંયમ પાળવો – વધુ સમાગમ ન કરવો.
  • શારીરિક-માનસિક સદાચારના નિયમોનું અવશ્ય પાલન કરવું.
  • વાળ ઓળવા, માથું ધોવું, ખોરાક લેવો, ઊંઘવું, દરેક કામમાં વ્યવસ્થિતતા લાવવી, ઉતાવળ ન કરવી.
  • સતત ચિંતા, કાર્ય બોજ, ટારગેટ પૂરો કરવાની દોડધામ, ઉતાવળ વગેરેથી દૂર રહેવું અને તેનાથી બચવા માટે યોગ્ય પ્લાનીંગ કરવું.
  • ધૂળ-ધૂમાડો-ઘોંઘાટ કે ધમાલીયા વાતાવરણથી દૂર રહેવું.
  • સતત બેઠાડુ જીવન ન જીવવું . તેવા પ્રકારની નોકરીમાં પણ થોડીથોડી વારે ઉભા થઈ કસરતો કરતા રહેવું.
  • કસરત-શુધ્ધ હવા-સૂર્ય પ્રકાશ-આનંદ ઉલ્લાસ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરવા.
  • બહારનો ખોરાક, રંગો -રસાયણો, વાળમાં કલર કરાવવો, દિવસની ઊંઘ, રાતના ઉજાગરા, મોડા ઉઠવાની આદત, જાતીય ઉશ્કેરાટથી દૂર રહેવું.
  • નાચગાન, કલબો, દારૂ-તમાકુના વ્યસનો, વધુ પ્રવાસ-ટેન્શન, વધુ ગરમ કે એન્ટી બાયોટીક દવાઓ, વધુ પડતાં X Ray સોનોગ્રાફી કે CT Scan જેવી તપાસો થી દૂર રહેવું.
  • ઉતેજક ફિલ્મો કે સાહિત્યોનો ત્યાગ કરવો.
  • ટુવાલ, સાબુ, કાંસકા, તેલ, વાળ ઢાંકવાની ટોપી-સ્કાફ-ઓઢણી વગેરે પોતાના જ તથા સ્વચ્છ વાપરવા અન્ય ના કયારેય ન વાપરવા
  • વધુ પડતી ઉંઘ કે વધુ પરીશ્રમ ન કરવો.
  • છીંક-મળ-મૂત્ર-ભૂખ વગેરે ’13’ પ્રકારના વેગોને ધારણ ન કરવા. આ અંગેની માહિતી વૈદ્ય પાસે થી અવશ્ય લેવી.
  • રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષ્યા, અશાંતિ, ચીડીયાપણું, સંતાપ, શોક, ભય, આળસ ન જ કરવા.
  • વાળમાં હથેળીથી ઘસી ને કે અન્ય રીતે તેલ ન નાખવું
  • બજારમાં મળતા હલકા-સુગંધી-એસન્સવાળા તેલ ન વાપરવા.
  • તમારા રોગને અનુરૂપ તેલની વૈદ્ય પાસેથી જાણી વ્યવસ્થા કરવી.
  • ભીના વાળમાં તેલ ન નાખવું.
  • રબર ના કે પ્લાસ્ટીકના ચંપલ ગરમ પડે છે. તેથી તેવા ચંપલ તથા ખૂબ જ કઠણ અને ઉંચી એડીના ચંપલ, બૂટ, મોજડી વગેરે ન જ પહેવા.
  • નદી, તળાવ, વરસાદ, જાહેર સ્નાનાગાર-WaterPark વગેરેમાં ન નહાવું. નહાવું જ પડે તો પ્લાસ્ટીક ની ટોપી ફીટ માથા પર બાંઘીને જ નહાવું.
  • ખૂબ ગરમ પાણીથી કે ખૂબ ઠંડા પાણીથી ન નહાવું.
  • રોજ માથા બોળ સ્નાન ન કરવું.
  • શકય હોય તો વિલાયતી ખાતરવાળાં શાક-ફળો-અનાજ ન ખાવા.
  • લાંબી માંદગી, કેન્સરની કીમોથેરાપી, સગર્ભાવસ્થા, પ્રસૂતાવસ્થા, વૃધ્ધાવસ્થા, વિધુરતાની વાળ પર અસર પડે જ છે. જેની જરૂરી સારવાર લેવી.

  છેલ્લે કાઈ ન થઇ શકે તો દૂધ- ઘીનું ભોજન અને તબેલે તાળાં વાસી ઊંઘતા હોઈએ એવી ઊંઘ લો તો ચોક્કસ વાળ વધશે, બાકી રોકેટની જેમ જીવ બાળવો કે આગ લગાડી જીવાતી ભાગદોડવાળી લાઈફ ધીરે ધીરે ‘અનુપમ ખેર માર્ગ’ તરફ ચોક્કસ તમને દોરી જાય છે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: શેર બજારના IPOમાં દરેક હોલ્ડરને કેટલા મત મળે છે અને શા માટે?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here